Last Update : 21-Dec-2011,Wednesday
 
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
 
કોહલીએ ૧૩૨ રન ફટકાર્યા ઃ અશ્વિને ચાર વિકેટ ઝડપી

કેનબેરા,તા.૨૦
ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં ભારત તરફથી કોહલીની ૧૩૨ રનની ઇનિંગ અને અશ્વિને ઝડપેલી ચાર વિકેટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહી હતી. કોહલીની સદી અને રોહિત શર્માની ૪૭ રનની ઇનિંગને સહારે ભારતે પ્રથમ ઇનિંગમાં ૨૬૯ રન કર્યા હતા. અશ્વિને ચાર વિકેટ ઝડપતાં ચેરમેન ઇલેવને બીજા દિવસની રમતના અંતે સાત વિકેટે ૨૧૪ રન કર્યા હતા.
કેનબરાના માનુકા ઓવલ ખાતે ચાલી રહેલી પ્રેક્ટિસ મેચના બીજા દિવસે ધોની અને ઝહીર ખાન સાવ નિષ્ફળ રહ્યા હતા. ધોની માત્ર ૩ રન કરીન હોલેન્ડનો શિકાર બન્યો હતો. હોલેન્ડે કુલ છ વિકેટ ઝડપી હતી. ઇજા બાદ પુનરાગમન કરી રહેલા ઝહીરનો દેખાવ સાધારણ રહ્યો હતો અને તેણે ૧૦ ઓવરમાં ૪૧ રન આપ્યા હતા અને તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહતો.
આજે બીજા દિવસે કોહલી અને રોહિત શર્માએ ગઇકાલના ૪ વિકેટે ૧૬૨ રનના સ્કોરથી ભારતની ઇનિંગને આગળ ધપાવી હતી. કોહલીએ પીચ પર ટકીને રમતાં ૧૭૧ બોલનો સામનો કર્યો હતો અને ૧૮ ચોગ્ગા તેમજ ૨ છગ્ગા સાથે ૧૩૨ રન ફટકાર્યા હતા. જો કે સામેના છેડેથી તેને કોઇનો ટેકો મળ્યો નહતો. રોહિત શર્મા ત્રણ રન માટે અડધી સદી ચુક્યો હતો અને તે ૪૭ના સ્કોર પર જ્યોર્જનો શિકાર બન્યો હતો. જે પછી સ્પિનર હોલેન્ડે ભારતની આખરી પાંચ વિકેટ ઝડપતાં કુલ છ બેટ્સમેનોને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.
ધોની ૩, અશ્વિન ૪, ઝહીર ૪ અને મિથુન ૦ રને આઉટ થયાં હતા. જવાબમાં મિથુને ભારતને પ્રથમ સફળતા અપાવતા ઓસ્ટ્રેલિયન ઓપનર વોર્નરને માત્ર ૨ રનના સ્કોર પર ક્લિન બોલ્ડ કર્યો હતો. જે પછી ઓપનર કોવન સાથે જોડાયેલા ખ્વાજાએ ૭૬ રનની ભાગીદારી કરી હતી. કોવને ૧૫૪ બોલનો સામનો કરતાં ૧૬ ચોગ્ગા સાથે ૧૦૯ રન નોંધાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયાના નિયમિત બેટ્સમેનો ખ્વાજા અને શોન માર્શ ખાસ પ્રભાવ પાડી શક્યા નહતા અને અનુક્રમે ૨૫ અને ૨૦ના સ્કોરે આઉટ થયાં હતા.
સ્પિનર અશ્વિને ચાર વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ધોનીએ વિકેટની પાછળ ત્રણ કેચ ઝડપ્યા હતા. પ્રથમ પ્રેકિટસ મેચમાં ભારત સામે સદી ફટકારનારા કૂપરે ૩૮ રન કર્યા હતા. ઝહીરની ફિટનેસ અને ફોર્મ અંગે ચિંતા ફેલાવા પામી છે. ઝહીરે બે સ્પેલમાં ૧૦-૧૦ ઓવર નાંખી હતી. જો કે ત્યાર બાદ મેદાન પર ઉભા રહેવાને બદલે તે સીધો જ ડ્રેસિંગરૃમમાં જતો રહ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved