Last Update : 22-Dec-2011,Thursday
 

સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી

 

દિલ્હીમાં સોનાના ભાવો રૃ.૧૦૨૫ ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં ઉંચામાં ૧૬૪૧ ડોલરની સપાટી દેખાઈ
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી, સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૧૫૦ વધ્યા હતા, બે દિવસમાં ભાવો રૃ.૩૫૦ વધ્યા છે. ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૫૨૫ વધ્યા હતા. બે દિવસમાં ચાંદીના ભાવો રૃ.૯૪૦ વધ્યા છે. વિશ્વ બજારમાં સોનવાના ભાવો મંગળવારે મોડી સાંજે ઉંચામાં ૧૬૧૩થી ૧૬૧૪ ડોે લર રહ્યા હતા તે આજે વધુ વધી ઉંચામાં ૧૬૪૧થી ૧૬૪૨ ડોલર થઈ સાંજે ૧૬૨૫થી ૧૬૨૬ ડોલર રહ્યાના સમાચારો હતા, મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૃ.૨૭૫૭૦ વાળા રૃ.૨૭૭૮૦ ખુલી રૃ.૨૭૭૨૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૭૦૦ વાળા રૃ.૨૭૯૧૫ ખુલી રૃ.૨૭૮૫૦ બંધ રહ્યા હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૨૬૭૫ વાળા રૃ.૫૩૦૦૦ ખુલી રૃ.૫૩૨૦૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો મંગળવારે મોડી સાંજે વધીને ૨૯.૪૦થી ૨૯.૪૫ ડોલર રહ્યા હતા. તે આજે ઉંચામાં ૩૦.૧૫થી ૩૦.૧૬ ડોલર રહ્યા પછી સાંજે ૨૯.૭૧થી ૨૯.૭૨ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ભાવો ઉછળતા ઘરઆંગણે સોના-ચાંદીની આયાત પડતરો વધી છે. અને તેના પગલે હાજર બજારમાં સોના-ચાંદીના ભાવો વધતા રહ્યા હતા, જો કે રૃપિયા સામે ડોલરના ભાવો ઘટતાં મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીનો ભાવ વધારો સિમિત રહ્યો હતો. ડોલરના ભાવો રૃ.૫૨.૮૮ વાળા આજે નીચામાં રૃ.૫૨.૪૨ થઈ છેલ્લે રૃ.૫૨.૫૦ રહ્યા હતા. દરમિયાન દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૦૨૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૮૮૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૯૯૦ રહ્યા હોવાનું પીટીઆઈનો સંદેશો જણાવતોે હતો, ત્યાં ઓગસ્ટ ૨૦૧૧માં ૧૯મી તારીખે એક દિવસમાં સોનાના ભાવો રૃ.૧૩૧૦ વધ્યા પછી આજનો રૃ.૧૦૨૫નો ભાવ ઉછાળો વાર્ષિક બોજો મોટો એક દિવસીય ઉછાળો મનાઈ રહ્યો હોવાનું પીટીઆઈ દ્વારા જણાવાયું હતું.
ખાંડમાં નાતાલ પૂર્વે ઉંચકાતા ભાવો ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં ધીમો સુધારો આગળ વધ્યો હતો. માંગ જો કે આજે ધીમી રહી હતી. ભાવો કિવ.ના રૃ.૫થી ૧૦ ઉંચા ોલાઈ રહ્યા હતા. કિવ.દીઠ ભાવો આજે હાજરમાં રૃ.૨૯૪૪થી ૩૦૧૫ તથા સારાના રૃ.૩૦૦૧થી ૩૧૨૨ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૯૦૦થી ૨૯૩૦ તથા સારાના રૃ.૩૦૦૦થી ૩૦૬૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૯૦૦થી ૨૯૫૦ તથા સારાના રૃ.૨૯૮૦થી ૩૦૭૦ રહ્યા હતા જયારે મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવોથી રૃ.૮૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા, તાજેતરમાં ખાંડના ભાો તૂટી જતાં મિલોના ખાંડના ઉત્પાદન ખર્ચ કરતાં બજાર ભાવો નીચા રહેતાં મિલો નુકશાનીમાં રહી છે અને તેના પગલે હવે નીચાભાવોએ મિલોની નવી વેચવાલી ધીમી પડી છે. ડિસેમ્બરનો મુક્ત વેંચાણનો કવોટા ૧૭ લાખ ટનથી વધુ અપાયો છે જે અપેક્ષાથી મોટો રહ્યો છે ઉપરાંત મુક્ત વેચાણમાં વધુ વેંચાણની છૂટ મેળવવા કર્ણાચક, આંધ્ર પ્રદેશ, પંજાબ વિ.ની મિલો તાજેતરમાં કોર્ટમાં ગઈ હતી અને કોર્ટના ઓર્ડરના પગલે આશરે ૧થી ૧.૫૦ લાખ ટન વધુ ખાંડ ખુલ્લા બજારમાં આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. જેના પગલે તાજેતરમાં ખાંડના ભાવો ઝડપી ઘટાડા પર રહ્યા હતા. ઓકટો.માં વિશ્વ બજારમાં ખાંડના ભાવો ટનના ૬૭૦ ડોલર જેવા ઉંચા રહ્યા હતા તે તાજેતરમાં ઘટીને ૬૦૦ ડોલરની અંદર જતા રહ્યા છે. વિશ્વ બજાર ઘટતાં ભારતથી ખાંડની નિકાસ પણ ઘટી છે. જો કે વિશ્વ બજારમાં મંગળવારે છેલ્લે ખાંડના ભાવો લંડન બજારમાં રિફાઈન્ડ વ્હાઈટ માલોના માર્ચ વાયદાના ૮.૮૦ ડોલર વધીને ૬૦૮.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
કોપર, ટીન તથા નિકલના ભાવોમાં રૃ.૪૦૦થી ૧૫૦૦નો પ્રત્યાઘાતી ઉછાળો
યુરોપના દેશોને ઉગારવા પ્રયત્નો વેગીલા બનેતાં લંડન મેટલ એક્સચેન્જમાં પ્રમુખ ધાતુઓ સ્પ્રીંગની જેમ ઉછળી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૧
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર, ટીન તથા નિકલના ભાવો ઉછળ્યા હતા જયારે જસત નરમ રહી હતી, એલ્યુ.માં હવામાન મિશ્ર રહ્યું હતું. મુંબઈમાં હાજર ભાવો આજે કિવ.દીઠ કોપર વાયર બારના રૃ.૪૦૦ વધી રૃ.૪૭૫૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપ તથા બ્રાસ સ્ક્રેપના ભાવો આજે જાતવાર રૃ.૧૦૦ થી ૪૦૦ વધ્યા હતા. લંડન મેટવ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૪૫૦ વધ્યો હતો અને ત્યાં ૩ મહિનાના ભાવો ૭૩૨૨થી ઉછળી ૭૫૧૪ ડોલર રહ્યાના સમાચારો હતા. યુરોપના દેશોમાં આર્થિક કટોકટી દૂર કરવા મોટું પેકેજ ઈસીબી દ્વારા (૬૪૫ અબજ ડોલર) આપવામાં આવ્યાના સમાચારોની વિશ્વના ધાતુ બજાર પર આજે તેજીની અસર રહી હતી. મુંબઈમાં આજે કિવ.દીઠ ટીનના ભાવો રૃ.૧૫૦૦ વધી રૃ.૧૧૦૫૦૦ રહ્યા હતા જયારે નિકલના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૧૩૩૫૦૦ રહ્યા હતા, એલ્યુ. સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૦૮૦૦ રહ્યા હતા જયારે ઈન્ગોટના ભાવો રૃ.૧૨૮૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. જસતના ભાવો જો કે રૃ.૧૦૦ ઘટી રૃ.૧૨૧૦૦ રહ્યા હતા. સામે સીસાના ભાવો રૃ.૧૧૩૦૦ના મથાળે શાંત રહ્યા હતા. લંડન એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો ટીનના ૧૮૭૨૫ વાળા વધી ૧૯૨૫૦ ડોલર રહ્યા હતા જયારે નિકલના ભાવો ૧૮૪૭૦થી વધી ૧૮૯૮૦ ડોલર રહ્યા હતા. એલ્યુ.ના ભાવો ૧૯૮૩ વાળા ૨૦૦૮ ડોલર, જસતના ૧૮૪૩ વાળા ૧૮૮૪ તથા સીસાના ૧૯૩૯ વાળા ૧૯૮૪ ડોલર રહ્યાના સાચારો હતા. ત્યાં આજે ટીનનો સ્ટોક ૨૩૦ ટન, સીસાનો ૨૬૨૫ ટન તથા નિકલનો ૧૨૮૬ ટન ઘટયો હતો જયારે જસતનો સ્ટોક ૨૨૨૫ ટન તથા એલ્યુ.નો ૩૦૯૨૫ ટન વધ્યાના સમાચારો હતા. ત્યાં એલ્યુ.નો સ્ટોક ૩ દિવસમાં ૧૩૧૦૦૦ ટન વધ્યાના સમાચારો હતા.
રૃમાં ગુજરાત લાઈનમાં સાઉથની મિલો માટે હજાર ગાંસડીના વેપારો થયા ઃ વિશ્વ બજારમાં પીછેહઠ
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા. મથકોએ સ્પોટ પર નિકાસકારોની નવી માંગ જો કે પાંખી રહી હતી સામે મિલોની છૂટીછવાઈ ખરીદી આવતી રહ્યાના સમાચારો હતા. ગુજરાત સંકર-૪માં સાઉથની મિલો માટે હજારેક ગાંસડીના વેપારો રૃ.૩૫૦૦૦ આસપાસ થયાના સમાચારો હતા. ઓલ ઈન્ડિયા આવકો આજે ૧.૪૦થી ૧.૫૦ લાખ ગાંસડી આવી હતી. સ્પોટ પર ભાવો એમ.પી. તથા મહારાષ્ટ્ર બાજુ રૃ.૩૩૫૦૦થી ૩૩૭૦૦ રહ્યા હતા જયારે ગુજરાત સંકર-૪ના ભાવો જગા પર રૃ.૩૪૫૦૦થી ૩૪૭૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણદીઠ જાતવાર રાજસ્થાન બાજુ રૃ.૩૨૩૦થી ૩૩૦૦, હરિયાણા બાજુ રૃ.૩૩૦૦થી ૩૩૬૦ તથા પંજાબ બાજુ રૃ.૩૩૬૦થી ૩૪૧૦ રહ્યાના સમાચારો હતા, દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો પાછલા દિવસના સુધારા પછી આજે ૨૯ પોઈન્ટની નરમાઈ બતાવતા હતા, જો કે ત્યાં દૂરની ડિલીવરીના ભાવો આજે ૮ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા.
એરંડા વાયદો વધી ફરી રૃ.૩૭૦૦ને આંબી ગયો ઃ સોયાખોળમાં રૃ.૬૦૦નો ઉછાળો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો આંચકા પચાવી ફરી વધી રૃ.૩૭૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. મુંબઈ એરંડા માર્ચના ભાવો રૃ.૩૬૮૬ વાળા આજે રૃ.૩૭૦૦ ખુલી નીચામાં રૃ.૩૬૯૦ તથા ઉંચામાં રૃ.૩૭૨૦ રહી છેલ્લે બંધ રૃ.૩૭૦૨ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. જો કે મુંબઈ હાજર એરંડા તથા હાજર દિવેલના ભાવો આજે સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૩ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં સાંજે ભાવો ૧૯ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૫૨ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૮૦.૩૦ વાળો નીચામાં રૃ.૬૭૮.૨૦ તથા ઉંચામાં રૃ.૬૮૩.૧૦ થઈ છેલ્લે રૃ.૬૮૦.૧૦ રહ્યાના સમાચારો હતા, મુંબઈમાં હાજર ભાવો આજે સોયાતેલ રિફા.ના રૃ.૬૫૭ વાળા રૃ.૬૬૦ રહ્યા હતા જયારે સિંગતેલના ભાવો રૃ.૯૬૫ વાળા રૃ.૯૭૦ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો રૃ.૯૮૦ તથા ૧૫ કિલોના રૃ.૧૫૦૦ રહ્યા હતા. મુંબઈમાં હાજર ભાવો કોપરેલના રૃ.૮૦૦ વાળા રૃ.૭૯૦ રહ્યા હતા જયારે કપાસિયા તેલના ભાવો રૃ.૬૩૧ વાળા રૃ.૬૩૨ રહ્યા હતા. સન ફલવારના ભાવો રૃ.૬૬૦ તથા રિફા.ના રૃ.૭૧૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવો રૃ.૬૦૦ ઉછળી રૃ.૧૮૫૦૦ રહ્યા હતા જયારે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૨૯૦૦ રહ્યા હતા અન્ય ખોળોના ભાવો શાંત રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved