Last Update : 21-Dec-2011,Wednesday
 

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧

- સોનાની ભૂખના લીધે માનવી સમુદ્રના પેટાળમાં ખાણકામ કરવા દોટ મૂકે છે સાગરના પેટાળની જીવસૃષ્ટિ પર ખતરો
- સમુદ્રના તળિયે ઉભરાતા બાકોરા જેવા મુખદ્વારોમાંથી કિંમતી ખનિજો વિપુલ પ્રમાણમાં મળે તેમ છે
- પૃથ્વી પર તાંબાની ખાણોમાં ૦૬ ટકા તાંબુ મળે છે જ્યારે સમુદ્રમાં ૬.૮ ટકા મળે છે
- ૧૬૦૦ મીટર સમુદ્રમાં ઉંડે ૧૫૦ ટનનું લશ્કરી ટેન્ક જેવું વાહન પોતાનો રોબોટિક હાથ ૨૦૧૩માં વીંઝશે

હવે સોનું મેળવવા માટે સમુદ્રના પેટાળમાં દોટ શરુ થઈ છે. આપણે જાણીએ છીએ કે સોનાનું આકર્ષણ માનવજાતને પરાપૂર્વથી રહેલું છે. ઋગ્વેદ, પુરાણો, અન્ય શાસ્ત્રો, હિબુ્ર ગ્રંથો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાં તેના ઉલ્લેખો મળી આવે છે. મિસર અને બેબિલોનિયામાં નવા પાષાણયુગના સ્તરોમાંથી ૮૦૦૦ વર્ષ જૂના સુવર્ણના અલંકારોના અવશેષો મળી આવે છે. સુવર્ણ પ્રાપ્તિની આકાંક્ષાએ મનુષ્ય પાસે લડાઈઓ, સોદા અને વેપાર કરાવ્યા છે. સુવર્ણ ભુગર્ભમાંથી મળી આવતું ખનિજ છે. સોનાના મુખ્ય ઉત્પાદક દેશોમાં દક્ષિણ આફ્રિકા ૪૦ ટકા, રશિયા ૧૭ ટકા, અમેરિકા ૭ ટકા, કેનેડા ૬.૬ ટકા, ઓસ્ટ્રેલિયા ૫ ટકા, ચીન ૪ ટકા છે. આ ઉપરાંત અલાસ્કા, મેક્સિકો, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, રૃમાનિયા ટસ્માનિયા અને ભારતમાંથી સોનું મળે છે. ૧૯૯૧માં સોનાનું વાર્ષિક ઉત્પાદન ૨૧૫૬.૬ ટન હતું તેમ છતાં સોનાની ભૂખ ભાંગી નથી તેથી સમુદ્રના પેટાળમાં સોનું મેળવવા દોટ શરુ થઈ છે.
લગભગ ૧૬૦૦ મીટર સમુદ્રની સપાટી નીચે ૧૫૦ ટનનું લશ્કરી ટેન્ક જેવું વાહન પોતાનો રોબોટિક હાથ વીંઝે છે. આ રોબોટિક હાથમાં ભ્રમણ કરતું એક કટર હોય છે જે ખડકોને કાપે છે. સમુદ્રના તળિયેથી જ્વાળામુખી ચીમની ઉંચે ચઢતી હોય છે તેને આ રોબોટ ધરાશાયી કરે છે તે પછી ખાણિયા રોબોટ તેના પથ પર આગળ વધે છે. એક રોબોટ સપાટ કરેલી સમુદ્રની પથારીને આપે છે તેમાં તાંબા અને સોનાની કાચી ખનિજ ધાતુ હોય છે. બીજા રોબોટ રાક્ષસી વેક્યૂમ ક્લીનર તરીકે કામ કરે છે. તે કાટમાળને દાણાદાર કરે છે અને સપાટી પર પંપની મદદથી પહોંચાડે છે.
જો બધું સમુસૂતરુ પાર ઉતરે તો પપુઆ ન્યુગીનીના દરિયાકાંઠાની અંદર સોલ્વારા-૧ નામની સાઇટ છે ત્યાં ૨૦૧૩માં ભજવાનારું ઉપરોક્ત દ્રશ્ય છે આ યોજના પાછળ જે કંપની છે તે કેનેડાના વાનકુંવરમાં આવેલા નોટિલસ મિનરલ્સ છે. આ યોજના મુજબ સમૃદ્ધ ખનિજ ડીપોઝીટ દરિયાઈ ઉષ્ણજલીય ઉભરાતું મુખ રચે છે. તે જ્વાલામુખી તંત્ર છે જે દઝાડતા ગંધકયુક્ત પાણી (સલ્ફરસ વોટર) મહાસાગરમાં ઓકે છે તે સાથે સમૃદ્ધ ખનિજ ડીપોઝીટ બહાર આવે છે. આમ તે ખાણકામની એક નવી સરહદ છે. તેવી જ રીતે પપુઆ ન્યુગીનીની બીજી સાઇટના પાણીમાં ખોજ કરીને કંપનીનો ઇરાદો ટોન્ગા, ફીજી, વનૌતુ અને ન્યુઝીલેન્ડના દરિયામાં જ્વાળામુખોમાં ખાણકામ કરવા માંગે છે. જો ઉદ્યોગ ખરેખર આગળ વધશે તો કોઈ રાષ્ટ્રના આર્થિક વિસ્તાર પૂરતો મર્યાદિત રહેશે નહીં જે વિસ્તારો કાંઠાથી ૨૦૦ નોટિકલ માઇલ એટલે કે ૩૭૦ કિલોમીટર સુધી દરિયામાં દરેક દેશના કાંઠાથી દૂર જાય છે તેના પર સામાન્યતઃ તેને દરિયાઈ સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર હોય છે. કેટલાક સૌથી મોટા ઉષ્ણજલીય જ્વાલામુખીના ક્ષેત્રો આંતરરાષ્ટ્રીય સરહદમાં પડતા હોય છે. તે બધા ટેક્ટોનીક પ્લેટની સીમાઓ નજીક ઝૂંડ રચતા હોય છે. (પૃથ્વીનો પોપડો સાત જેટલી તોતિંગ અને વિરાટ પ્લેટમાં વિભાજીત થયેલ છે તેની ગતિવિધિ, ભૂકંપો, જ્વાલામુખી, સ્ફોટ અને બીજી ઉથલપાથલનું કારણ ગણાય છે. આ પ્લેટોને ટેક્ટોનાઇટ પ્લેટ કહે છે.) આ ઉષ્ણજલીય ઉભરાતા જ્વાળામુખીના ક્ષેત્રો આંતરરાષ્ટ્રીય જળસીમામાં હોઈ તેમનો ઉપયોગ કરવો કાયદાકીય રીતે જટીલ છે. આવી છૂટ આપવા માટે આંતરરાષ્ટ્રીય સીબેડ ઓથોરિટી છે. ઓગસ્ટ ૨૦૧૧માં ચીન અને રશિયાની અરજી પર વિચારણા કરાનાર છે. તેણે દક્ષિણ પશ્ચિમ ઇન્ડિયન રિડ્ઝ (ધાર) અને મધ્ય એટલાન્ટિક રિડ્ઝના સાઇટનું ૧૫ વર્ષ અન્વેષણ કરવા માગે છે તેનું પૂર્વેક્ષણ કરવા મંજૂરી માંગી છે. એવું લાગે છે કે સમુદ્રમાં ઉંડાઈએ આવેલા ઉષ્ણજલીય જ્વાલામુખોનું ખાણકામ કરવાનો યુગ શરુ થઈ રહ્યો છે. ઉષ્ણજલીય જ્વાળામુખને અંગ્રેજીમાં 'હાઇડ્રોથર્મલ વેન્ટ' કહે છે વેન્ટને આપણે 'ઉભરાતા મુખ' કહી શકીએ.
ઉભરાતા મુખના ક્ષેત્રો ખાણકામ માટે આકર્ષક ગણાય છે. કારણ કે તેમાં ઉચ્ચ ગુણવત્તાની ધાતુઓના કાચા ખનિજ હોય છે. દાખલા તરીકે સોલ્વારા-૧૦ની ડીપોઝીટમાં ૬. ૮ ટકા તાંબાની વજનની માત્રા આવેલ છે. જ્યારે પૃથ્વી પર તાંબાની ખાણોમાં માત્ર ૦.૬ ટકા મળે છે. જ્યારે પાણી દરિયાના તળિયા નીચેના ખડકમાંથી ટપકે છે ત્યારે તેમાં ગંધક અને ધાતુ ઓગળેલ હોય છે. તે મહાસાગરમાં ઉંડાઈએ અતિશીતલ પાણીમાં ૩૫૦ અંશ સેલ્સિયસ સુધી ગરમ ગંધક અને ધાતુ જેમાં ઓગળેલ છે તે નિષ્કાષ પામશે એટલે કે ફેંકાશે તેમાં ધાતુના સલ્ફાઇડના કાળા આક્ષેપો બનશે તેનાથી ઉભરાતા જ્વાળામુખી પર ચીમનીરૃપે રચાય છે. જેમ જેમ ચીમનીઓ પડતી જાય છે અને તેમાં સુધારા થતા જાય છે તેમ તેમ તે ઉભરાતા મુખના સ્રોતો ધાતુથી ખનિજ સમૃદ્ધ ખનિજના નાના નાના ટેકરાઓ અને ઢગલાઓ રચાય છે.
આ ડીપોઝીટોના ખાણકામ કરવાની અપેક્ષા ઘણા વૈજ્ઞાાનિકોમાં ભય ઉભો કરે છે જેમણે આ ઉભરાતા મુખ અને તેમના જીવોનો અભ્યાસ કર્યો છે અનેક જાતના કૃત્રિમ કીડા, મૃદુકવચી ગોકળગાય જેવા જીવો અને સ્તરકવચી જીવો તે મુખોમાં વસવાટ કરતા હોય છે તેમાં બે મીટર લાંબા રાક્ષસી કહી શકાય તેવા 'ટયુબ વોર્મ્સ' (નલિકાકૃમિ) હોય છે તેનું વૈજ્ઞાાનિક નામ 'રિફ્ટીઆ પેથીપ્ટિલા' છે આ ઉપરાંત તેમાં 'યેટી ક્રેબ' હોય છે તેમાં રૃંવાટીવાળા પગ અને જડબા પરથી તેનું નામ 'થેટી ક્રેબ' આપ્યું છે. ક્રેબ એટલે કરચલા અર્થ થાય છે. તેનું વૈજ્ઞાાનિક નામ 'કિવા હીરસુના' છે. આથી ખોરાકની જાળ સૂક્ષ્મજીવો પર આધારિત છે આ સૂક્ષ્મજીવો જરૃરી શક્તિ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિકરણ (ઓક્સિજન સાથે સંયોજન) કરીને મેળવે છે તે હાઇડ્રોજન સલ્ફાઇડ ઉભરાતા મુખોમાંથી ઉત્સર્જીત થાય છે. આ પ્રક્રિયાને રસાયણ સંશ્લેષણ (કેમોસિન્થેસિસ) કહે છે. આ પ્રક્રિયામાંથી ઉપરોક્ત જીવો પોતાના જીવન ટકાવવા ઉર્જા મેળવે છે. રસાયણ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણથી બિલકુલ જુદું છે. આપણે જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણ હરિયાળી વનસ્પતિને ઊર્જા પૂરી પાડે છે તે હવામાંના કાર્બન ડાયોક્સાઇડને શોષી લઈ ઓક્સિજન ઉત્સર્જીત કરે છે. તેના થકી પૃથ્વી પર જીવન ટકે છે અને વિકસે છે.
૧૯૭૭માં સૌ પ્રથમવાર આ સમુદ્રના તળિયે ઉભરાતા મુખ જોવા મળ્યા ત્યારથી દર મહિને જીવની એક જાતિ શોધાતી આવી છે. હજુ આ ઉભરાતા મુખની પારિસ્થિતિકી (ઇકોલોજી) બરાબર સમજાણી નથી. આપણે તે જીવનને ઉપરછલ્લું જ જાણીએ છીએ. તેથી ત્યાં વેપારી ધોરણે ખાણકામ કરવુ વહેલું છે. તેમ કરવા જતા આપણે જે જીવોની જમાતનું અસ્તિત્વ પણ આપણે જાણતા નથી તેને અણજાણે સફાયો કરી બેસીએ તેવી દહેશત છે તેથી આ ખાણકામની પ્રવૃત્તિ આગળ વધારતા પહેલા તેની પર્યાવરણ પર શું અસરો થાય છે તે જાણી લેવું જોઈએ.
પરંતુ એવું શરુઆતમાં વર્ણવેલ 'સોલ્વારા-૧' યોજવામાં થશે નહિ પર્યાવરણ પર થનારી અસરો સામે સારું પ્રબંધન કરેલ છે. સોલ્વારા-૧માં ખાણકામ કરનારી નોટિકલ મિનરલ્સ નામની કંપનીના કહેવા પ્રમાણે સોલ્વાર-૧માં તેની પ્રવૃત્તિ બહુ નાના વિસ્તારમાં થઈ રહી છે. તે વિસ્તાર આશરે ૦.૧ ઔસ કિલોમીટર છે. ફૂટબોલના દશ મેદાનથી તે વધારે નહીં હોય તેની સામે જમીન પર ખાણકામ ઘણા મોટા વિસ્તારમાં થાય છે તેથી તેની ક્ષારપાણીમાં નાનકડો સોલ્વારા-૧ પ્રોજેક્ટ પર્યાવરણ પર કોઈ ખાસ અસર પડે તેમ નથી.
સોલ્વારા-૧ પ્રમાણમાં શાંત મુખદ્વારનું ક્ષેત્ર છે. તેમા સુષુપ્ત ચીમનીઓનો સમાવેશ થાય છે. તેમાંથી કોઈ કાળા ધુમાડા છોડતી નથી. છતાં ચીમનીઓ ગરમ પાણીને છોડતી હોય છે. તે ચેતનવંતા સજીવોને યજમાન છે. આ સજીવોમાં જે સજીવોની વસતી જોવા મળે છે તેમાં ગોકળગાય જેવા મૃદુકવચી જીવો અને ખડકોની નીચે બાઝી જતી છીપો જેને અંગ્રેજીમાં 'બાર્નકલ્સ' કહે છે. તેનો સમાવેશ થાય છે. ખાણકામથી તે બધા નાશ પામશે તે માટે નોટીલસ કંપની ૨.૫ કિલોમીટર દૂર એક આરક્ષિત સાઇટ સ્થાપનાર છે. જ્યારે ખાણકામ પૂરું થઈ જશે ત્યાર તેની ઇયળો (લાર્વા) જે ખાણકામના વિસ્તારમાં લાવવામાં આવશ જેથી તે જીવોની પુનઃ વસાહત સ્થાપી શકાશે.
નોટિલસે સ્વતંત્ર વૈજ્ઞાાનિકોને બન્ને સાઇટનું મૂલ્યાંકન કરવા નીમ્યા તેમણે તારણ કાઢ્યું કે આરક્ષિત સાઇટ યોગ્ય રીતે પસંદ કરવામાં આવી છે તે ખાણકામના વિસ્તાર કરતા વધારે વૈવિધ્યસભર છે. પોટિલસના પ્રબંધકો તરફથી કહેવામાં આવે છે કે ખાણકામ પૂરું થયા પછી તુરત જ ત્યાં ઇયળો લાવી જીવોની વસાહતો પુનઃ ઉભી કરવામાં આવશે નહી પરંતુ તે પહેલાં તે ખાણકામના વિસ્તારનું ત્રણ વર્ષ સુધી સર્વેક્ષણ કરવામાં આવશે.
દરિયામાં આ ઉભરાતા મુખદ્વારો છે તેની આસપાસ જીવસૃષ્ટિ હોય છે. સોનું, તાંબુ વગેરે કિંમતી ધાતુઓ વગેરે મેળવવા તે જીવસૃષ્ટિને તબાહ થઈ જવા ન દેવાય તેને તો કોઈક રીતે જાળવવી પડે. માર્ચ ૨૦૧૧માં આ ઉભરાતા મુખદ્વારોના વિજ્ઞાાનનું સંકલન કરે છે તે આંતરરાષ્ટ્રીય સંસ્થા 'ઇન્ટર રિડ્ઝ' બે મુખદ્વારોના ક્ષેત્રોની એક યાદી તૈયાર કરી તેનું સંરક્ષણ કરવું જોઈએ ત્યાં તપાસ કામગીરી ન કરવી જોઈએ. એટલે કે પૂર્વેક્ષણ ન કરવું જોઈએ. કેટલાક વિજ્ઞાાનીઓ તો બધા જ જીવસૃષ્ટિથી સક્રિય મુખદ્વારોના વિસ્તારોથી સંરક્ષણ કરવાની પણ ભલામણ કરેલ છે. તેમાંથી નીકળતા ધુમાડાથી તેમને શોધવા સહેલા છે.
એક તજજ્ઞાના મતે તો ખાણકામ અને પૂર્વેક્ષણોને અટકાવી દેવા જોઈએ. જ્યાં સુધી મુખદ્વારોની કુદરતી પારિસ્થિતિકીનું સંરક્ષણ કરવાની ચોક્કસ અને મજબૂત માર્ગદર્શિકા નક્કી ન થાય ત્યાં સુધી ખાણકામ અને પૂર્વેક્ષણોને અટકાવી દેવા જોઈએ.
આમ તો સમુદ્રના તળિયે તો અનેક મુખદ્વારો છે તેમાંથી માત્ર એક ટકો જ વેપારી ધોરણે પોષાય ખનીજ ડીપોઝીટ આપી શકે છે. પરંતુ સોના અને તાંબાના ભાવમાં વધારો થાય તો વેપારી ધોરણે ન પોષણ હોય તેવા મુખદ્વારોનું ખાણકામ પોષાતું થઈ જાય છે. માનવીનોલોભ દુર્બળ જીવોની જાતિઓનો નાશ ન કરે તે સામે જાગૃત રહેવું જોઈએ.

 
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved