Last Update : 22-Dec-2011,Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૧૨-૨૦૧૧, ગુરુવાર
માગશર વદ બારસ - પ્રદોષ વ્ત (વદ ૧૩નો ક્ષય)
સાયન સૂર્ય મકરમાં આજથી ઉત્તરાયણ શરૂ. ભા. પોષ શરૂ.
શિશિર ૠતુનો પ્રારંભ. વંિછુંડો શરૂ.
દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૬ મિ. (સૂ) ૮ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.
જન્મ રાશિ ઃ આજે સવારના ૭ ક. ૪૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર ઃ વિશાખા બપોરના ૧ ક. ૧૨ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-સંિહ, બુધ-વૃશ્ચિક, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-સવારના ૭ ક. ૪૪ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈન વીર સંવત - ૨૫૩૮ રા. દિ. પો. ૧
ઉત્તરાયણ શિશિર ૠતુ, માગશર વદ બારસ ને ગુરુવાર. પ્રદોષ વ્રત સવારના ૭ ક. ૨૫ મિ. બારસ પૂરી થાય છે. વદ તેરસનો ક્ષય છે. શુભ. ભારતીય પોષ માસ શરૂ. વંિછુંડો સવારના ૭ ક. ૪૪ મિ. થી શરૂ. વિષ્ટી ૨૮-૪૦ થી સાયન સૂર્ય મકરમાં ૧૧ ક. ૦૧ મિ. થી. આજથી ઉત્તરાયણ શરૂ. શિશિર ૠતુ શરૂ. ઘી, તેલ, વગેરેના ભાવ વધે. અનાજના ભાવ ઘટે. પ્રજા સુખી. રૂ, લાલ વસ્ત્ર, અનાજ, ગોળમાં ભાવ વધે. કોઇ સ્થળે પવન ફૂંકાય. કોઇ સ્થળે વરસાદ થાય. હિમ પડે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ મોહરમ માસનો છવ્વીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ અમરદાદ માસનો છઠ્ઠો રોજ ખોરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૨૨-૧૨-૨૦૧૧, ગુરુવાર

મેષ ઃ આજે આપે વેપાર-ધંધામાં, નોકરીમાં ઘ્યાન રાખવું પડે. બિમાર વ્યકિતને તકલીફ પીડા વઘુ જણાય. વાહન ચલાવનારે સંભાળવું પડે.

વૃષભ ઃ માનસિક પરિતાપ - વિચારોની દ્વિઘા જણાય. ઉશ્કેરાટ, ગુસ્સો આવી જાય. નોકરી-ધંધામાં, સાંસારીક પ્રશ્નમાં સંભાળવું. શરદી-કફ, મસ્તક પીડા, કમરમાં પીડા રહે.

મિથુન ઃ બજારોની વધઘટમાં વેપાર કરવામાં ઘ્યાન રાખવું. તે સિવાય વિલંબમાં પડેલ કામ ઉકેલાય. રોજીંદા કામની વ્યસ્તતાથી થાક જણાય.

કર્ક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ- રાહત અનુભવાય. હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય. કામમાં ઘ્યાન આપી શકો.

સંિહ ઃ શરદી-કફ - છાતીમાં પીઠમાં દર્દ પીડા, બી.પી.ની વધઘટથી સંભાળવું. નોકરી-ધંધાના કામમાં બિનજરૂરી વિવાદ ચંિતા દોડધામ ખર્ચથી તકલીફ રહે.

કન્યા ઃ અપયશ - અપમાન- વિવાદથી અકળામણ- મુંઝવણ અનુભવો. પરિવારમાં બિમારી ચંિતા વિવાદ જણાય. નોકરી-ધંધામાં શાંતિથી કામ કરવું.

તુલા ઃ આપની માનસિક પરિતાપ- ચંિતામાંથી મુકત થાવ તેવું કામ થાય. નોકરી-ધંધાના ઘર પરિવારના મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપી શકો. બહાર જઇ શકો.

વૃશ્ચિક ઃ વિચારોની સ્થિરતા - એકાગ્રતા જળવાય નહીં. કામ કરવાની ઇચ્છા થાય નહીં. કામ કરવા ખાતર કરતા હોવ તેમ લાગે. જોખમ કરવું નહીં.

ધન ઃ સરકારી- ખાતાકીય કાનૂની કાર્યવાહીમાં નોકરી-ધંધાના નાણાંકીય લેવડ દેવડના વ્યવહારમાં, બેંકના કામકાજમાં સંભાળવું પડે. ચંિતા રહે.

 

મકર ઃ નોકરી-ધંધાના, ઘર પરિવારના રુકાવટવાળા ચંિતાવાળા કામનો ઉકેલ લાવવાના પ્રયત્નમાં સાનુકુળતા જણાય. ચંિતા મુંઝવણ ઓછી થાય.

કુંભ ઃ નોકરી-ધંધાના જવાબદારીવાળા કામમાં, બજારોની વધઘટમાં સરકારી કરારી ધંધામાં, ટ્રાવેલ્સના જમીનના ધંધામાં સંભાળવું પડે.

મીન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ- રાહત થતી જાય. શારિરીક- માનસિક સ્વસ્થતાથી પોતાનું અન્યનું કામકાજ કરી શકો.

- પ્રા. અગ્નિદત્ત પદ્‌મનાભ

જન્મ તારીખ વર્ષ સંકેત

તા. ૨૨ ડિસેમ્બર

આજથી શરૂ થઈ રહેલ જન્મ વર્ષ અવાર નવાર માનસિક પરિતાપ રખાવે પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી ચંિતા મુંઝવણ ઓછી થતી જાય. વર્ષના ઉત્તરાર્ધમાં પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ લગ્ન કે નોકરી-ધંધાનો પ્રશ્ન ઉકેલાતા તમે હળવાશ રાહત અનુભવો.

- નોકરી-ધંધામાં વર્ષારંભે તમારી પ્રગતિ, સફળતામાં અવરોધ જણાય. હરિફવર્ગ, ખટપટ, ઇર્ષા કરનારના કારણે લાગવગ, ઓળખાણ ધરાવનારના કારણે તમારા ભાગ્યોદયની તક છીનવાઇ જાય, પરેશાની ભોગવવી પડે.

- વર્ષના મઘ્યભાગથી વર્ષનો ઉત્તરાર્ધ ચંિતા મુકિતનો રહે. માનસિક શાંતિ, કાર્ય સફળતા, પ્રગતિથી આનંદમાં રહો. જેમને નોકરી ન હોય, આવક ન હોય તેમને નોકરી-આવકની શરૂઆત થાય.

- આરોગ્યની દ્રષ્ટિએ મસ્તક પીડા, વિચાર મગ્નતા, શૂન્યસ્કતા, વ્યસની વ્યકિતને ગળાની, અન્નનળી, લીવરની તકલીફ જણાય.

- સ્ત્રીવર્ગને ચંિતા પછી આનંદ જણાય. અવિવાહીતને વિવાહ લગ્નનું નક્કી થાય. સ્થળાંતર થાય.

- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં ઘ્યાન આપવું પડે. મહેનત વધારે કરવી પડે. વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને પોતાની નવી પરણીને આવેલી પત્ની લીલીને કહ્યું, ''તેં સંગીતનો અભ્યાસ કર્યો છે અને અહીં રીયાઝ ચાલુ રાખ્યો છે એ આપણા માટે બહુ લાભદાયક રહ્યું.''
''એમ કે ?'' લીલી બોલી, ''એ કઈ રીતે ?''
''જોને,'' છગને કહ્યું, ''આપણે પડોશી પોતાનું મકાન આપણને અડધી કિંમતે આપીને જતો રહ્યો...''

[Top]
 

આજ ની રેસીપી

 

જૈન પુલાવ વીથ કબાબ

 

સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્‌લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્‌લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved