Last Update : 21-Dec-2011,Wednesday
 
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો

 

શિયાળો બેસતાંની સાથે જ શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો

મુંબઇ તા.૨૦
ખાદ્યાન્નના ભાવવધારા સામે વાર્ષિક રાહતના સ્વરૃપે શિયાળાએ શહેરભરની રિટેલ માર્કેટસમાં શાકભાજીના ભાવમાં અડધો અડધ ઘટાડો કરી નાખ્યો છે. મહિનાઓ સુધી મુંબઇગરાને ઉચાટ જીવે રાખ્યા બાદ ટામેટા કિલોના રૃા.૧૬થી ૨૦ ના વાજબી ભાવે મળે છે. જ્યારે ફૂલ કોબીના ભાવ અગાઉના સરેરાશ રૃા.૬૦ પરથી ઘટીને રૃા.૩૦ થઇ ગયા છે. જવલ્લે જ જોવા મળતી બાબતરૃપે લીલા વટાણા આજકાલ કિલોના રૃા.૨૫ થી ૨૮ના ભાવે વેચાઇ રહ્યા છે. વટાણાનો ભાવ ત્રણ આંકડા સુધી પહોંચી ગયો હતો એની અત્રે નોંધ લેવી ઘટે.
શકભાજીની યાદીમાં સૌથી ઉપર ટામેટા આવે છે, જેનો ભાવ છેલ્લા થોડા મહિના દરમિયાન પરાંની બજારોમાં રૃા.૨૦ થી ૩૦ હતો. ટામેટાના ભાવ લગભગ ૫૦ ટકા ઘટી ગયા છે. કાંદાની જેમ ટામેટાં વિના પણ કોઇ ભારતીય વાનગી સંપૂર્ણ નથી ગણાતી. સીઝનમાં ટામેટા ૧૦ થી ૧૨ રૃપિયે કિલો વેચાય છે. ટામેટાના ભાવ સાવ તળિયે ક્યારે જાય છે એ હવે જોવાનું રહે છે.
રવિવારે સાંજે અંધેરી મ્યુનિસિપલ માર્કેટનું દ્રશ્ય જોવા જેવું હતું. ગણતરીના સમયમાં તાજા લીલાછમ વટાણાના ઢગલામોઢે ચપોચપ વેચાઇ ગયા હતા. સસ્તા વટાણાંથી મુંબઇની બજારો ઊભરાઇ રહી છે. છેલ્લા વરસથી માત્ર શિયાળા દરમિયાન સૌને પરવડી શકે એવા ભાવે તાજા વટાણાં મળે છે. 'વરસના બાકીના સમયગાળા દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા વટાણાં ખરીદીએ છીએ, જેનું અડધો કિલોનું પેકિંગ રૃા.૬૦માં મળે છે. તાજા વટાણાં ભાગ્યે જ મળે છે. અને એની કંગાળ ક્વૉલિટીનો ભાવ પણ કિલોના રૃા.૧૨૦-૧૬૦ જેટલો ઉંચો હોય છે, એમ બોરીવલીના રહેવાસી અનંત મહેતાએ જણાવ્યું હતું.
વીકએન્ડમાં બજારોમાં બીજા શિયાળું શાક ઉપરાંત કોબીપત્તા અને ગાજરના ઢગલેઢગલા ખડકાયા હતા. શાકના ભાવ હમણાંથી ભાગ્યે જ ઘટતા હોવાથી લોકોના ટોળેટોળા ખરીદી કરવા ઉમટી પડયા હતા. 'ફેબુ્રઆરીથી છેક નવેંબર સુધી કોબી કિલોના રૃા.૬૦ના ભાવે વેચાય છે, આજે એ રૃા.૩૦માં મળે છે. શિયાળાના ત્રણ મહિના ખરીદદારો માટે રાહત લઇને આવે છે,' એમ અંધેરીના એક કાછિયાએ જણાવ્યું હતું.
શહેરની બજારોમાં લાલચટાક ગાજરના ઢગલાં પણ ખડકાયા હોવાથી મુંબઇગરા જમ્યા પછી ડેઝર્ટરૃપે ગાજર હલવો ખાઇ શકશે. સરેરાશ કિલોના રૃા.૩૦ના ભાવે વેચાતા સુકાયેલા કેસરી રંગના ગાજરને બદલે શિયાળામાં આવતા લાલ ગાજરમાં કુદરતી મીઠાશ હોય છે.
સિંધી અને ગુજરાતી પરિવારોનું માનીતું લીલું લસણ પણ બજારમાં આવી ગયું છે. લીલું લસણ મબલખ પ્રમાણમાં આવી રહ્યું છે અને એનો ૧૦૦ ગ્રામનો ભાવ રૃા.૧૫ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved