Last Update : 22-Dec-2011,Thursday
 
ગાંધીજીની નવી તાલીમની કલ્પનાને લોકભારતી વિદ્યાપીઠ મૂર્તિમંત કરે છે
 
 
ભાવનગર, બુધવાર
જિલ્લાના સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ ડો.કમલાજીએ ગાંધીજીની નવી તાલીમની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલના હસ્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રેરક કાર્યક્રમ યોજાયો
ગુજરાતના રાજ્યપાલ ડો.શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એક નિરંતર પ્રક્રિયા છે અને શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રનું ગૌરવ વધે છે અને સામુદાયિક જીવનની સંકલ્પના સાકાર થાય છે. ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વાર્ષિકોત્સવમાં રાજ્યપાલ ડો.શ્રીમતી કમલાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ ડો.શ્રીમતી કમલાજીએ જણાવ્યંુ હતું કે, રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધી દ્વારા સવર્ધન પામેલી નવી શિક્ષણ પધ્ધતિમાં વૈધિક અને અવૈધિક એમ બન્ને શિક્ષણ પધ્ધતિઓનું સંમિશ્રણ છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠને શારિરીક શ્રમ, ખાદીવસ્ત્ર પરીધાન, સહશિક્ષણ, ખેતી, સહકાર, ગૌસંવર્ધન જેવા ક્ષેત્રોમાં છેલ્લા ૫૭ વર્ષોથી સુપેરે કામગીરી કરી રહી છે તે બદલ તેમણે સંસ્થાને હાર્દિક અભિનંદન આપ્યા હતા.
લોકભારતી વિદ્યાપીઠના આદ્યસ્થાપક સ્વ.નાનાભાઇ ભટ્ટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની નવી તાલીમની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા માટે આદરેલા ભગીરથ પ્રયાસોને બિરદાવતાં રાજ્યપાલ ડો.શ્રીમતી કમલાજીએ જણાવ્યં હતું કે, સ્વ.નાનાભાઇ ભટ્ટે ૧૯૫૩માં સ્થાપેલી આ સંસ્થાએ ગ્રામ્ય સ્તરે શિક્ષણ માટે સક્રિય પ્રયાસો કર્યા છે. આ તકે રાજ્યપાલ ડો.કમલાજીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોની પ્રેરક ભૂમિકા રજૂ કરતા જણાવ્યું હતું કે, સત્ય અને અહિંસાના અમોઘ શસ્ત્ર દ્વારા ભારત જેવા વિશાળ રાષ્ટ્રને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કર્યો હતો અને માનવઇતિહાસમાં પોતાની એક અનોખી મિસાલ આ મહામાનવે પ્રસ્થાપિત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૫૩માં તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી યુ.એન.ઢેબરની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સારસ્વત સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરે લોકભારતી વિદ્યાપીઠનો શુભારંભ કરાવ્યો હતો. આ સંસ્થાના આદ્યસ્થાપક નૃસિંહપ્રસાદ કાલીદાસ ભટ્ટ ઉર્ફે નાનાભાઇ ભટ્ટ હતા. ત્યારબાદ પ્રખર સાહિત્યકાર મનુભાઇ પંચોળી દર્શકએ સંસ્થામાં પોતાની અમુલ્ય સેવાઓ આપી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પ્રાણવાન તથા પ્રગતિશીલ ભારતના એકમ તરીકે ગામડાની કરેલી કલ્પનાને સાકાર કરવા માટે સત્ય અને અહિંસાની બુનિયાદ ઉપર સ્થપાયેલી નઇ તાલીમના માધ્યમથી જ્ઞાાન-વિજ્ઞાાનના કિરણો દુર-દુરના ગામડાઓ સુધી પહોંચાડવાનો ભવ્ય પુરૃષાર્થયજ્ઞા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ કરી રહી છે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ ડો.કમલાજીના વરદહસ્તે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓનું તથા શુભેચ્છકોનું શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યંુ હતું. તદ્નુસાર, ઉત્તરાખંડના જાણીતા વિદ્યાઉપાસક અને પ્રાધ્યાપિકા સુશ્રી દિવાબેન ભટ્ટ (પાંડેય), જુદી જુદી સ્વૈચ્છીક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હરેશભાઇ ભટ્ટ, ભાષાશુધ્ધિ અભિયાનના આજીવન સેવક રામજીભાઇ પટેલ અને ગ્રામ્યજીવનના સક્રિય હિતેચ્છુ એવા શંભુભાઇ પટેલનું રાજ્યપાલ ડો.કમલાજીના હસ્તે શાલ ઓઢાડી-પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રારંભે લોકભારતી ગ્રામવિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી દલસુખભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાએ છેલ્લા ૫૭ વર્ષોથી શિક્ષણ અને ગ્રામવિકાસ તથા સંસ્કૃતિ-પ્રકૃતિના સરક્ષણ અને સંવર્ધન દ્વારા સ્થાયી વિકાસની દિશામાં નેત્રદીપક કામગીરી કરી છે. રાજ્યપાલ ડો.કમલાજીએ લોકભારતી ગ્રામવિદ્યાપીઠના પ્રાંગણમાં ઘઉંના પાકના સંશોધન કેન્દ્રની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રદર્શનને તેમમે ખુલ્લુ મુક્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved