Last Update : 21-Dec-2011,Wednesday
 

ટ્રસ્ટ એકટનો કાયદો રદ નહી થાય તો હવે સાધુઓ આંદોલનના માર્ગે

 
આગામી ૩૦મી ડીસે. સુધીમાં ટ્રસ્ટ એકટનો કાયદો રદ કરવાની ચીમકી

દ્વારકા, જેતપુર, તા.૨૦
સરકાર દ્વારા ધાર્મિક સંસ્થાઓનો કબ્જો લેવા માટે ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૨૦૧૧ કાયદો બનાવવાના વિરોધમાં બે દિવસ પૂર્વે સુરેન્દ્રનગર ખાતે દ્વારકાના જગદગુરૃ શંકરાચાર્યની અધ્યક્ષતામાં ગુજરાતભરના સંતોનું સંમેલન મળ્યું હતું. જેમાં તા.૩૦ ડિસેમ્બર સુધીમાં કાયદાને રદ કરવાનો વિધાનસભામાં ઠરાવ નહિ કરાય તો આગામી તા.૪ના રાજકોટ ખાતે ગુજરાતભરના તમામ સંતો એક દિવસના ઉપવાસ કરી કાળા કાયદા સામે આંદોલનના મંડાણ કરશે.
રાજકોટમાં ટ્રસ્ટ એકટના કાળા કાયદા સામે રાજયભરના સાધુ - સંતો ઔતા.૪ જાન્યુ.ના ધરણાં કરશે, ભાજપ સરકારની નીતિ સામે સાધુ - સંતો ખફા
સુરેન્દ્રનગરમાં જગદગુરૃના અધ્યક્ષસ્થાને મળેલા મહાસંત સંમેલનમાં ગુજરાતભરમાંથી સંતો ઉમટી પડયા હતાં. અને તમામે એક અવાજે આ કાયદો પાછો ખેંચી લેવા માંગ કરી હતી. આ અંગે સંતોએ જણાવ્યું હતું કે, આ કાયદાની ૩૪૯ કલમ હેઠળ સરકાર ઈચ્છે ત્યારે ધાર્મિક સંસ્થાઓ પર કબ્જો જમાવી શકે છે. કાયદો પસાર કરી સરકાર તમામ સંસ્થાઓના હાથ - પગ ભાંગી નાંખવા માંગે છે. આ સાથે વધુમાં જણાવ્યું કે જે રાજકારણીઓ મંદિરોના દર્શન કરી ચૂંટણી જીતવાની માનતા રાખતા તે જ જીતી ગયા બાદ ધર્મસ્થાનોના માલિક બનવાનું સ્વપ્ન સેવી રહ્યાં છે. સંતો દ્વારા સરકારને ઉદેશીને જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના શિવાજી હજુ દ્વારકામાં બેઠા જ છે. અમદાવાદના ચૈત્નય મહારાજે મોદી સરકારે સતાના નશામાં સંતોને છંછેડયા હોવાનું જણાવ્યું હતું. જયારે દ્વારકાપીઠના જગદગુરૃ શંકરાચાર્ય દ્વારા આદેશની પરંપરા યાદ કરાવતા જણાવ્યું હતું કે, રાજસતા હંમેશા ધર્મસતાની નીચે જ રહી છે. ગુજરાતના તમામ સંતોને ચોર સમજીને કાયદો બનાવી તેના જ પૈસાથી સરકારે નજર રાખવાનું કામ કર્યું છે. હાલ મુસ્લિમોને મદ્રેસામાં ઈસાઈઓને મિશનરીમાં શિક્ષણ મળી રહે છે. પરંતુ હિન્દુઓને હિન્દુધર્મનું શિક્ષણ કોઈ રાજયમાં મળતુ નથી! વર્તમાન સમયમાં માત્રને માત્ર મંદિરો દ્વારા થોડે ઘણે અંશે ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે. અને તેની પર પણ સરકારે નજર બગાડી કાયદો લાધ્યો! અંતમાં ૩૦ ડિસેમ્બર સુધીમાં વિધાનસભામાં કાયદો રદ કરવા માંગણી કરી છે. અન્યથા તા.૪થી ગુજરાતભરના સંતો રાજકોટ ખાતે એક દિવસીય ઉપવાસ કરી આંદોલનના મંડાણ કરનાર છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved