Last Update : 21-Dec-2011,Wednesday
 

ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ

 
મુંબઈ,તા.૨૦
એરકેસ્ટ્રા બાર વિરૃદ્ધ સ્થાનિક રહેવાસીઓએ કરેલી ફરિયાદને આધારે જ સરકાર આ બાર બંધ કરવાનો આદેશ ન આપી શકે. સરકારે બારના માલિકને પણ તેની બાજુ માંડવાની તક આપવી જોઈએ એવો બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
નવી મુંબઈની સોસાયટીના રહેવાસીઓની ફરિયાદોની નકલ બાર માલિકને આપવાનું જરૃરી છે
ગયા અઠવાડિયે જ બોમ્બે હાઈકોર્ટે આ ફેંસલો સુણાવતા રાજ્યના ગૃહ ખાતાને આદેશ આપ્યો હતો કે સંબંધિત ઓરકેસ્ટ્રા બાર સામે રહેવાસીઓએ જે ફરિયાદ કરી છે તેની નકલ બારના માલિકને આપવામાં આવે અને એ બાબતમાં બારના માલિકનું શું કહેવું છે એ સાંભળીને પછી સજા નક્કી કરવામાં આવે.
ન્યાયમૂર્તિ ગિરીશ ગોડબોલેએ જણાવ્યું હતું કે આ કેસમાં એવું લાગે છે કે બારને સજા કરવાનો આખરી ફેંસલો લેતી વખતે લાયસન્સ ખાતાના સત્તાવાળાએ સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ પર આધાર રાખ્યો છે. જો કે કુદરતી ન્યાયનો મૂળભૂત સિધ્ધાંત છે કે કોઈ વ્યક્તિનો મત સાંભળ્યા વગર તેને સજા ન થઈ શકે.
નવી મુંબઈની ગાર્ડન-વ્યૂ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી બિલ્ડિંગ નીચે ચાલતા હોટેલ સૂરજ ઓરકેસ્ટ્રા બારના કેસ સંબંધે હાઈકોર્ટે આ ફેંસલો સૂણાવ્યો હતો.
૧૨મી નવેમ્બર ૨૦૦૯ની મધરાતે સવા વાગ્યે સ્પેશ્યલ સર્વિસ બ્રાન્ચના પોલીસોએ સૂરજ હોટેલ પર છાપો માર્યો એ વખતે નવ વેઈટ્રેસો બારમાં હાજર હતી અને ગ્રાહકોને અશ્લીલ ચેનચાળા કરતી હતી. કેટલાક કસ્ટમર બારબાળા ઉપર પૈસાની નોટો ઉડાડતા હતા. રાત્રે મોડે સુધી બારબાળાઓ રહી જ ન શકે એમ ફરિયાદમાં જણાવ્યું હતું.
બીજે મહિને બારનું લાયસન્સ શા માટે રદ ન કરવું જોઈએ એ માટેની કારણદર્શક નોટિસ બારને આપવામાં આવી હતી. બારના માલિકે એવો જવાબ વાળ્યો હતો કે બારબાળાઓને રાત્રે ભોજન આપવામાં આવતું હોવાથી ૯.૩૦ પછી પણ ફરજ પર રહે છે. હોટેલમાં ફરજ બજાવતા કર્મચારીઓની ્આવક ઉપર જ તેમના પરિવારો નભે છે. એટલે થોડી રહેમ દાખવવાની વિનંતી છે. જો કે લાયસન્સખાતાના સત્તાવાળાએ બારનું લાયસન્સ રદ કરી નાખ્યું હતું. સરકારી સત્તાવાળાએ લાયસન્સ રદ કરવા માટે એવું પણ કારણ આપ્યું હતું કે ગાર્ડન વ્યૂ સોસાયટીના રહેવાસીઓની પણ બાર વિરુદ્ધ કેટલીય ફરિયાદો મળી હતી.
બાર વતી એડવોકેટ રમેશ સોનીએ હાઈકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે સોસાયટીના રહેવાસીઓની ફરિયાદોની કોઈ કોપી સરકારે અમને આપી નહોતી. એટલે આ આરોપો સામે દલીલ કરવાની તક નહોતી અપાઈ. આથી હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે રહેવાસીઓની ફરિયાદોની નકલ બારના માલિકને આપવામાં આવે અને અએમની બાજુ સાંભળ્યા પછી ૩૧મી ડિસેમ્બર સુધીમાં નવેસરથી આદેશ આપવામાં આવે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved