Last Update : 22-Dec-2011,Thursday
 

ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા

 

ગવારસીડ ઊછળીને રૃા. ૭૦૦૦ ઃ ગવારગમમાં ૪૬૦ ટકાનો તોતીંગ ઉછાળો

ગવારના વેપાર પર હાલ ૩૦ ટકાનું માર્જીન છતાં તોફાની તેજી ઃ માર્જીન વધારીને ૭૦ થી ૮૦ ટકા કરાય તો પરિસ્થિતિ અંકુશમાં આવે તેવી શક્યતા
અમદાવાદ, શુક્રવાર
છેલ્લા લાગલગાટ વીસેક દિવસથી દેશના કોમોડીટી એક્સચેન્જો ખાતે ગવાર ગમના વાયદાના સોદામાં સટ્ટાકીય તેજીનો માહોલ ઉભો કરાતા લગભગ દરરોજ તેમાં ૪ થી ૫ ટકાની સર્કિટ અમલી બને છે. આમ, બેફામ બનેલા ગવારગમના સટ્ટાના કારણે તેના ભાવો આસમાનને આંબી જતા ખેલાડીઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આમ છતાં, કોમોડિટી માર્કેટ રેગ્યુલેટર દ્વારા આ મુદ્દે તાકીદના અંકુશાત્મક પગલા ન ભરાતા આગામી સમયમાં કોમોડિટી માર્કેટમાં પણ ડિફોલ્ટરોની સંખ્યામાં વધારો થવા સાથે ગંભીર નાણાંકીય કટોકટી ઉદ્ભવે તેવા એંધાણ છે. પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરની આ તેજીના પગલે ગવાર સીડ અને ગવાર ગામના ભાવો હાલ અકલ્પનીય ઊંચી સપાટીએ પહોંચ્યા છે. જેના પગલે હાલ ટ્રેડરોને એક લોટના વેપારમાં બેથી અઢી લાખ રૃ.નું નુકસાન થઈ રહ્યું હોવાનો અંદાજ છે.
સોના-ચાંદીમાં ઉદ્ભવેલી આગ ઝરતી તેજી ઠંડી પડયા બાદ છેલ્લા લગભગ પંદર-વીસ દિવસથી ગવારસીડ અને ગવારગમમાં તેજીનો એક નવો જ તબક્કો જોવા મળ્યો છે. જેના પગલે આ સમયગાળામાં એક ડઝન જેટલી સર્કિટો અમલી બનાવવામાં આવી હોવા છતાં ભાવમાં નોંધાતો ઉછાળો અંકુશમાં આવ્યો નથી. ગવાર ટ્રેડીંગમાં દરરોજ આગળ વધી રહેલી તેજીને કેટલાક વેપારીઓ બજારમાં માલની શોર્ટેજ દર્શાવી રહ્યાં છે. અમેરિકાના હાઈડ્રોલિક સેક્ટરમાં સાડા ચાર લાખ ટન ગમ પાઉડરની નિકાસ થઈ હતી અને આગામી સમયમાં પણ ગવારની નીકળી રહેલી માંગ જોતાં ડિમાન્ડ એન્ડ સપ્લાયનું બેલેન્સ ખોરવાતાં ગવારમાં તેજી આવી હોવાના કારણો વેપારી જણાવી રહ્યાં છે.
સામાન્ય રીતે ૨૨૦૦ પ્રતિ ક્વિન્ટલ રહેતા ગવાર સીડના ભાવો ઉછળીને રૃા. ૭૦૦૦ અને ગમના ૫૦૦૦ની આસપાસ રહેતા ગવાર ગમના ભાવો ઉછળીને ૪૬૦ ટકા જેટલા રેકર્ડ બ્રેક વધારા સાથે ૨૩૦૦૦ પ્રતિ ક્વિન્ટલની ઉંચી સપાટીએ જતાં ગવારના વેપારમાં દાળમાં કંઈક કાળું હોવાની ચોક્કસ આશંકા દર્શાવી રહ્યું છે. કોમોડીટી વાયદાના વેપારમાં આડેધડ ઉછળતા ભાવોને કારણે લોકોનો વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં પાળ બાંધવી જોઈએ તેવું બજારમાં લોકો ઇચ્છી રહ્યાં છે. તેજીના માહોલમાં ખોટકાતાં કોમોડિટી એક્સચેન્જો પાછળ પણ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.
આમ, ગવાર ચાલી રહેલો એક તરફી સટ્ટો હાલના તબક્કે અત્યંત જોખમી તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બજારોની આર્થિક તંદુરસ્તી જળવાય તે જોવાની જવાબદારી વાયદા બજાર પંચની છે. તેમ છતાં ઘોડા તબેલામાંથી છૂટી ગયા બાદ તાળાં મારવા જવું તેવી સ્થિતિમાં વાયદા બજાર પંચ જણાઈ રહ્યું છે. કેટલાક ચોક્કસ ગુ્રપો દ્વારા પ્રેરિત ગવારની તેજીના આખલાને કાબૂમાં લેવા માટે માત્ર સર્કિટો લગાવવાથી કામ ચાલે તેમ નથી. એક્સચેન્જોએ તેજીની પોઝીશનવાળા ઉપર ૭૦ થી ૮૦ ટકા કેશ માર્જીન લાદીને સટ્ટા પ્રવૃત્તિ ગેરવ્યાજબી પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક ધોરણે લગામ લાદવી જોઈએ તે અત્યંત જરૃરી બન્યું છે.
ભૂતકાળમાં બે વર્ષ અગાઉ હળદળના વેપારમાં ત્રણેક હજારના ક્વિન્ટલના ભાવો સટ્ટાના કારણે અચાનક ૧૬૦૦૦ની ઉંચી સપાટીએ જઈ ગાંડી તેજી છવાતાં ૬૦ ટકા ઓછું માર્જીન લાદીને તેજીને કાબુમાં લીધી હતી. તેજ પ્રમાણે સોના-ચાંદી બજારમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ CME ગુ્રપ દ્વારા ૬૦ થી ૭૦ ટકા જેટલું માર્જીન લાદીને અવળે પાટે ચડી ગયેલા વેપારને રસ્તા ઉપર લાવવાનું પગલું લેવામાં આવ્યું હતું. તેવી રીતે હાલમાં પણ ગવારના વેપારમાં સપ્તાહમાં ૨૦ ટકા જેટલું વધારાનું માર્જીન સાથે હાલમાં ૩૦ ટકાનું માર્જીન લાદેલું છે જે વધારીને ૭૦ થી ૮૦ ટકા માર્જીન લાદવામાં આવે તો સટ્ટાકીય બજાર કંટ્રોલમાં આવે તેમ છે. ગવારમાં હાલ ૩૦ ટકા જેટલું માર્જીન હોવા છતાં ગવારમાં તેજી ગાંડીતૂર બની દિનપ્રતિદિન આગળ વધી રહી છે જે પુરવાર કરે છે કે ગવારના વેપારમાં માત્ર સટ્ટો ચાલી રહ્યો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved