Last Update : 21-Dec-2011,Wednesday
 
ઠંડીના દસ દિવસમાં ૫૦ લાખના ગરમ વસ્ત્રોનું ચપોચપ વેચાણ
 
ઠંડીમાં ગરમ કપડાંની બજાર બની ગરમ

રાજકોટ, મંગળવાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે. દિવસ કરતાં રાત્રે લોકોએ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવા પડે છે. શહેરમાં ઠંડી પડતાની સાથે ગરમ કપડાંની માર્કેટમાં તેજી આવી છે. ઠંડી પડતા લોકો દ્વારા ગરમ શાલ, સ્વેટર, મફલર, મોજા, જેકેટ, ટોપીની ખરીદી માટે ધસારો થતા ૧૦ દિવસમાં શહેરમાં ૫૦ લાખથી વધુ ગરમ વસ્ત્રોના વેચાણ થઇ ગયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
ગરમ કોટ, શાલ, સ્વેટર અને ટોપી-મોજાના વેચાણમાં એકાએક ઉછાળો ગુજરીબજારમાં પણ જૂના ગરમ કપડાં ખરીદવા માટે લોકોનો ધસારો
રાજકોટમાં ગરમ વસ્ત્રો વેચતા મોટા વેપારીઓ ૨૦ થી વધુ છે. જ્યારે ગરમ વસ્ત્રોનો સીઝનલ વેપાર કરતા ૧૦૦થી વધુ વેપારીઓ છે. આ ઉપરાંત તિબેટીયન માર્કેટ તથા ઘરોઘર ગરમ વસ્ત્રો વેચવા નીકળી પડતા પરપ્રાંતિય ફેરિયા અલગ. આ ઉપરાંત છેલ્લા થોડા વર્ષો લોકો થર્મલ વેર પણ ખરીદતા થયા છે.
રાજકોટના ગરમ વસ્ત્રોના વેપારના જણાવ્યા મુજબ શહેરમાં તમામ પ્રકારના ગરમવસ્ત્રોનો જથ્થો લુધીયાણાથી જ આવે છે. ત્યાંના વેપારીઓને એકવર્ષ અગાઉ મોટા વેપારીઓ ઓર્ડર આપી દે છે અને દિવાળી બાદ માલની ડિલેવરી અપાય છે. મોટા વેપારીઓ માલ મંગાવે છે તેમની પાસેથી નાના વેપારીઓ તથા ફેરીયા દ્વારા જાંગડ માલ લઇ વેચાણ કરાય છે. રાજકોટમાં ગામડાની ખરીદી પણ વિશેષ રહે છે.
રાજકોટવાસીઓની ટેન્ડન્સીની વાત કરતા વેપારી વર્તુળે જણાવ્યું હતું કે ઠંડીના અપ-ડાઉનની સાથે ગરમવસ્ત્રોની ખરીદીમાં પણ લોકોની માંગનું અપડાઉન થયા કરે છે. ઠંડી પડે ત્યારે લોકો ગરમ કપડાંની ખરીદી માટે ધસારો કરે છે. વળી ઠંડી હળવી થાય એટલે ખરીદી ઘટે છે. વળી ઠંડી વધે એટલે ખરીદી વધે છે. આમ શિયાળામાં ગરમ વસ્ત્રોની માંગ એકસરખી જળવાતી નથી. શિયાળાની શરૃઆતમાં સ્કૂલના વિદ્યાર્થીઓના સ્વેટર માટેની સારી માંગ રહે છે.
ગૃહિણીઓ મોટેભાગે શાલ, સ્વેટર ઉપર તો યુવા વર્ગ લેધર, રેકઝીન, જીન્સ જેકેટ ઉપર પસંદગી ઉતારે છે. બાળકો માટે વુલન સ્વેટર, ટોપીની માંગ વધુ રહે છે. નવા ગરમ વસ્ત્રોની પેરેલલ ગરમ વસ્ત્રોની ગુજરી બજારમાં પણ તેજી આવી છે. ગુજરી બજારમાં જૂના સ્વેટર, જેકેટની માંગ વધુ રહે છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved