Last Update : 22-Dec-2011,Thursday
 
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
 
મૂડી'ઝ ભારતનું રેટીંગ જાળવતાં શેરોમાં મોટાપાયે શોર્ટ કવરીંગ ઃ સેન્સેક્ષ ૫૫૧ પોઇન્ટની છલાંગે ૧૫૭૨૬
કેલેન્ડર વર્ષ ૨૦૧૧માં સેન્સેક્ષનો ૫૦૦થી વધુ પોઇન્ટનો ત્રીજો ઉછાળો ઃ બેંકેક્ષ ૪૮૧ પોઇન્ટ ઉછળ્યો ઃ નિફ્ટી ૧૪૯ ઉછળીને ૪૬૯૩
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડી'ઝ દ્વારા આજે ભારતના ક્રેડિટ રેટીંગને જાળવી 'બી ડબલ એ-૩ રાખતા અને લાંબી મુદતના સરકારી બોન્ડસનું રેટીંગ અપગ્રેડ કરતા એકાએક મંદીનો પવન પલટાઇ જવા સાથે ક્રિસમસ વેકેશનની તૈયારી પૂર્વે વૈશ્વિક મોરચે યુ.એસ.- અમેરિકાની આર્થિક રીકવરીના આશાવાદ અને યુરોપમાં યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીબી) બેંકોને અપેક્ષીત ફંડ કરતા ઘણું વધુ ૬૪૫ અબજ ડોલરનું ધિરાણ કરીને યુરો ઝોનને કટોકટીમાંથી ઊગારી વર્ષ ૨૦૧૨માં પુનઃ આર્થિક રીકવરીના પંથે મૂકવાના સરાહનીય પ્રયાસની પોઝિટીવ અસરે ગઇકાલે- મંગળવારે અમેરિકી શેરબજારોમાં ડાઉ જોન્સની ૩૩૭ પોઇન્ટ અને નાસ્દાક ઇન્ડેક્ષની ૮૧ પોઇન્ટની છલાંગ પાછળ આજે એશીયાના બજારોમાં ચીન સિવાય સાર્વત્રિક તેજીના ફૂંફાળા જોવાયા હતાં. મૂડી'ઝે ભારતનું રેટીંગ બપોરે જાળવી રાખ્યાનાં અને સરકારી બોન્ડસનું રેટીંગ અપગ્રેડ કરી બીએ-૧થી બીડબલ એ થ્રીકરતા પૂર્વે મુંબઇ શેરબજારોમાં પણ ઓવરસોલ્ડ પોઝિશને ગઇકાલે સેન્સેક્ષ ૧૫૧૭૫ અને નિફ્ટી ૪૫૪૪ની ૨૮ મહિનાની નીચી સપાટીથી પાછા ફરીને આજે વૈશ્વિક તેજીના પ્રવાહે અને ક્રિસમસ વેકેશનની તૈયારીએ એફઆઇઆઇની સક્રીયતા ઘટતા સ્પ્રિંગની માફક ઉછળી આવી મોટાપાયે શોર્ટ કવરીંગ સાથે લોકલ દિગ્ગજોના તોફાને સેન્સેક્ષ ૫૫૧ પોઇન્ટ અને નિફ્ટીએ ૧૪૯ પોઇન્ટની છલાંગ લગાવી બંધ રહ્યા હતાં.
વર્ષ ૨૦૧૧નો સેન્સેક્ષનો ત્રીજો ૫૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો ઃ છેલ્લા કલાકમાં ૨૯૦ પોઇન્ટની છલાંગ
યુ.એસ.ના બજારોમાં ગઇકાલે તોફાની તેજી પાછળ આજે ટ્રેડીંગનો આરંભ એશીયાના અન્ય બજારો સાથે અપેક્ષીત ગેપ અપ સાથે થયો હતો. વૈશ્વિક બજારોની પોઝિટીવ અસર સાથે સ્થાનિકમાં સરકારી વરિષ્ઠ અધિકારીએ રોકાણનું સેન્ટીમેન્ટ સુધારવા વિદેશી મૂડી પ્રવાહ આકર્ષવા બધા વિકલ્પો ધ્યાનમાં લેવાશે એવા નિવેદનની પોઝિટીવ અસરે આજે બેંકિંગ, પાવર- કેપિટલ ગુડઝ, ઓટો, મેટલ, આઇટી- ટેલીકોમ, રિલાયન્સ શેરોમાં સાવચેતીમાં મોટાપાયે શોર્ટ કવરીંગ સાથે સેન્સેક્ષ આગલા બંધ ૧૫૧૭૫.૦૮ સામે ૩૧૨.૬૭ પોઇન્ટ ઉપર ગેપમાં ૧૫૪૮૭.૭૫ મથાળે ખુલીને આરંભમાં ખેલંદાઓને ગુમરાહ કરવા બે-તરફી ચાલ બતાવી સુધારો ૨૦૧.૯૬ પોઇન્ટ મર્યાદિત કરી દઇ ૧૫૩૭૭.૦૪ મથાળે લાવી દીધો હતો. જે ૨૨૫થી ૨૫૦ પોઇન્ટના ઉછાળાની રેન્જમાં લાંબોસમય રાખીને છેલ્લા કલાકના તેજીનો હલ્લો બોલાવી દઇ ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી શેરો, આઇસીઆઇસીઆઇ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ફોસીસ, મારૃતી સુઝુકીમાં આક્રમક શોર્ટ કવરીંગ સાથે વેલ્યુબાઇંગે ૨૯૦ પોઇન્ટની છલાંગ લગાવી એક તબક્કે ૫૫૨.૨૯ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૫૭૨૭.૫૭ સુધી લઇ જઇને અંતે ૫૫૦.૬૩ પોઇન્ટની છલાંગે ૧૫૭૨૫.૭૧ બંધ મૂક્યો હતો. આમ સેન્સેક્ષમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૧નો આ ત્રીજો ૫૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આ પૂર્વે સેન્સેક્ષ ૨૪, જૂન, ૨૦૧૧ના ૫૧૩ પોઇન્ટની છલાંગે ૧૮૨૪૧, ૨૮, ઓક્ટોબર, ૨૦૧૧ના ૫૧૬ પોઇન્ટની છલાંગે ૧૭૮૦૫ની સપાટીએ જોવાયા હતાં.
નિફ્ટી ૪૭૦૦ કુદાવી ૧૬૩ પોઇન્ટના ઉછાળે ૪૭૦૭ બોલાયો ઃ નિફ્ટીના ૫૦ શેરોમાંથી માત્ર ચાર નેગેટીવ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૫૪૪.૨૦ સામે ૪૬૩૬.૪૫ ખુલી નીચામાં ૪૬૦૧.૯૫થી ઉપરમાં એક તબક્કે ૧૬૩.૧૫ પોઇન્ટની છલાંગે ૪૭૦૦ની સપાટી પાર કરી ૪૭૦૭.૩૫ની ઉંચાઇએ પહોંચી જઇ અંતે ૧૪૮.૯૫ પોઇન્ટના ઉછાળે ૪૬૯૩.૧૫ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી બેઝડ શેરોમાં આજે સેસાગોવા, આરકોમ, આઇસીઆઇસીઆઇ બેંક, ટાટા પાવર, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસીમાં તોફાની ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીના ૫૦ શેરોમાં માત્ર ચાર શેરો આઇડીએફસી, એચસીએલ ટેક, સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ. નેગેટીવ હતાં.
નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૨૦ પોઇન્ટ પ્રીમિયમે ૪૭૨૫ની ટોચે ઃ ફફડાટમાં વેચાણો કપાયા
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ સપ્તાહના પ્રથમ બે દિવસ વ્હાઇટ એન્ડ વ્હાઇટ દિગ્ગજે મંદીનું તોફાન કરીને ખેલંદાઓને મોટાપાયે શોર્ટ પોઝિશન ઉભી કરવા લલચાવ્યા બાદ આજે એકાએક તેજીના તોફાને વેચાણો કાપવાની અમુક ખેલંદાઓની દોડદોડને પગલે નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૫૦૪૦૧૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૭૩૧.૧૭ કરોડના ટર્નઓવરે ૪૫૫૪.૫૦ સામે ૪૬૫૪ ખુલી નીચામાં ૪૬૧૩.૬૦થી ઉપરમાં ઉછળીને ૪૭૨૫ સુધી જઇ અંતે ૪૭૨૨.૨૫ બોલાતો હતો.
નિફ્ટી ૪૬૦૦નો પુટ ૧૦૫થી તૂટીને ૨૯.૪૦ ઃ બેંક નિફ્ટી ફ્યુચર ૪૪૭ ઉછળીને ૮૨૪૫
નિફ્ટી ૪૭૦૦નો કોલ ૬૨૪૫૫૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૮૫૩.૭૩ કરોડના ટર્નઓવરે ૨૮.૮૫ સામે ૪૨.૫૦ ખુલી નીચામાં ૪૦થી ઉપરમાં ૮૫.૯૦ સુધી જઇ છેલ્લે ૮૨.૦૫ બોલાતો હતો. નિફ્ટી ૪૬૦૦નો પુટ ૬૨૩૪૧૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૫૦૮.૭૨ કરોડના ટર્નઓવરે ૧૦૫.૯૫ સામે ૬૨.૨૫ ખુલી ઉપરમાં ૭૩.૨૫થી નીચામાં ૨૮.૧૫ સુધી ખાબકી જઇ અંતે ૨૯.૪૦ બોલાતો હતો. જ્યારે નિફ્ટી ૪૮૦૦નો કોલ ૪૨૯૧૯૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૩૫૫.૧૫ કરોડના ટર્નઓવરે ૧૨.૯૦ સામે ૨૨ ખુલી નીચામાં ૧૬.૪૫થી ઉપરમાં ૩૯.૯૦ સુધી જઇને છેલ્લે ૩૭ બોલાતો હતો. બેંક નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૯૭૬૯૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૯૬૭ કરોડના કામકાજે ૭૭૯૭.૭૦ સામે ૭૯૮૦.૩૦ ખુલી નીચામાં ૭૯૩૨થી ઉપરમાં ૮૨૪૮ સુધી જઇ અંતે ૪૪૭ પોઇન્ટની છલાંગે ૮૨૪૫ બોલાતો હતો.
ઓવરસોલ્ડ બેંકિંગ શેરોમાં મોટાપાયે શોર્ટ કવરીંગ ઃ બેંકેક્ષ ૪૮૧ પોઇન્ટ, આઇસીઆઇસીઆઇ ૨૫૦ ઉછળ્યા
ઓવરસોલ્ડ બેંકિંગ શેરોમાં આજે મોટાપાયે શોર્ટ કવરીંગ સાથે વેલ્યુ બાઇંગ થતા બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૪૮૧.૪૯ પોઇન્ટની છલાંગે ૯૪૫૬.૫૦ રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૫૦.૦૫ ઉછળીને રૃા. ૭૦૪.૪૫, એચડીએફસી બેંક રૃા. ૨૪.૯૦ ઉછળીને રૃા. ૪૩૯, એચડીએફસી રૃા. ૩૫.૮૦ ઉછળીને રૃા. ૬૫૯, સ્ટેટ બેંક રૃા. ૩૯.૩૦ વધીને રૃા. ૧૬૨૨.૧૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૨૦.૩૫ ઉછળીને રૃા. ૨૯૯.૫૫, બેંક ઓફ બરોડા રૃા. ૩૯.૨૫ વધીને રૃા. ૬૭૮.૯૦, કેનરા બેંક રૃા. ૨૦.૨૫ વધીને રૃા. ૩૮૨, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૨૪.૮૦ વધીને રૃા. ૪૭૦.૨૦, યુનીયન બેંક રૃા. ૯.૦૫ વધીને રૃા. ૧૭૬.૧૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૧૧.૮૦ વધીને રૃા. ૨૪૩.૦૫, એક્સીસ બેંક રૃા. ૩૬.૦૫ વધીને રૃા. ૮૫૫, યશ બેંક રૃા. ૯.૮૫ વધીને રૃા. ૨૫૨.૬૦, ફેડરલ બેંક રૃા. ૧૧.૭૦ વધીને રૃા. ૩૬૨.૮૦, પીએનબી રૃા. ૧૫.૭૦ વધીને રૃા. ૭૯૨.૧૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૮.૯૫ વધીને રૃા. ૨૩૦.૧૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૪૮૧.૪૯ પોઇન્ટ ઉછળીને ૯૪૫૬.૫૦ રહ્યો હતો.
ઓટો ઇન્ડેક્ષ ૨૨૦ પોઇન્ટ ઉછળ્યો ઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૩૯ ઉછળીને રૃા. ૬૯૦
ઓટોમોબાઇલ શેરોમાં પણ શોર્ટ કવરીંગ સાથે વેલ્યુબાઇંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૩૯.૦૫ ઉછળીને રૃા. ૬૯૦, હીરો મોટોકોર્પ રૃા. ૫૭.૬૦ ઉછળીને રૃા. ૧૮૬૮.૭૦, બજાજ ઓટો રૃા. ૧૮.૧૦ વધીને રૃા. ૧૬૨૨.૫૫, ભારત ફોર્જ રૃા. ૧૬.૧૫ વધીને રૃા. ૨૫૩, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૫.૧૫ વધીને રૃા. ૩૩૧, ટાટા મોટર્સ રૃા. ૧.૯૦ વધીને રૃા. ૧૭૬.૮૦ રહ્યા હતાં. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૨૨૦ પોઇન્ટ ૮૧૪૬.૨૩ રહ્યો હતો.
ડોલર નબળો પડી રૃા. ૫૨.૫૦ છતાં આઇટી શેરોમાં આકર્ષણ ઃ ઇન્ફોસીસ રૃા. ૮૫ ઉછળ્યો
યુ.એસ.માં આઉટસોસીંગ બિલ કડક કાયદાના અહેવાલ અને રૃપિયા સામે ડોલર રૃા. ૫૩ની સપાટી ગુમાવી રૃા. ૫૨.૪૨ થઇ અંતે રૃા. ૫૨.૫૦ નજીક રહેતા આઇટી- સોફ્ટવેર શેરોમાં વેચવાલીને બદલે શોર્ટ કવરીંગ સાથે લેવાલી નીકળી હતી. ઇન્ફોસીસ રૃા. ૮૪.૬૫ ઉછળીને રૃા. ૨૭૫૨, વિપ્રો રૃા. ૯.૪૫ વધીને રૃા. ૪૦૫.૧૫, ટીસીએસ રૃા. ૨૬.૯૦ વધીને રૃા. ૧૧૬૦, ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૧૬.૧૦ વધીને રૃા. ૫૪૧, ટેક મહિન્દ્રા રૃા. ૫.૬૦ વધીને રૃા. ૫૭૫.૫૦ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૧૪૧.૪૯ પોઇન્ટ ઉછળીને ૫૭૫૧.૬૫ રહ્યો હતો.
ડોલર તૂટતા પેટ્રોલીંયમ શેરોમાં એચપીસીએલ, બીપીસીએલ વધ્યા ઃ રિલાયન્સ રૃા. ૩૯ ઉછળી રૃા. ૭૫૩
ઓઇલ-ગેસ શેરોમાં આજે ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ૯૮ ડોલર નજીક રહેતા અને ડોલર નબળો પડી રૃા. ૫૨.૫૦ થઇ જવાની પોઝિટીવ અસર જોવાઇ હતી. એચપીસીએલ રૃા. ૧૪.૫૦ વધીને રૃા. ૨૬૬.૫૦, બીપીસીએલ રૃા. ૧૮.૩૦ વધીને રૃા. ૫૨૨, ઓએનજીસી રૃા. ૭.૭૫ વધીને રૃા. ૨૬૦.૯૫, કેઇર્ન ઇન્ડિયા રૃા. ૮.૯૫ વધીને રૃા. ૩૧૯.૪૦, ગેઇલ ઇન્ડિયા રૃા. ૯.૧૫ વધીને રૃા. ૩૮૯.૯૫, મૂડી'ઝ દ્વારા ભારતના રેટીંગને અપગ્રેડ કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩૯.૪૫ ઉછળીને રૃા. ૭૫૩ રહ્યા હતા. બીએસઇ ઓઇલ-ગેસ ઇન્ડેક્ષ ૩૨૫.૬૭ પોઇન્ટ ઉછળીને ૭૯૬૬.૭૫ રહ્યો હતો.
ભારતનું રેટીંગ મૂડી'ઝે જાળવ્યું ઃ ઇસીબીનું પેકેજ ઃ જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૪૮, સેસાગોવા રૃા. ૧૩ ઉછળ્યા
મૂડી'ઝ દ્વારા ભારતના રેટીંગને જાળવી 'બીડબલએ૩' કરતા અને યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીપી) યુરોપની બેંકોને ફંડીંગ માટે ૬૪૫ અબજ ડોલર મંજૂર કરતા અને સ્પેનના નીચી યીલ્ડના બોન્ડસ વેચાણને ગઇકાલે સારા પ્રતિસાદની પોઝિટીવ અસરે યુરોપના બજારો સાથે લંડન મેટલ એક્ષચેન્જમાં ઝડપી રીકવરી પાછળ આજે મેટલ શેરોમાં ચળકાટ જોવાયો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩.૭૫ વધીને રૃા. ૯૧.૯૦, હિન્દાલ્કો રૃા. ૩.૪૫ વધીને રૃા. ૧૨૨.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૩૮.૪૫ ઉછળીને રૃા. ૫૧૮.૫૦, સેસા ગોવા રૃા. ૧૩.૪૦ ઉછળીને રૃા. ૧૬૩.૫૦, સેઇલ રૃા. ૩.૭૫ વધીને રૃા. ૮૦.૭૦, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૩.૬૦ વધીને રૃા. ૧૨૦.૬૦, ભૂષણ સ્ટીલ રૃા. ૭.૮૦ વધીને રૃા. ૩૧૦, ટાટા સ્ટીલ રૃા. ૬.૬૦ વધીને રૃા. ૩૫૦.૮૦ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૬૩.૯૪ પોઇન્ટ ઉછળીને ૯૭૭૫.૧૩ રહ્યો હતો.
મૂડી'ઝના રેટીંગ અપગ્રેડ- પ્રણવના નિવેદન સાથે નિફ્ટીમાં છેતરામણો ખેલ ઃ ખેલંદાઓ બન્ને તરફ ફસાયા
આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડી'ઝ દ્વારા ભારતના રેટીંગને અપગ્રેડ કરી 'બી ડબલ એ' કરતા પોણા વાગ્યા બાદ ઇન્ડેક્ષ બેઝડ મોટી ઉથલપાથલ શરૃ થઇ હતી. રેટીંગ અપગ્રેડ સાથે નાણા પ્રધાન પ્રણવ મુખર્જીના પોઝિટીવ નિવેદને નિફ્ટી ફ્યુચર ૪૬૨૦ નજીકથી ઉછળીને ૧.૩૦ વાગ્યે ૪૬૬૦ જેટલી થઇ જઇ સવારના હાઇ-ટોપ ૪૬૫૨ કુદાવી જતાં વેચાણો કપાવી દઇ ખેલંદાઓને લેણ કરવા લલચાવી દીધા હતા. ત્યારબાદ છેતરામણા ખેલમાં ૧.૪૫ થી ૨.૩૦ વાગ્યા દરમિયાન ૪૬૪૦થી ૪૬૫૫ આસપાસ રમાડીને ૨.૩૦ વાગ્યા બાદ હલ્લાબોલ શરૃ કરી ૨.૪૫ વાગ્યાના નીચામાં ૪૬૧૮ સુધી લઇ જવાઇ હતી. જે ગભરાટમાં ખેલંદાઓના લેણ ખંખેરાવીને ૨.૪૫ બાદ વનસાઇડ તેજીમાં અનેક પતંગ કપાવી ફ્યુચરને ૪૭૨૫ સુધી લઇ જવાયો હતો.
ઇસીબીના બેંકોને ૬૪૫ અબજ ડોલરના ફંડીંગે વૈશ્વિક તેજી ઃ સાંઘાઇ ઘટયો ઃ નિક્કી ૧૨૩ વધ્યો
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૨૩.૫૦ પોઇન્ટ વધીને ૮૪૫૯.૯૮, હોંગકોંગનો હેંગસેંગ ૩૩૬.૨૫ પોઇન્ટ વધીને ૧૮૪૧૬.૪૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨૪.૭૮ પોઇન્ટ ઘટીને ૨૧૯૧.૧૫, તાઇવાન વેઇટેજ ૩૦૩.૮૪ પોઇન્ટ વધીને ૬૯૬૬.૪૮, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫૫.૩૫ પોઇન્ટ વધીને ૧૮૪૮.૪૧, સિંગાપુરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ૫૮.૮૭ પોઇન્ટ વધીને ૨૬૭૩.૩૨ રહ્યા હતા. યુરોપના બજારોમાં ૩૦થી ૯૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૃા. ૧.૧૯ લાખ કરોડનો ઉમેરો ઃ કેશમાં એફઆઇઆઇ-ડીઆઇઆઇ વેચવાલ
ઇન્ડેક્ષ બેઝડ તોફાની તેજી સાથે આજે રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૃા. ૧.૧૯ લાખ કરોડ વધીને રૃા. ૫૩.૭૯ લાખ કરોડ પહોંચી ગયું હતું. અલબત કેશ સેગ્મેન્ટમાં આજે એફઆઇઆઇની રૃા. ૧૪૪.૨૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી અને ડીઆઇઆઇની પણ રૃા. ૧૩૩.૨૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved