Last Update : 21-Dec-2011,Wednesday
 
 
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે

 

ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલેે ભારતમાં ભરોસો વ્યક્ત કરતાં આશ્ચર્ય

મુંબઇ,તા.૨૦
અનુભવી બેટિંગ લાઇનઅપ ધરાવતા ભારત પાસે આ વખતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય મેળવવાની સુવર્ણ તક છે તે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલ માની રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દેખાવમાં છેલ્લા કેટલાક સમયથી ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે,જેના કારણે ચેપલને માઇકલ ક્લાર્કની યંગ બ્રિગેડ પર ભરોસો નથી. તેમણે સ્પષ્ટ કહ્યું હતુ કે, ઓસ્ટ્રેલિયાનો દેખાવ કથળ્યો છે અને ભારત ઓસ્ટ્રેલિયાને તેની ભુમિ પર હરાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
ચેપલે મુંબઇ યોજાયેલી રાજસિંઘ ડુંગરપુર વર્લ્ડ ક્રિકટ સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં જીતવા માટે ભારતની દાવેદારી પ્રબળ હોવાનુ આડકતરી રીતે જણાવ્યું હતુ. સમિટમાં માઇક બ્રેયરલીની સાથે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો કપિલ દેવ, માંજરેકર અને અજય જાડેજાએ ભાગ લીધો હતો.
ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલના ભાઇ ઇયાને કહ્યું હતુ કે, ભારતની સફળતાનો મુખ્ય આધાર મોટાભાગે સેહવાગ અને ઝહીર રહેશે. સેહવાગ એ પ્રકારનો ખેલાડ છે કે જે સતત હરિફ ટીમના બોલરોને દબાણમાં રાખે છે. તે ખુબ જ ઝડપથી શોટ ફટકારે છ અને જંગી સ્કોર ખડકી શકે છે. જ્યારે ઝહીરમાં શરૃઆતમાં વિકેટ ઝડપવાની કુશળતા છે. જે આસાનીથી પાંચ વિકેટ ઝડપવાની ક્ષમતા ધરાવે છે. તેઓ એકલા હાથે ટીમને વિજય અપાવી શકે છે.
નિવૃત્તિ બાદ કોમેન્ટેટર તરીકે પણ જાણીતા બનેલા ઇયાને કહ્યું કે, ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટી ચિંતા તેના સ્ટાર ખેલાડીઓની ઇજા છે. આમ પણ તેમની રમતમાં સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો આશાસ્પદ બેટ્સમેન શોન માર્શ ઇજાના કારણે સાત સપ્તાહથી એક પણ ટેસ્ટ રમ્યો નથી. ઓલરાઉન્ડર વોટસન, પેટ કમિન્સ જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે. જ્યારે જોહનસન તો શ્રેણીમાંથી લગભગ બહાર જ થઇ ગયો છે.
ચેપલે પોન્ટીંગને નિવૃત્તિનો નિર્ણય લઇ લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, પોન્ટીંગ સારો ખેલાડી છે પણ હાલમાં તે સંઘર્ષ કરી રહ્યો છે. તે ૨૦-૩૦ રન કરી પછી કેવી રીતે મોટો સ્કોર કરવો તે જાણે છે. જો કે ઓસ્ટ્રેલિયાને જો ૨-૩ સારા યુવા બેટ્સમેનો મળી જાય તો તેને નિવૃત્ત થવું પડે તેવી શક્યતા છે. પોન્ટીંગ જેવો મહાન ખેલાડી પોતાની રીતે નિવૃત્તિનો નિર્ણય લઇ લે તો મને ગમશે. તેની હકાલપટ્ટી થાય તે સ્થિતી તેણે ટાળવી જોઇએ. દરમિયાનમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવા માટે ભારતીય ખેલાડીઓએ સતત સારો દેખાવ કરવો પડશે. તેંડુલકર ૧૦૦મી સદી કરશે કે નહીં તે અંગેની ચર્ચાથી આખી ટીમ કંટાળી ગઇ છે.જો ખેલાડીઓ પ્રતિબધ્ધતા સાથે નહીં રમે તો ટીમ સારો દેખાવ કરી શકશે નહીં. ભારતીય ફાસ્ટ બોલરોને વધુ મહેનત કરવાની સલાહ આપતાં કપિલે ઊમેર્યું કે,બોલરોએ તેમની ફિટનેસ પર વધુ ધ્યાન આપવું જોઇએ. આજે તો ૧૨૦-૧૩૦ કિમીની ઝડપે બોલરો ૫-૬ ઓવર નાંખીને સંતોષ માનેછે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં તો બીજા દિવસે યુવા વિકેટકિપર કેપ્ટન ધોની બોલિંગ નાંખવા આવી ગયો હતો. યુવા બોલરોએ રણજીમાં લાંબા સ્પેલ નાંખવાની આદત પાડવી જોઇએ. આઇપીએલ ભારતીય ક્રિકેટ માટે સારી છે પણ જો બોલરો માત્ર ચાર ઓવર નાંખીને સંતોષ માની બેસી જાય તો ભારતને મહાન બોલરો નહીં મળી શકે.
માઇક બ્રેયરલીએ ઓસ્ટ્રેલિયામાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, હાલમાં તેઓ પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહ્યા છે અને ટુંકમાં તેઓ વળતો હુમલો કરશે. જ્યારે માંજરેકરે કહ્યું હતુ કે, ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ કરીને ધોનીની ટીમે સાબિત કરવું જોઇએ કે ઈંગ્લેન્ડનો પ્રવાસ એકમાત્ર દુઃસ્વપ્ન સમાન હતો. વિદેશ પ્રવાસમાં રમવા અંગેની ભારતની માનસિકતા બદલાઇ છે અને તેના કારણે ટીમના દેખાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજય જાડેજા માને છે કે આગામી શ્રેણીમાં સેહવાગ અને પોન્ટીંગનો દેખાવ નિર્ણાયક બની શકે છે. જો ઝહીર ફિટ થઇ જશે તો તે ભારત માટે નિર્ણાયક સાબિત થઇ શકે. છેલ્લા બે વર્ષમાં ઝહીરે આખો પ્રવાસ ઇજા વિના પુરો કર્યો હોય તેવું મેં જોયું નથી. વધુમાં તેણે કૂકાબુરા બોલથી વધુ વિકેટ પણ ઝડપી નથી. ઝહીરે તેની મોટાભાગની વિકેટ ભારતમાં જ ઝડપી છે. યુવા ખેલાડીઓને ટીમમાં પુરતા સ્થાન આપવામાં ન આવ્યા હોવા અંગે પણ જાડેજાએ નારાજગી વ્યક્ત કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved