Last Update : 21-Dec-2011,Wednesday
 
ડીનની અન્યાયી કામગીરીથી ત્રસ્ત વિદ્યાર્થીઓની કાર્યવાહીની માંગણી
 
વિસનગરની ડેન્ટલ કોલેજના

વિસનગર, તા. ૨૦
મહેસાણા જીલ્લાના વિસનગર સ્થિત નરસિંહભાઇ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પીટલનાં ઈન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓએ દેશભરની ડેન્ટલ કોલેજોની અધિકૃત ઈન્સ્ટીટયુટ ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને એક પત્ર પાઠવીને છેલ્લા ચારેક માસથી કોલેજના ડીન તરફથી તેમની સાથે કરવામાં આવેલ અન્યાય તથા હેરાનગતિ- પરેશાનીનું નિરાકરણ લાવવા વિસ્તારપૂર્વક રજૂઆત કરી છે.
સહનકર્તા વિદ્યાર્થીઓએ ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને પત્ર પાઠવી કરેલી રજુઆત
વિસનગરની દાંતની કોલેજ તથા હોસ્પીટલના ૪૩ જેટલા ઈન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓએ ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને પાઠવેલા પત્રમાં કોલેજના ડીનની વિવિધ હરકતો પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે- ડીનની સરમુખત્યારી રીતરસમો સામે અમે લડી લેવાનો નિર્ધાર કર્યો હતો અને નવ દિવસ સુધી શાંત હડતાલ પાડીને અમારી લાગણી તથા માંગણી રજુ કરી હતી.
ત્યારબાદ ડેન્ટલ કોલેજના ચેરમેનની મધ્યસ્થીથી હડતાલ સમેટી લેવામાં આવી હતી તેનો નિર્દેશ કરતાં પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આ સમાધાનની વાટાઘાટો દરમ્યાન ડીને તેઓ ભવિષ્યમાં આવી કોઇ હરકતો નહીં કરે તેવી ખાત્રી આપી હતી. જેના પરિણામે હડતાલનો અંત આવ્યો હતો.
પત્રમાં વિદ્યાર્થીઓએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, હડતાલમાં સામેલ થયેલા વિદ્યાર્થીઓને દાઢમાં રાખીને તેમની યાદી તૈયાર કરવામાં આવી હતી. આમ હડતાલમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે કિન્નાખોરી રાખીને તેમને પ્રેકટીકલ પરીક્ષામાં નાપાસ જાહેર કર્યા હતા.
કોલેજના ચેરમેન ભોળાભાઇ પટેલને અન્યાયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ મળ્યા હતા તેનો ઉલ્લેખ પત્રમાં કરીને વધુમાં જણાવ્યું છે કે, આ મુલાકાત વખતે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને ચેરમેને કહ્યું હતું કે, તેઓ આ બધી બાબતોથી સાવ અજાણ છે. તેઓએ વિદ્યાર્થીઓને આ પ્રશ્ને મદદરૃપ થવાની ખાત્રી આપી હતી. જેના સંદર્ભમાં ચેરમેન ભોળાભાઇ પટેલ ઉત્તર ગુજરાતની હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળ્યા હતા. આખરે યુનિવર્સિટીએ આ પ્રકરણની ગંભીર નોંધ લઇને જે વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા તેમને પાસ જાહેર કર્યા હતા.
આ વિદ્યાર્થીઓએ તેમના આ પત્રમાં કોલેજના ડીન સામે સખ્ત પગલાં ભરવા ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને વિનંતી કરી છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved