Last Update : 21-Dec-2011,Wednesday
 
મતદાર યાદીમાં છબરડાઃ અનેકના ફોટાઓની અદલાબદલી થઇ ગઇ

 

એજન્સી કરેલી ભૂલોની સુધારણામાં તંત્ર વ્યસ્ત ઃ ઇમેજ સામે નામ નથી તો કયાંક નામ સામે ઇમેજ નથી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
નવા વર્ષના પ્રારંભમા મતદારયાદી પ્રસિધ્ધ કરવા માટેની તૈયારી અત્યારે પુરજોશમા ચાલી રહી છે પરંતુ આ મતદારયાદીમા અત્યારે ગંભીર પ્રકારના છબરડાઓ જે-તે એજન્સી દ્વારા કરવામા આવતા તેને સુધારા કરવા માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કમર તુટી રહી છે. જે તે તાલુકાના લાખો મતદારોની યાદી તપાસવાની કામગીરી અત્યારે અંતિમ તબક્કામા છે પરંતુ અનેક પ્રકારની ભુલોના કારણે તેને ફરીથી તૈયાર કરવામા આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે તાજેતરમા સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ એક માસ સુધી હાથ ધરવામા આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અડધા લાખથી વધારે મતદારોનો ઉમેરો થયો હતો. જ્યારે અનેક મતદારોએ પોતાના એપીક કાર્ડમા થયેલી ભુલો સુધારવા માટે અરજી કરી હતી. વડોદરાના દરેક તાલુકામા એક માસ સુધી મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલ્યા બાદ હવે તેની એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. જે એજન્સીને કામ સોંપવામા આવ્યુ છે તે એજન્સી દ્વારા અત્યારે ડેટાએન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. તા. ૫ જાન્યુઆરીના રોજ નવી મતદારયાદી જાહેર થવાની છે. જેના પગલે સમગ્ર સરકારી તંત્ર તેની તૈયારીઓમા વ્યસ્ત બન્યુ છે. મોટાભાગના સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ મતદારયાદી તૈયાર કરવામા વ્યસ્ત બન્યા છે. જેના કારણે અન્ય કામગીરી અટકી ગઇ છે. એજન્સી દ્વારા કરવામા આવેલી ભુલોના કારણે તેમા સુધારા-વધારા કરવામા ઘણોબઘો સમય પસાર થઇ રહ્યો છે.
એક સરકારી અમલદારના જણાવ્યા મુજબ મતદારોના નવા નામો દાખલ થયા બાદ તેનુ સ્કેનીંગ કરવામા આવતુ હોય છે. આ પ્રક્રીયા બાદ ચેકલીસ્ટ તૈયાર થાય છે અને ફોટા સાથેના નામો ઇમેજીસ થાય છે. અત્યારે સ્કેનીંગ માટે એજન્સી કામ કરી રહી છે. પરંતુ આ કામગીરીમા અનેક પ્રકારની ભુલો બહાર આવી રહી છે. એક અંદાજ મુજબ નવી તૈયાર થતી મતદારયાદીમા અત્યારે અનેક મતદારોના નામની સામે ફોટા મીસ થઇ ગયા છે, અનેક મતદારોની ઇમેજ આવી જ નથી અથવા એક વ્યક્તિના નામ પર બીજી વ્યક્તિની ઇમેજ આવી ગઇ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.ઉલ્લેખનિય છે કે પ્રથમ વખત સ્કેનિંગ કરવામા આવે ત્યારે જ ૨૦ થી ૨૫ ટકા ભુલો થતી હોય છે. આ ભુલો સુધારવાની કામગીરી સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓની છે. અનેકગણી ભુલો થતા તેને સુધારો કરવા માટે વ્યાપક સમય બગડતો હોય છે. ત્યારબાદ પણ ભુલો તો રહેતી જ હોય છે. સુત્રોના જણાવ્યા મુજબ ત્રણ વખત ચેકલીસ્ટ આપવામા આવે છે તેમ છતા મતદારયાદીમા ભુલો તો રહેતી જ હોય છે. અત્યારે તા. ૫મીના રોજ મતદારયાદી પ્રસિધ્ધ કરવા માટેની તૈયારીઓ પુરજોશમા ચાલી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ