Last Update : 22-Dec-2011,Thursday
 
મોરબી આંગડિયા લૂંટનો ફરાર આરોપી શસ્ત્રો સાથે ઝડપાયો

 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઓઢવ રિંગ રોડ પરથી

અમદાવાદ, બુધવાર
દોઢ વર્ષ અગાઉ મોરબી નજીક એસ.ટી બસમાં સવાર આંગડીયા પેઢીના કર્મચારી અને બસ ડ્રાઇવરને ગોળીમારી હત્યા કરી ૪૦ લાખની રોકડ તથા દાગીનાની લૂંટ ચલાવનારા એક રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાંચની ટીમે ઓઢવ રીંગ રોડ પરથી બે દેશી બનાવટના તમંચા, પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે, મૂળ સાણંદના કલાણા ગામના આબીદ પઠાણ નામના આ રીઢા ગુનેગારે મોરબી લૂંટ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે પોલીસ પર ગોળીબાર કરીને સાગરીતો સાથે કારમાં નાસી છુટયો હતો. જ્યારે આ ઘટનાના બે દિવસ બાદ સાણંદના કલાણા ગામે આબીદને પકડવા પહોંચેલી પોલીસ પર ગ્રામજનોએ ભારે પથ્થર મારો કર્યો હતો અને આબીદ પોલીસ પર એક રાઉન્ડ ગોળીબાર કરી સતત બીજીવાર આબાદ નાસી છટયો હતો.
મોરબી પાસે એસ.ટી બસ ડ્રાઇવર અને આંગડિયા પેઢીના કર્મચારીની ગોળી મારી હત્યા કરી ૪૦ લાખ રોકડ અને દાગીનાની લૂંટ કરી હતી
વર્ષ ૨૦૧૦નાં ઓગષ્ટ મહિનામાં કચ્છથી તળાજા રૃટની એસ.ટી બસને રાત્રે મોરબી નજીક અટકાવી દસ હથીયારધારી શખ્સો બસમાં ઘુસી ગયા હતા અને બસમાં સવાર માધવ મગનલાલ આંગડીયા પેઢીના કર્મચારી અમૃતભાઇ રાજપૂત તથા બસના ડ્રાઇવર બળદેવસિંહ ગોહિલ પર આડેધડ ગોળીબાર કરી હત્યા કરી હતી. આ ઘટનામાં ઘવાયેલા આંગડીયા પેઢીના વધુ એક કર્મચારીના હાથમાંથી લૂંટારૃઓ ૪૦ લાખ રૃપિયાની રોકડ તથા દાગીના ભરેલી બેગ લૂંટીને નાસી છુટયાં હતા.
ઉપરોક્ત ઘટના બાદ નાસી છુટેલા લૂંટારૃઓને ઝડપી પાડવા જે-તે સમયે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી અને રાજકોટ મોરબીને જોડતા તમામ માર્ગો પર નાકાબંધી કરીને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસેથી ઇન્ડિકા કારમાં નીકળેલા લૂંટારૃઓને પાટડીના તત્કાલીની પી.એસ.આઇ એચ.જે ભટ્ટે રોકવાનો પ્રયાસ કરતા તેમના પર કારમાં સવાર આબીદ પઠાણ નામના કુખ્યાત આરોપી સહિતના ચાર શખ્સોએ આડેધડ દસથી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
આ આંગડીયા લૂંટમાં સંડોવાયેલો આરોપી આબીદખાન ઉર્ફે ફારૃખ ઇજમતખાન પઠાણ (ઉં.૩૦) સાણંદના તેના મૂળ વતન કલાણા ખાતે આવ્યો હોવાની બાતમીને આધારે તેને પકડવા રાજકોટ ગ્રામ્ય પોલીસે અમદાવાદ ગ્રામ્ય પોલીસની મદદથી તેના ગામમાં દરોડો પાડયો હતો. તે સમયે ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને પોલીસ પર જોરદાર પથ્થર મારો કર્યો હતો. જ્યારે આબીદ પોલીસ પર એક રાઉન્ડ ગોળીબાર કરીને નાસી છુટયો હતો.
આ ઘટના બાદ ગુમ થયેલો રીઢો ગુનેગાર આબીદ છેલ્લા છ માસથી કપડવંજ ખાતેના ઓધાડજીના મુવાડામાં રહેતા મિત્ર બસીરભાઇ પઠાણના ઘરે રહેતો હોવાની તથા તે મંગળવારે રાતે ઓઢવ રીંગ રોડ પરથી પસાર થવાનો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચ એ.સી.પી મયુર ચાવડાની ટીમને મળી હતી. આ બાતમીના આધારે વોચ ગોઠવીને ઉભેલા ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ પ્રધ્યુમનસિંહ તથા વિજયભાઇએ આબીદેને ઝડપી પાડયો હતો. જો કે આબીદે પોલીસથી બચવા પગના મોજામાં સંતાડેલી એક દેશી પિસ્તોલ કાઢી બન્ને કોન્સ્ટેબલ પર ગોળીબાર કરવાનો પ્રાયસ કર્યો હતો.
જો કે પિસ્તોલ લોડેડ નહીં હોવાથી ગોળીબાર થયો ન હતો. દરમ્યાન આબીદ પેન્ટમાં પાછળના ભાગે સંતાડેલી વધુ એક દેશી તમંચો કાઢીને

લૂંટ કરતા પહેલા ટીપ મેળવતા કે રેકી કરતા
* પોલીસ સુત્રોનું માનવું છે કે આ ટોળકી લૂંટ ચલાવતા પહેલા રેકી કરતી કે પછી કોઇની ટીપના આધારે લૂંટ કરતી હતી. મોરબી લૂંટમાં આરોપીઓએ આંગડીયા પેઢીના કર્મચારીની કચ્છથી રેકી કરીને પીછો કર્યો હતો.

હથિયારો સાથે ઝડપાયેલો આબિદ લૂંટ કરવા જતો હતોઃ પોલીસ
* કુખ્યાત આબીદને પકડાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે, આબીદ બે બંદૂકો સાથે ક્યાંક લૂંટ કરવા જ નીકળ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જો કે તે વધુ કોઇ આંગડીયા પેઢીને નિશાન બનાવે તે પહેલા જ પોલીસે તેને પકડી પાડયો છે.

ધોરણ દસમાં નાપાસ થયા બાદ આબિદ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની આંગડિયા લૂંટનો 'કિંગ'બન્યો
જેલવાસ દરમિયાન આબીદને રૃપેશ પંડિત અને અલકેશ ભદોરીયા સાથે મુલાકાત થતા દસ શખ્સોની ગેંગ બનાવી

અમદાવાદ, બુધવાર
કુખ્યાત આબિદ પઠાણ પણ હિન્દી ફિલ્મોની જેમ નાનપણમાં નાની-મોટી ચોરી કરતા કરતા લૂંટારૃ બની ગયો હતો. પોલીસ સુત્રોનું કહેવું છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થયેલી મોટા ભાગની આંગડીયા પેઢીની લૂંટમાં આબીદની ભૂમિકા મુખ્ય રહી હોવાની શંકા છે.
ક્રાઇમ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ સાણંદના કલાણા ગામનો આબીદ પઠાણ ધોરણ ૧૦માં નાપાસ થતા બાજુમાં આવેલા છારોડી ગામમાં એટલે કે તેના મોસાળમાં જતો રહ્યો હતો. જ્યાં દશરથ નામના એક શખ્સનાં પરિચયમાં આવ્યાં બાદ આબીદ બાઇક ચોરી કરવા લાગ્યો હતો. જેમાં તે સાણંદ અને વેજલપુર પોલીસના હાથે પણ પકડાયો હતો. આબીદનો ગુનાહીત ઇતિહાસ આગળ વધ્યો અને વાહન ચોરીના ગુનામાં જેલમાંથી જામીન પર છુટેલા આબીદે સાણંદ-કડી રોડ પર સાથીદારો જનક બ્રાહ્મણ તથા ડાહ્યાજી ભીલ સાથે મળીને એક તેલના ડબ્બા ભરેલી આઇશર ટ્રક લૂંટી હતી. આ ગુનામાં પકડાયેલા આબીદને જેલમાં ધકેલાયો હતો. જેલમાં વર્ષ ૨૦૦૮માં રૃપેશ પંડીત અને અલ્કેશ ભદોરીયા સાથે મુલાકાત થઇ હતી.
જ્યાં પોતાની દસ શખ્સોની એક ગેંગ બનાવી હતી. રૃપેશ મધ્ય પ્રદેશથી હથીયારો લાવતો અને અન્ય શખ્સો આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટવા લાગ્યા હતા. આ દસ શખ્સોની ગેંગે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સંખ્યાબંધ આંગડીયા પેઢીઓના કર્મચારીઓને લૂંટયા હોવાની પોલીસને શંકા છે. જેમાં માસ્ટર માઇન્ડ તરીકે આબીદ ભૂમિકા ભજવતો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved