Last Update : 22-Dec-2011,Thursday
 
નરોડા રોડ પર સાદિક જમાલ એન્કાઉન્ટરનું રિકન્સ્ટ્રકશન
 
અમદાવાદ,બુધવાર
અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે જાન્યુઆરી ૨૦૦૪ માં ભાવનગરના વતની સાદીક જમાલ નામના શખ્સના કરેલા એન્કાઉન્ટરની સચ્ચાઇ તપાસવા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે અને આજે સાંજે નરોડા રાડ પર ગેલેક્સી સિનેમા નજીક ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું.
સાંજે ચાર વાગે સીબીઆઇના કાફલાએ ગેલેક્સી નજીક ઘટનાસ્થળ તપાસ્યું
રાજકીય નેતાઓની હત્યાના ઘડાયેલા કાવતરાંને પાર પાડવા માટે દાઉદ સાથે સંકળાયેલ સાદીક જમાલ નામનો શખ્સ અમદાવાદમાં આવ્યો હોવાની બાતમીના આધારે ૧૩મી જાન્યુઆરી ૨૦૦૪ ના રોજ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર નકલી છે અને સાદીક જમાલની હત્યા કરવામાં આવી છ તેવો આક્ષેપ કરીને સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવી જોઇએ તેવી માગણી ભોગ બનનારની માતાએ કરી હતી. હાઇકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે અને સીબીઆઇ આ એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ અધિકારીઓ અને અન્ય સાક્ષીઓની પૂછપરછ હાથ ધરી છે.
હિમ્મતનગરથી નરોડા તરફ આવતા ધોરી માર્ગ પર ગેલેક્સી સિનેમાંથી થોડાક આગળ જતાં નરોડા ટિમ્બરની નજીક સાદીક જમાલને ક્રાઇમ બ્રાન્ચની ટૂકડીએ આંતરીને રિવોલ્વરમાંથી ગોળીઓ છોડી ઠાર માર્યો હતો. આ ઘટનાસ્થળે સાત વર્ષ પછી ગુનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટૂકડીમાં સામેલ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે કેવી રીતે કોણે ગોળીબાર કર્યો તેનું નિર્દેશન કરવા માટે સીબીઆઇનો કાફલો ઘટનાસ્થળે ગોઠવાઇ ગયો હતો. સ્થાનિક પોલીસના બંદોબસ્ત હેઠળ સીબીઆઇના ડઝનબંધ અધિકારીઓએ જ્યાં સાદીક ઢળી પડયો હતો તે સ્થળ અને જ્યાંથી પોલીસ અધિકારીએ ગોળીબાર કર્યો હતો તેનું નિર્દેશન કરી વાસ્તવિક્તા તપાસી હતી. સાદીક જમાલ રોડ પર ચાલતો જતો હતો અને તેને આંતરવામાં આવ્યો હતો અને તેણે ગોળીબાર કરતો પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરીને ઠાર માર્યો હતો તેવી ક્રાઇમ બ્રાન્ચની સ્ટૉરીમાં સત્ય કેટલું છે તે તપાસવામાં આવ્યું હતું.
સાદીક જમાલ મૂળ ભાવનગરનો વતની હતો અને સાઉદી અરેબીયામાં દુબઇ ખાતે ઘરઘાટીનું કામ કરતો હતો. તે દુબઇથી મુંબઇ આવ્યો હતો અને ત્યારબાદ તેનું એન્કાઉન્ટર થયું હતું. તે મુંબઇથી અમદાવાદ કેવી રીતે પહોંચ્યો અને ઘટનાસ્થળે કેવી રીતે ઠાર મરાયો તે બાબત સીબીઆઇની તપાસનો વિષય છે. સીબીઆઇ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સોહરાબ એન્કાઉન્ટર, તૂલસી પ્રજાપતિ એન્કાઉન્ટર, ઇશરત જહાં એન્કાઉન્ટર અને સાદીક જમાલ એન્કાઉન્ટર કેસનો સમાવેશ થાય છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved