Last Update : 21-Dec-2011,Wednesday
 
ડીસામાં ખેડૂતોની વિશાળ રેલી યોજાઈ

 

ડીસા,તા.૨૦
ડીસા ખાતે બટાટાનું ઉત્પાદન કરતા ખેડૂતોએ બટાટા ભરેલા ટ્રેકટરો દ્વારા મહારેલી યોજી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ૪૦૦ થી પણ વધારે ટ્રેકટરોમાં બટાટા ભરી આશરે ૧૦ હજાર ખેડૂતોએ હાઈવેથી શરૃ કરી સમગ્ર ડીસા શહેરના માર્ગો પર બટાટા ઠાલવ્યા હતા. બટાટાની ખેતીના ૧૦૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એરપોર્ટના મેદાનથી શરૃ થયેલી આ ટ્રેકટર રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર બટાટા ઠાલવતી નિકળી હતી અને બપોર બાદ ડીસા નાયબ કલેકટરની કચેરીએ પહોંચી હતી. જ્યાં સેંકડો બોરી બટાટા ઠાલવી ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
૪૦૦થી વધારે ટ્રેકટરો સાથે ૧૦ હજાર જેટલા ખેડૂતો રેલીમાં જોડાયા ઃ માર્ગો પર ૩૦ હજાર બોરી બટાટા ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો
આ સમગ્ર રેલી દરમિયાન આશરે ૩૦ હજાર જેટલી બટાટા ભરેલી બોરીઓ પાલનપુર-ડીસા નેશનલ હાઈવે પર બટાટા ઠાલવવામાં આવતાં કલાકો સુધી નેશનલ હાઈવે પર ચક્કાજામ સર્જાયું હતુ. જ્યારે શહેરની અંદરના માર્ગો ઉપર પણ વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો હતો.
આશરે ૫ કલાક સુધી ચાલેલી આ અભૂતપૂર્વે રેલીએ શહેરીજનોને આશ્ચૅયમાં મૂકી દીધા હતા. હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવા માટે પોલીસ તંત્રએ તાકીદે કામગીરી હાથ ધરી હતી. જ્યારે ડીસા શહેરમાં ઠાલવવામાં આવેલા બટાટા ટ્રેકટરો તેમજ અન્ય વાહનો દ્વારા કચડાઈ જવાથી સમગ્ર શહેર ગંધાઈ ઉઠયુ છે અને કચડાયેલા બટાટાના કિચડનું સામ્રાજ્ય સમગ્ર શહેર તેમજ હાઈવે વિસ્તારમાં પથરાઈ ગયુ છે અને જાહેર આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
ડીસા વિસ્તારમાં ચાલુ વર્ષે બટાટાનું બમ્પર ઉત્પાદન થતાં ખેડૂતોએ પોતાના બટાટા ડીસા વિસ્તારના આશરે ૭૨ જેટલા કોલ્ડ સ્ટોરેજમાં ભર્યા હતા.
નવેમ્બર માસમાં કોલ્ડ સ્ટોરેજ બંધ કરવાના સમયે આશરે ૨૫ થી ૩૦ લાખ બોરી બટાટા સંગ્રહાયેલા પડયા હતા. પરંતુ બજારમાં આ બટાટા વેચાતા ન હોવાથી અને ભાવ ગગડી જતાં ડીસા વિસ્તારના ખેડૂતોને ૪૦૦ કરોડ રૃપિયા જેટલું નુકશાન થઈ રહ્યુ હતુ. આ સંદર્ભે છેલ્લ બે માસથી સરકારમાં રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ હકારાત્મક પગલા ન લેવાતા અંતે ગુજરાત બટાટા ઉત્પાદક ખેડૂત સંગઠન સમિતિ તેમજ ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા ખાતે કિસાન મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મંગળવારે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના બટાટા ટ્રેકટરોમાં ભરી એરપોર્ટના મેદાન પર એકઠા થવા લાગ્યા હતા. ત્યાં મળેલી ખેડૂતોની સભાને ખેડૂત સંગઠન સમિતિ તેમજ ભારતીય કિસાન સંઘના નેતાઓએ સંબોધી હતી. આ સભામાં ખેડૂતોએ સરકારની નીતી સામે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.
આશરે બપોરના ૧૨ વાગ્યાના સુમારે ટ્રેકટર રેલીનો પ્રારંભ થયો હતો. સૌ પ્રથમ હોટલ દિપક આગળથી પસાર થતાં નેશનલ હાઈવે જામ કરી દેવામાં આાવતા ડીસા-પાલનપુર હાઈવે કલાકો સુધી બંધ થઈ ગયો હતો.
શહેરના સરદારબાગ આગળ પ્રવેશતા જ ખેડૂતોએ પોતાના ટ્રેકટરોમા ભરેલા બટાટા રસ્તા પર ઠાલવવા લાગ્યા હતા. ૪૦૦થી વધારે ટ્રેકટરો અને આશરે ૧૦ હજાર જેટલા ખેડૂતોની આ રેલી શહેરના સમગ્ર માર્ગ પર બટાટા ઠાલવતી આગળ વધી હતી અને સરકાર વિરોધી સૂત્રો પોકારતી પાંચ કલાક પછી ડીસા નાયબ કલેકટર કચેરીમાં પહોંચી હતી. જ્યાં સૂત્રોચ્ચાર કરી મોટી સંખ્યામાં કલેકટર કચેરી સામે બટાટા ઠાલવ્યા હતા.
ત્યાંથી આગળ વધેલી રેલીએ ફરીથી જલારામ મંદિર પાસે નેશનલ હાઈવે જામ કરી દીધો હતો. જાહેર માર્ગો પર આશરે ૩૦ હજાર જેટલા બોરી બટાટા ઠલવાતા શહેરના માર્ગો કચડાયેલા બટાટા દુર્ગંધ મારતા કાદવમાં ફેરવાઈ ગયા છે અને સામાન્ય વાહન વ્યવહાર માટે પણ આ માર્ગો ઉપયોગી રહ્યા નથી રેલીના અંતે ખેડૂતોએ એક આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજુ કરી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved