Last Update : 22-Dec-2011,Thursday
 
સિટી બસની ખાડે ગયેલી સેવા સુધારવા ખાનગીકરણનો વધુ એક પ્રયોગ
 
મ્યુનિ. બસ દોડાવે તો કિ.મી.ના ૫૬ રૃ., કોન્ટ્રાકટર દોડાવે તો ૩૦ રૃ.

અમદાવાદ, બુધવાર
મ્યુનિ. સંચાલિત સિટી બસની મહ્દઅંશે તૂટી પડેલી સેવાઓને સુધારવા ખાનગીકરણનો વધુ પ્રયોગ હાથ ધરાયો છે. અગાઉ બસો ભાડે લઈને ખાનગીકરણનો એકડો ઘુંટયા બાદ હવે એ.એમ.ટી.એસ.ની પોતાની જેએનએનયુઆરએમની આર્થિક સહાયથી ખરીદેલી ૨૮૦ નવી બસોને ચલાવવા માટે ખાનગી કોન્ટ્રાકટરોની શોધ શરૃ થઈ છે. આ અંગે ટેન્ડરો બહાર પડાયા છે. જેની છેલ્લી તા. ૨૩ ડિસેમ્બર છે. એ.એમ.ટી.એસ.માં વધતા જતાં ખાનગીકરણ સામે કોંગ્રેસ અને યુનિયને વિરોધ નોંધાવ્યો છે.
અગાઉ ખાનગી કોન્ટ્રાકટરોની બસો ભાડે લીધી હવે મ્યુનિ.ની બસો ખાનગી કોન્ટ્રાકટરોને ચલાવવા અપાશે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એક જમાનાની લાલ બસની નમૂનારૃપ સેવા આજે ખાડે ગઈ છે. નથી બસો સમયસર આવતી કે નથી બસોની સીટોના ઠેકાણાં. ૩૨૫ બસો તો સ્ક્રેપ થવાની રાહમાં છે, જેમાંથી ૧૪૫ બસોની તો કમિટીએ ભંગારમાં કાઢી નાખવા મંજુરી પણ આપી દીધી છે. એક જમાનામાં દેશભરમાંથી લોકો લાલ બસની ચુસ્ત સેવાઓનો અભ્યાસ કરવા આવતા હતા, આજે જામેલી સેવા દીર્ઘદ્રષ્ટિના અભાવે કેવી કંગાળ થઈ જાય તેનો અભ્યાસ કરવા જેવો છે.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, નવી ૨૮૦ બસો કોન્ટ્રાકટરના પોતાના ડ્રાયવરથી ચલાવવાનો અને મેન્ટેનન્સ કરવાનો કોન્ટ્રાક્ટ આપવા ચક્રો ગતિમાન થયાં છે. આ અંગે તેઓ કબૂલે છે કે અમે પોતે બસ દોડાવીએ તો ડ્રાઈવરોના ઊંચા પગારોના કારણે ૫૬ રૃપિયે કિલોમીટર પડે છે. જ્યારે ખાનગી કોન્ટ્રાકટર ૩૦ રૃ. કિલોમીટરના ભાવથી દોડાવી શકશે. સિટી બસની રોજેરોજની જંગી ખોટ નિવારવા આ જ એક ઉત્તમ રસ્તો જણાતો હોવાનું તેમનું માનવું છે.
તેમણે જણાવ્યું કે, મ્યુનિ. કોર્પોરેશન પગાર-ભથ્થાં ચૂકવી શકાય તેટલી રૃ. ૧૧ કરોડની સહાય જ કરે છે.
બીજી તરફ ડ્રાઈવરોની તંગીના કારણે તેમજ બ્રેકડાઉનના કારણે રોજ ૧૫૦થી વધુ બસો ધુળ ખાતી પડી રહે છે. મ્યુનિ.ની ૪૨૫ અને કોન્ટ્રાકટરોને ૨૫૦ મળીને ૬૦૦થી ૬૨૫ જેટલી બસો જ દોડી રહી છે. શહેરની વધેલી વસતી અને વિસ્તારના પ્રમાણમાં જ્યાં ૨૦૦૦ બસોની જરૃર છે ત્યાં માત્ર ૬૦૦થી પણ ઓછી બસો દોડતી હોવાથી સેવાઓ તૂટી પડયાનો અનુભવ સામાન્ય નાગરિકોને પણ રોજેરોજ થઈ રહ્યો છે.
આ અંગે એણ પણ માનવામાં આવે છે કે ૪૮ કિ.મી. દોડતી બીઆરટીએસ પાછળ કરોડો રૃપિયાનો ધુમાડો કરાય છે. જ્યારે ૧૪૦૦ કિ.મી.ના રસ્તાઓ પર દોડતી એએમટીએસને જરૃરી પ્રાથમિક સહાય તો ઠીક પુરતાં ડ્રાયવરો પણ મળતાં નથી.
સિટી બસો અત્યંત બિસ્માર છે. ક્યાંક પતરાં ચીરાઈ ગયેલા છે તો ક્યાંક બારીઓમાં કાચ પણ નથી. ડ્રાયવરની સિટ પણ ઈંટો મૂકી એડજેસ્ટ કરેલી હોય છે. જ્યાં ત્યાં પાનની પીચકારી અને ગંદકી એ હદે હોય છે કે કોઈ સારો માણસ બસમાં ચડવાનું પણ પસંદ ના કરે. બીજી તરફ ઓચીંતી ટ્રીપ રદ થતી હોવાની સ્ટેન્ડ પર ઊભેલા પેસેન્જરો કલાકો સુધી રાહ જોતા રહે છે. ખાનગી બસોના ડ્રાયવરો ગમે તે લેનમાં ઘુસીને જોખમી રીતે ચાલવે છે. આમ ફરિયાદોના ઢગલાં વચ્ચે સત્તાવાળા અને અધિકારીઓએ ખાનગીકરણનો વધુ એક પ્રયાસ હાથ ધર્યો છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved