Last Update : 22-Dec-2011,Thursday
 

રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો

 

ફતેગંજમાં મુખ્ય સર્કલ પર જ હિંસાનો નગ્ન ખેલ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
વડોદરાના ફતેગંજના નરહરી સર્કલ નજીક ભાગ્યોદય રેસ્ટોરન્ટ પાસે ગઇકાલે હિંસાના નગ્નનાચના બનેલા બનાવે શહેર પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી દીધી છે. મીની ગેંગવોરના એંધાણ આપતા ઉક્ત બનાવનું કારણ જમીનની અદાવત કે પછી અંધારી આલમમાં વર્ચસ્વ જમાવ્યા બાબતે છે તેનો ભેદ હજી અકબંધ રહ્યો છે. હત્યારાઓએ સમાધાનને બહાને રફિક ગાયને ઘેરી લઇને ગુપ્તી, તલવાર, છરી જેવા શસ્ત્રો વડે ઉપરા છાપરી ઘા ઝીંક્યા બાદ, લોહીથી લથબથ શરીર ઉંચકીને બેઝમેન્ટમાં ફેંકી દઇ બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. આમ, રફીક ઉર્ફે ગાય ગનીભાઇ શેખની જે રીતે હત્યા કરવામાં આવી. તેની વિગતો જોતા કમકમાટી ઉપજે તેમ છે.
રફિકના ભાઇ લતીફની નજર સામે જ તુટી પડેલાઃ અસ્લમ અને સાગરિતો લોહી લુહાણ રફિકને બેઝમેન્ટમાં ફેંકી ફરાર
ફતેગંજના નરહરી સર્કલ પાસે આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટના પગથીયા ઉપર ગઇકાલે રાત્રે સાડા દસથી પોણા અગિયાર વાગ્યાની વચ્ચે હિંસાનો નગ્ન નાચ ખેલાયો હતો.
હત્યાનું કારણ જમીનને લગતું છે કે અંધારી આલમમાં વર્ચસ્વ જમાવવાનું કે પછી બીજુ કોઇ કારણ છે તે હજી પોલીસ શોધી શકી નથી.
રાત્રિના અંધકારમાં કારમી ચીસો અને મારો...કાપો...ની બુમો વચ્ચે ખેલાયેલા ખુની ખેલને નજરે જોનાર મરનાર રફિક ઉર્ફે ગાયના ભાઇ લતિફ ગનીભાઇ શેખે પોલીસ સમક્ષ વર્ણવેલો હત્યાનો ઘટનાક્રમ સાંભળી રૃંવાડા ખડા થઇ જાય તેમ છે.
ભાગ્યોદય રેસ્ટોરન્ટ પાસે ચ્હાની લારી ધરાવતા લતિફ શેખે પોલીસને જણાવ્યુ હતું કે, ગઇકાલે રાત્રે સાડા દસેક વાગે તે લારી ઉપર હતો ત્યારે તેની સાથે તેના ભાઇ નિઝામુદ્દીન અલ્લાઉદીન પઠાણ, અન્નુ (રહે. યાકુતપુરા) ભાઇ ખલીલ ગનીભાઇ શેખ અને રફિક ઉર્ફે ગાય હાજર હતા.
રફિક ત્યા અસમ બોડીયાની રાહ જોઇ રહ્યો હતો. પોણા અગિયારેક વાગે નવાપુરાનો અસલમ બોડીયો મુન્નો તડબુચ, અસલમનો ભાઇ અસગર, રમઝાન ઉર્ફે કાલીયો બે બાઇક ઉપર આવ્યા હતા.
આવતાની સાથે જ અસલમ બોડીયાએ રફિક ઉર્ફે ગાયને એક થપ્પડ મારી દીધી હતી અને મારૃ નામ વટાવી ખાય છે...? તેમ કહી તેની પીઠમાં ગુપ્તી ખોંપી દીધી હતી.
અસલમની સાથે આવેલા મુન્ના તડબુચ અને રમઝાને પણ રફિકને ઘેરી લીધો હતો. અસગરે છરી અને રમઝાને તલવાર કાઢી હતી.
ગાયને પુરો કરી દો...તેમ કહી તેઓ તુટી પડયા હતા. અસલમે રફિકની પીઠમાં અને પેટ ઉપર ગુપ્તીના ઘા ઝીંક્યા હતા. જ્યારે મુન્નાએ માથામાં તલવાર ઝીંકી હતી. રમઝાને તલાવાર અસગરે છરી વડે શરીરના હાથે-પગે ઘાં ઝીંકયા હતા.
રફિક ભાગવા જતાં બીજા દસેક જણા ધસી આવ્યા હતા. રફિક પટકાઇ પડતા તેને લોહીથી લથબથ હાલતમાં ઉંચકીને રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં ફેકીને હત્યારાઓ બાઇકો ઉપર ફરાર થઇ ગયા હતા.
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. પોલીસ કમિશ્નર સતીષ શર્મા, મદદનીશ કમિશ્નર એમ.એસ. પટેલ, સયાજીગંજના પો.ઇ.એચ.જે. કીન સહિતનાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા.પોલીસે નવાપુરા અને યાકુતપુરા વિસ્તારના અસલમ બોડીયો, મુન્નો તડબૂચ, અસગર, રમઝાન કાલીયો ઇરશાદ ઉર્ફે ખલી અને અન્ય દસેક જણ સામે મોડીરાત્રે હત્યાનો ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. અધિક પોલીસ કમિશ્નર ડી.જે. પટેલે જણાવ્યું હતું કે, હત્યારાઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ સહિત જુદા જુદા પોલીસ મથકની ખાસ ચાર ટીમ બનાવવામાં આવી છે.

છેલ્લા સંવાદો ભાઇ લતિફ સાથે છેલ્લો સંવાદ
ભાઇ અસલમ આ રહા હૈ, ઉસકે લીયે ચાય બનાના.. !અસલમે આવતાં જ મારૃ નામ વટાવી ખાય છે... કહી રફિકને થપ્પડ મારી અને પીઠમાં ગુપ્તી ખોંપી દીધી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવારે
રફિક ઉર્ફે ગાય ગનીભાઇ શેખે તેનેમળવા માટે આવી રહેલા અસલમ બોડીયા માટે તેના ભાઇ પાસે ચ્હા પણ મુકાવી હતી. ભાઇ સાથેના છેલ્લા કેટલાક સંવાદમાં તેણે કહ્યું હતું કે અસલમ આ રહા હું, ચાય રખના.
ફતેગંજ કમાટીપુરામાં જ બારેમામની ચાલીમાં રહેતા અને નરહરી સર્કલ નજીક ભાગ્યોદય રેસ્ટેરન્ટ પાસે ચ્હાની લારી ધરાવતા રફિક ઉર્ફે ગાયના ભાઇ લતિફ ગનીભાઇ શેખે પોલીસ ફરિયાદમાં રફિક ગાય સાથેના અંતિમ સંવાદોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કેમ્પસ કોર્નર પાસે ચ્હાની લારીએ તેની સાથે ભાઇ રફિક બીજો ભાઇ ખલીલ ગનીભાઇ શેખ, નિઝામુદ્દીન અન્નુ વિગેરે હતા.
રાત્રીના સાડા દસેક વાગે રફિકે તેને કહ્યું હતું કે, ભાઇ અસલમ આ રહા હૈ, ઉસકે લીયે ચાય બનાના... !
અસલમ આવ્યો પણ તેણે વાત કરવાને બદલે રફિકને મારૃ નામ વટાવી ખાય છે તેમ કહી થપ્પડ મારી દીધી હતી. તેણે ગુપ્તી કાઢતા રફિક ભાગવા ગયો હતો.
અસલમે તેને પીઠમાં ગુપ્તીનો ઘા ઝીંકી દઇ પેટમાં ઘા માર્યા હતા. ત્યારબાદ બીજા પણ સશસ્ત્ર હુમલાખોરો તૂટી પડયા હતા. અને રફિકની હત્યા કરી હતી.

નામચીન ગુનેગારો વચ્ચે લોહીયાળ જંગ
વાડી નવાપુરાના અસલમ બોડીયા સામે કુલ ૨૮ ગુના
ખૂન, હુમલા, ખંડણી, અપહરણ, દારૃ, જુગાર, લૂંટ અને ચોરીના ગુનાઓ સામેલ
વડોદરા,તા.૨૧
અગાઉ નવાપુરા મહેબુબ પુરાના ભાથુજી મંદિર પાસે રહેતા અને હાલમાં વાડી નવાપુરા વચલા ફળિયાના પટેલ એપાર્ટમેન્ટમાં રહેતા અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ સામે પોલીસ દફતરે નોંધાયેલા ગુનાઓનીવિગત આ મુજબ છે.

અનુ.નં.

પોલીસ સ્ટેશન/ વર્ષ

ગુનાનો પ્રકાર

પાણીગેટ ૨૦૦૮

કોમી હુલ્લડ, આગ, ધાક-ધમકી,

-

-

પબ્લીક પ્રોપર્ટીને નુકશાન

કારેલીબાગ ૧૯૯૯

ચોરી

મકરપુરા ૧૯૯૮

ચોરી

 જવાહરનગર ૧૯૯૮

ચોરી

નવાપુરા ૧૯૯૮

ચોરી

ફતેગંજ ૧૯૯૮

ચોરી

ગોરવા ૧૯૯૯

ચોરી

રાવપુરા ૧૯૯૯

ચોરી

જવાહરનગર ૧૯૯૯

ચોરી

૧૦

પાણીગેટ ૧૯૯૯

ચોરી

૧૧

મકરપુરા ૧૯૯૯

ચોરી

૧૨

પાણીગેટ ૧૯૯૯

ચોરી

૧૩

વાઘોડીયા ૨૦૦૪

ચોરી

૧૪

ડીસીબી ૨૦૦૫

ચોરી અને ગુનાહિત કાવત્રુ

૧૫

નવાપુરા ૨૦૦૫

હુલ્લડ અને હુમલો ધાકધમકી

૧૬

 વાડી ૨૦૦૬

ખૂની હુમલો ધાક ધમકી

૧૭

સયાજીગંજ ૨૦૦૬

ધાકધમકી

૧૮

ફતેગંજ ૨૦૦૨

ધાકધમકી

૧૯

મકરપુરા ૨૦૦૬

અપહરણ ખંડણી ધાકધમકી

૨૦

પાણીગેટ ૨૦૦૮

ધાકધમકી, હુમલો

૨૧

પાણીગેટ ૨૦૦૮

દારૃબંધી

૨૨

નવાપુરા ૨૦૦૦

હુમલો

૨૩

કરજણ ૨૦૦૧

લૂંટ

૨૪

વાઘોડીયા ૨૦૦૧

લૂંટ

૨૫

પાણીગેટ ૨૦૦૪

ખંડણી ધાકધમકી

૨૬

નવાપુરા ૨૦૦૬

જુગારધારા

૨૭

નવાપુરા ૨૦૦૭

હુલ્લડ

૨૮

સયાજીગંજ ૨૦૧૧

હુલ્લડ અને હત્યા

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved