Last Update : 21-Dec-2011,Wednesday
 

જમ્મુથી માંડી ચેન્નઈ સુધી ગામે ગામમાં અણ્ણાના ટેકામાં નીકળેલા સરઘસો

- ડાબેરી જમણેરી મળીને આઠે વિરોધપક્ષોનો એક જ મત... મજબૂત લોકપાલ બીલ બનાવીશું અને એની ચર્ચા સંસદમાં જ થાય
- વડાપ્રધાન સીબીઆઈ અને ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓ વિષે આઠેય પક્ષોની એકમતિ
- ગમે તેટલું મજબૂત લોકપાલ બીલ આવે તો પણ ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય

૪૨ વર્ષના નવી દિલ્હીના રહીશ યમુનાદેવીએ રૂની જાડી વાટને પોતાના બન્ને હાથની હથેળીમાં મૂકીને સળગાવી. યમુના દેવી એ બળતી વાટથી પોતાની હથેળીમાં દાઝતા તો હતા જ પણ એ સહન કરીને એ બોલ્યા, ‘મારી હથેળીમાં બળતી વાટ બે વાતનો સંકેત કરે છે... ‘એથી મને જે પીડા થતી હતી એવી પીડા આપણા દેશની જનતા દરરોજ ભ્રષ્ટાચારનો ભોગ બને છે ત્યારે અનુભવે છે. અને બીજો સંકેત એ છે કે મારી હથેળીમાં જે વાટ સળગતી હતી એ ભ્રષ્ટાચારનો અંધકાર દૂર કરવાની જનતાની ઝુંબેશનો છે.’
મેરઠમાં ટેકનોબાબા નામનો ૩૩ વર્ષનો એક યુવાન હાથમાં ત્રિરંગો ઘ્વજ લઈને નીકળી પડ્યો હતો. એ અણ્ણા હજારેને ફક્ત ટેકો જ નહોતો આપતો પણ એ સાથે એ ટેકનીકલ શિક્ષણ આપવાનો સંદેશ પણ આપતો હતો જેથી આપણા યુવાનોને તરત જ રોજગારી મળી શકે.
બિહારના પટનામાં તબરેજ અલામ નામનો એક યુવાન ચિત્રો રસ્તા ઉપર દોરીને અણ્ણાને ટેકો આપતો હતો તો યોગનો એક વિદ્યાર્થી રસ્તા ઉપર શિર્ષાસન કરીને અણ્ણાને ટેકો આપતો હતો.
અણ્ણાના ગામ રાલેગણ સિદ્ધિમાં પ્રભાતફેરી નીકળી હતી અને બધી દુકાનો બંધ રાખી હતી. જ્યારે અહમદનગર જિલ્લાના જૂદાજૂદા ગામોમાં લગભગ ૬૦૦૦ યુવાનોએ મોટરસાઈકલ રેલી કાઢી હતી. અહમદનગરમાં ૨૩ સ્થળો ઉપર હજારેના ટેકામાં મીટીંગો થઈ હતી.
લગભગ ૯૦૦ ગામોમાં અણ્ણાના ટેકામાં ઉપવાસ પણ એક દિવસનો કેટલાક લોકોએ રાખ્યો. પટનામાં ગાંધી મેદાનમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સંસ્થાના કાર્યકરોએ પણ ઉપવાસ કરેલા. એમાં વિદ્યાર્થીઓ, વકીલો અને વેપારીઓએ ભાગ લીધેલો. ચેન્નઈમાં ૭૦૦ કરતાં વઘુ લોકોએ ઉપવાસ કરેલા. ભાજપ જ્યાં સત્તામાં છે એ કર્ણાટક અને ગુજરાતમાં લોકાયુક્તોના રક્ષણ માટે બેંગ્લોરમાં એક રેલી કાઢવામાં આવેલી અને હજી બીજી રેલી કાઢવામાં આવશે. એ રેલીમાં કર્ણાટકના માજી લોકાયુક્ત સંતોષ હેગડેએ અને વર્તમાન લોકાયુક્ત ગાંધીવાદી નેતા દુરૈસ્વામીએ પણ આગેવાની લીધેલી.
આમ માનોને આખા દેશમાં રવિવાર ૧૧-૧૨-૧૧ તારીખે ઠેરઠેર જંતરમંતર ઊભું થઈ ગયું હતું.. તો દિલ્લીમાં જંતરમંતર ઉપર ભેગા કરાયેલા આઠ જેટલા વિરોધ પક્ષોના નેતાઓએ દસ દસ મિનિટ લોકપાલ બીલ વિષે પોતપોતાના પક્ષની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
મુખ્ય ચાર મુદ્દા આ હતા...
(૧) પી એમ (વડાપ્રધાન) લોકપાલના દાયરામાં આવવા જોઈએ ?
જેનો જવાબ જુદા જુદા પક્ષોનો આ પ્રમાણે હતો...
ભાજપ ઃ હા... પણ જનતાનું હિત અને રાષ્ટ્રની સલામતી સિવાયની બાબતોમાં.
અકાલી દળ ઃ હા.
જનતાદળ ઃ હા.
બીજુ પટનાયક જનતાપક્ષ ઃ હા.
સામ્યવાદી ઃ હા.
માર્ક્સવાદી ઃ હા.
સમાજવાદી ઃ હા.
તેલુગી દેશમ ઃ હા... અણ્ણાને સંપૂર્ણ ટેકો
એનસીપીઆર ઃ હા, પણ સાવચેતીપૂર્વક
(૨) સીબીઆઈ લોકપાલના દાયરામાં આવવું જોઈએ ?
ભાજપ ઃ એ સરકારના નિયંત્રણમાંથી મુક્ત થવું જોઈએ.
અકાલી દળ ઃ ભાજપની સાથે સહમત
જનતાદળ ઃ લોકપાલની નીચે લાવવામાં આવે તો વાંધો નથી.
બીજુ પટનાયક જ.પ. ઃ એ સ્વતંત્ર હોવો જોઈએ.
સામ્યવાદી ઃ એની એન્ટી કરપ્શન બ્રાન્ચ ફક્ત લોકપાલ નીચે આવવી જોઈએ.
માર્ક્સવાદી ઃ સીબીઆઈના ડિરેક્ટરની નિમણુંક એક સ્વતંત્ર સમિતિએ કરવી જોઈએ.
સમાજવાદી ઃ સરકારના નિયંત્રણમાં સીબીઆઈ ન હોવું જોઈએ.
તેલુગુદેશમ્‌ ઃ લોકપાલની નીચે જોઈએ.
એનસીપી આર ઃ એ લોકપાલના વહીવટ નીચે જોઈએ.
(૩) ક્લાસ સીના કારકુનો લોકપાલમાં આવરી લેવા જોઈએ ?
ભાજપ સહિત બધા જ પક્ષોએ હા કહેલી પણ ફક્ત એનસીપીઆર પક્ષે ના કહેલી... (એનસીપીઆર એટલે નેશનલ કમ્પેઈન ફોર પીપલ્સ રાઈટસ ટુ ઇન્ફોર્મેશન નામની અરૂંધતી રોયની સંસ્થા છે. એ સક્રિય રાજકીય પક્ષ નથી.)
આ આઠ પક્ષોના નેતાઓ લગભગ બે કલાક સુધી બોલીને પોતાના પક્ષનું વલણ સ્પષ્ટ કરી ચુક્યા પછી અણ્ણા હઝારેના રથચાલક અને મોટામાં મોટા મહત્વાકાંક્ષી અને અણ્ણાને ઘેરીને અણ્ણાની નામે ચરી ખાતા તેમજ ટી.વી. પર એકએક કલાકનો ઇન્ટરવવ્યુ રૂપિયા વાપરીને દર મહિને આપનાર અરવંિદ કેજરિવાલે દરેકપક્ષ પાસે કેટલાક મુદ્દાઓની ચોખવટ કરવા માંગ કરેલી. એ વખતે સામ્યવાદી પક્ષના નેતા ડી.રાજાએ ઊભા થઈને પેલા બોલી રહેલા કેજરિવાલના હાથમાંથી માઈક આંચકી લઈને કહેલું કે, ‘લોકપાલ બીલ ઉપરની ચર્ચા સંસદમાં જ થશે.’
કેજરિવાલની વાતથી ભાજપના નેતા અરૂણ જેટલી પણ નારાજ થયેલા. એમણે કહ્યું કે, ‘પાયાના મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને હજારેની મોટાભાગની માંગણીઓ પર સહમતિ બતાવી છે. મોટા ભાગના મુદ્દાઓ પર અમે અમારા અભિપ્રાય આપી દીધા છે. એક મજબૂત લોકપાલ બીલ આપવું જોઈએ એ વાત ઉપર અમે બધા સહમત છીએ અને એ માટે અમે બધા જ પ્રયત્નો પણ કરીશું. બાકી અમુક મુદ્દાઓ પર ચર્ચા કરવાનું સંસદ ઉપર છોડી દેવું જોઈએ.’
આમ છતાં કેજરિવાલે બધા રાજકીય પક્ષો ઉપર દબાણ કર્યું કે તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે. (આ કેજરિવાલે એવું કહેલું કે... ‘અણ્ણા હજારે સંસદની ઉપર છે.’ પણ પછી એણે ફેરવી તોળેલું કે... ‘જનતા સંસદથી ઉપર છે.’ એ વખતે પણ કેજરિવાલની ખૂબ ટીકા થયેલી. અણ્ણા સીધા સાદા ભોળા ગામડીયા છે એનો લાભ કેજરિવાલ ઉઠાવે છે. અણ્ણાના આંદોલનને આ કેજરિવાલ જ રાજકીય રૂપ આપી રહ્યા છે.)
આથી ગુસ્સે થઈને બીજુ પટનાયક જનતા પક્ષના નેતા વિનાયક મિશ્રાએ કહેલું કે, ‘સ્ટેન્ડીંગ કમીટીએ તૈયાર કરેલો ડ્રાફ્‌ટ સંસદે સ્વીકારવો જ એવું નથી. સંસદમાં ચર્ચા દરમિયાન એમાં ફેરફાર પણ કરી શકાય છે. સંસદમાં બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે.’
માર્ક્સવાદી પક્ષના વૃંદા કરાતે પણ કહેલું કે, ‘કેજરિવાલ જે કંઈ પૂછી રહ્યા છે એની ઉપર સંસદ સભ્યો વિસ્તૃત ચર્ચા કરશે.’
આ ચર્ચાએ એટલો નિષ્કર્ષ કાઢ્‌યો કે... લોકશાહી વ્યવસ્થામાં સંસદ જ સર્વોપરી છે. શરદ યાદવ અને અરૂણ જેટલી (જનતાદળ અને ભાજપ) ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે... ‘દુનિયા ઉંધી ચત્તી થઈ જાય તો પણ સંસદે જે ઠરાવ પસાર કરેલો હતો એને બદલી શકાશે નહીં.’
એ સાથે સામ્યવાદી પક્ષના બુઝુર્ગ નેતા એ.બી.બર્ધને છાતી ઠોકીને કહ્યું કે એકલો લોકપાલ આ દેશમાંથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે ખતમ નહીં કરી શકે. (કેજરિવાલ અને અણ્ણા તો જાણે એવું સમજાવે છે કે... લોકપાલ બીલ પાસ થઈ જતા અને લોકપાલો તથા લોકાયુક્તોની નિમણુંકો થઈ જતા આપણા દેશમાંથી લાંચરૂશ્વત, ભ્રષ્ટાચાર, કૌભાંડો વગેરે નાશ પામશે.
- ગુણવંત છો. શાહ

આ જાણો છો?....
અમેરિકામાં ભારતીય એન્જીનીયરો
અને ડૉકટરો
અમેરિકામાં જેમ હોટલ- મોટેલનો વ્યવસાય લગભગ ૯૦ ટકા ભારતીયોના હાથમાં છે એમ અમેરિકામાં ડૉકટરો અને એન્જીનીયરો પણ ભારતીય સૌથી વઘુ છે. અમેરિકામાં લગભગ એક ચતુર્થાંશ ભારતીય એન્જીનીયરો છે એટલે ૧૪ ટકા થયા અને આપણા પછી ચીનનું સ્થાન છે.

 

બોનાન્ઝા
અમેરિકન વીઝા માટે હવે સમય બગડશે
નહીં કે લાંબી લાઇનો નહીં રહે!
મુંબઇમાં બાન્દ્રામાં વીસપચીસ વર્ષ પહેલાં જ્યાં ખાડીના પાણીની ગંદકી હતી એનું મોટા પાયે માટી પુરાણ કરીને જે નવો આલિશાન, ભવ્ય વિસ્તાર બનાવાયો એને બાન્દ્રા- કુર્લા કોમ્પલેક્સ અને ટૂંકમાં બીકેસી કહે છે જ્યાં જેમ અમદાવાદમાં મકરબા વિસ્તારમાં કોર્પોરેટ એરીયા વિકસ્યો છે એમ કોરપોરેટ એરીયા વિકસ્યો છે.
અમેરિકાની સરકારની બધી ઓફિસો હવે ત્યાં થઇ ગઇ છે. મુંબઇમાં ભૂલાભાઇ દેસાઇ રોડ કે ચર્ચગેટ વગેરે વિસ્તારોમાં અમેરિકાની સરકારની જે જૂદી જૂદી ઓફિસો હતી એ હવે બીકેસીમાં એક જ છત નીચે આવી ગઇ છે.
આ ફેરફારનો સૌથી વઘુ ફાયદો અમેરિકાનો વીઝા મેળવવાના ઈચ્છુકોને થયો છે કારણ કે આ નવા બિલ્ડીંગમાં વીઝા મેળવવા માટેના ૪૦ કાઉન્ટર બનાવ્યા છે. જ્યારે જૂના બીચકેન્ડી લિન્કન હાઉસમાં ૧૧ જ કાઉન્ટર હતા. આથી વીઝાઈચ્છુકોને લાંબી લાઇનમાં ઊભું રહેવાનું બંધ થઇ ગયું છે અને બીજો સમય પણ બગડશે નહીં.
આ ૪.૦૫ હેકટર જમીન છે જેની માલિકી અમેરિકન સરકારની થઇ ગઇ છે. એમાં અમેરિકી વિદેશ વ્યાપાર સેવા, વિદેશ કૃષિ સેવા, અમેરિકન ઈકોનોમીક સર્વિસ અને અમેરિકન લાઇબ્રેરી પણ આવી ગઇ છે.
અમેરિકન કોન્સ્યુલેટ જનરલ પીટર હાસ કહે છે કે.. ‘‘અમારું નવું ઘર અમેરિકન પ્રવાસીઓ ઉપરાંત અમેરિકા જનારા ભારતીયોની વઘુ સેવા કરી શકશે. બીચકેન્ડી વાળું અમારું મકાન ૧૯૩૦માં બનેલું હતું અને દર વર્ષે ૨,૦૦,૦૦૦ વીઝા અરજીઓને સંભાળવામાં નાનું પડતું હતું. અમેરિકા જવા ઈચ્છુકો દર વર્ષે ૧૫થી ૨૦ ટકા વધતા હોય છે. આ નવી સગવડથી ભારત- અમેરિકન વેપારને પણ પ્રોત્સાહન મળશે.’’
નવી ઈમારતમાં ૧૦ બિલ્ડીંગો છે, ૧૦૦૦ માણસો માટે વેઈટીંગ રૂમ છે, ૧૮,૭૦૦ ચો.મીટર ખાલી જગ્યા છે અને એની પાછળ ૮૩.૫ મિલિયન ડોલર એટલે કે રૂપિયા ૪૦૦ કરોડ કરતાં વઘુ ખર્ચાયા છે.

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved