Last Update : 21-Dec-2011,Wednesday
 
ભારતના ગામડાઓને મોડે-મોડે બ્રોડબેન્ડ કનેક્ટીવીટી મળશે
- બ્રોડબેન્ડ વપરાશકારોની સંખ્યા વધારવા ટાર્ગેટ ઃ સરકારની યોજનાઓને લાભ
દેશભરમાં નેશનલ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક (ર્શંખશ)ઉભું કરવા કેન્દ્રીય કેબીનેટે મંજૂરી આપતા હવે દરેક પંચાયતને બ્રોડબેન્ડ કનેક્ટીવીટી આપી શકાશે. ૨૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉભી કરાતી આ કનેક્ટીવીટીના કારણે ગવર્નેસ, ઈ-બેન્કંિગ, ઈ-હેલ્થ સર્વિસ વગેરેને મોટી મદદ મળી રહેશે. સરકારની વિવિધ સ્કીમોનો લાભ પણ આ કનેક્ટીવીટી દ્વારા બે લાખ જેટલા ગામો ઉઠાવી શકશે. આ પ્રોજેક્ટના કારણે સરકારની યોજનાઓ પર ગામડાઓ શું કામ કરે છે તે પણ ચેક થઈ શકશે.
શરૂઆતમાં આ બ્રોડબેન્ડ કનેક્ટીવીટી પ્રોજેક્ટ સરકાર હસ્તકની ભારત સંચાર નિગમ લિમીટેડ (મ્જીશન્) તેમજ રીટેઈલ, પાવરગ્રીડ અને ગેસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા કામ કરશે. મ્જીશન્ ને મુખ્ય કામ એટલા માટે સોંપાયું છે કે તેની પાસે ૬,૮૦,૦૦૦ કિમી જેટલા વિસ્તારમાં ઓપ્ટીકલ ફાયબરનું નેટવર્ક તૈયાર છે. અન્ય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરનું કુલ કામ કરતાં પણ તે વધારે છે.
વિશ્વ બેંકનો એક અહેવાલ કહે છે કે બ્રોડબેન્ડના ઉપયોગમાં દશ ટકાનો વધારો થાય તો ય્ઘઁ ગ્રોથમાં ૧.૪ ટકાનો વધારો થાય. પ્રાઈવેટ કંપનીઓ આ પ્રોજેક્ટમાં જોડાઈ છે કેમકે તેમને કનેક્ટીવીટીની કંિમત ઘણી ઓછી આવશે. આમ થવાના કારણે બ્રોડબેન્ડનો ઉપયોગ વધારવાનો સરકારનો હેતુ સફળ થશે.
ભારતમાં ડિસેમ્બર સુધીમાં બ્રોડબેન્ડ વપરાશકારોની સંખ્યા ૭૫ મીલીઅન કરવાનો ટાર્ગેટ છે જ્યારે ૨૦૧૪માં તે ૧૬૦ મીલીયન પર પહોંચાડવાનો ટાર્ગેટ છે. સરકારે વિવિધ ઈ-ગવર્નેસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જે અંદાજે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના છે. જ્યારે બ્રોડબેન્ડ કનેક્ટીવીટી દરેક ગામમાં પહોંચશે ત્યારે આ પ્રોજેક્ટનો મહત્તમ ઉપયોગ થશે.
હાલમાં જે ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક છે જે જિલ્લા મથકો અને ટાઉન લેવલ સુધી છે તે ૨૦,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થયા છે જે યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન (ેંર્જીં)ફંડમાંથી ફાળવાયા છે. જ્યાં કોમર્શીયલી નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં ટેલિકોમ ડીપાર્ટમેન્ટ ગ્રાન્ટ આપીને કનેક્ટીવીટી ઉભી કરી છે. પ્રાઈવેટ કંપનીઓ તેમની આવકના પાંચ ટકા આ ફંડમાં આપે છે.
બ્રોડબેન્ડ કનેક્ટીવીટીના મામલે વિશ્વના ૨૫ વિકાસશીલ દેશોમાં ભારત ૨૧મા નંબરે છે. આ દેખાવ ઘણો નબળો કહી શકાય. નોકિયા સીમેન્સ નેટવર્ક દ્વારા તાજેતરમાં તૈયાર કરેલા રીપોર્ટ અનુસારના આ આંકડા છે. આ અહેવાલમાં મલેશિયા અને ચીલી ટોપ પર છે. જ્યારે સ્વિડન ટોપ પર છે. ભારતનો દેખાવ આ ક્ષેત્રે ઘણો નબળો કહી શકાય એવો છે. આનો અર્થ એ થયો કે ભારતે ઈન્ટરનેટ કનેક્ટીવીટી ક્ષેત્રે ઘણી મહેનત કરવાની છે.
ભારતમાં બ્રોડ બેન્ડમાં રસ લેનાર કે તેનો ઉપયોગ કરનારની સંખ્યા દર સો વ્યક્તિએ માત્ર આઠની છે. એવી જ રીતે મોબાઈલનો ઉપયોગ કરનારા દેશોમાં પણ ભારત નોંધપાત્ર રીતે પાછળ છે.
બ્રોડબેન્ડ કનેક્ટીવીટી અને ઈન્ટરનેટના વપરાશ અંગે કેટલાક રીસર્ચ ગુ્રપે બહાર પાડેલા અહેવાલ અનુસાર વિએટનામ, ટુનીશીયા, ઈરાન પણ ભારત કરતાં આગળ છે જ્યારે ભારતની પાછળ રહેલા દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઈજીરીયા, કેનિયાનો સમાવેશ થાય છે.
નેશનલ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા દરેક પંચાયતને જ્યારે બ્રોડ એન્ડ કનેક્ટીવીટી મળશે ત્યારે ઈન્ટરનેટ દ્વારા સરકારની તમામ યોજનાઓની વિગતો તેમને મળતી થશે. ગામડાઓમાં ઈ-હેલ્થ સર્વિસ મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે. આ ઉપરાંત સરકારી યોજનાઓ ગામડામાં કેવું કામ કરે છે તે પણ જાણી શકાશે કેમકે રોજ-રોજની કાર્યવાહીના આંકડાના ફોર્મ મોકલવા પડશે.
ગામડાની પ્રજાને આ રીતે સીધો લાભ નહીં પણ આડકતરો લાભ ચોક્કસ મળી રહેશે. ઈ-હેલ્થ ક્ષેત્રે સરકાર વિવિધ રોગો સામે રક્ષણ મેળવવાના પ્લાન પણ પૂરા પાડશે. પંચાયત અને રાજ્ય સરકાર વચ્ચે સરકારી પત્ર વ્યવહારમાં જે સમય નીકળતો હતો તે અહીં કપાઈ જશે. સામાન્ય પત્ર વ્યવહાર તો બ્રોડબેન્ડની લાઈન નાખતા જ શરૂ થઈ જશે. નેશનલ ઓપ્ટીકલ ફાયબર નેટવર્કનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે પણ જરૂરી છે. ઈન્ટરનેટનો ઉપયોગ દરેક ગામોના સરપંચ-તલાટીઓ શીખી જાય તે ઝુંબેશ પણ ઉભી કરવી જરૂરી છે.
ભારતના ગામડામાં મોડે-મોડે બ્રોડબેન્ડ કનેક્ટીવીટી ઉભી કરવા અંગે સરકારે જવાબદારી નક્કી કરવાની જરૂર છે. જો ગામડાઓની કાયાપલટ બ્રોડબેન્ડના કારણે શક્ય હતી તો પછી અત્યાર સુધી શા માટે રાહ જોઈ?!
સરકારે હજુ હવે મંજૂરી આપી છે. સરકાર હવે તેનો ભરપુર લાભ ઉઠાવે તે જરૂરી છે. ૨૦ હજાર કરોડ રૂપિયા ગામડાઓના લાભાર્થે ઉગી નીકળે તો જ બ્રોડબેન્ડનો ઉપયોગ સાર્થક ગણાશે.
બ્રોડબેન્ડનું કનેક્શન દરેક ગામ સુધી પહોંચશે ત્યારે અવિકસિત ગામોનો વિકાસ થશે અને ભારતના ઑવર-ઓલ વિકાસમાં તેમનો ફાળો જોવા મળશે. બે લાખ જેટલા ગામોનો ઉત્કર્ષ બ્રોડબેન્ડ કનેક્ટીવીટીના કારણે થશે તે આવકારદાયક પગલું બની રહેશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved