Last Update : 21-Dec-2011,Wednesday
 
કાદવથી કાપડ પર ડિઝાઈન પાદરાની મડ પ્રિન્ટીંગ કળા વિલુપ્ત
 
વર્ષો પહેલા પાદરામાં મડ પ્રિન્ટીંગનો વ્યવસાય ધમધોકાર ચાલતો હતો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
તળાવની માટીનાં કાદવનાં ઉપયોગથી, કપડા ઉપર આકર્ષક હેન્ડ પ્રિન્ટીંગ કરવાની કળામાં માહેર, પાદરાનાં કુશળ કારીગરોએ આર્થિક સંકડામણથી કંટાળીને, પોતાનો પરંપરાગત ધંધો બંધ કરી દેતા, મડ પ્રિન્ટીંગની અનોખી કળા નામશેષ થઈ ચુકી છે. ચોંકાવનારી વાત એ છે કે, લાકડાનાં બ્લોક અને ખીલ્લી જેવી સામાન્ય અને ઘરગથ્થુ, ચીજોનાં ઉપયોગથી ડાઈ બનાવ્યા બાદ તેના દ્વારા કોરા કપડા ઉપર મડ પ્રિન્ટીંગથી બનાવવામાં આવતી અવનવી ડિઝાઈનનાં નમૂના હવે ટેક્ટાઈલ આર્ટ મ્યુઝિયમની શોભા વધારી રહ્યા છે.
તળાવના કાદવનાં ઉપયોગથી કપડા ઉપર આકર્ષક છાપકામ કરવાની કળામાં માહેર પાદરાનાં છીપા કારીગરોએ આર્થિક સંકડામણને કારણે પરંપરાગત ઉધોગ ત્યજી દીધો
એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનિટી સાયન્સનાં ટેક્સટાઈલ આર્ટ મ્યુઝિયમમાં મુકાયેલા પાદરાનાં મડ પ્રિન્ટીંગનાં નમૂના વિષે માહિતી આપતા પ્રોફેસર ડો. અમીતા પંડયાએ માહિતી આપી હતી કે, વર્ષો પહેલા પાદરામાં મડ પ્રિન્ટીંગનો વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. અહીંનાં છીપા કારીગરો કોરા કાપડ ઉપર મડ પ્રિન્ટીંગ કરવાનાં અનોખા વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ૧૯૭૯માં એમએસસીનાં રિસર્ચ વખતે તેમણે પાદરાનાં મડ પ્રિન્ટીંગ વિષે ઉંડાણપૂર્વકનું સંશોધન કર્યુ હતુ. જે દરમિયાન તેમને જાણવા મળ્યુ હતુ કે, પાદરાનાં છીપા કારીગરો પરંપરાગત શૈલીથી કાપડ ઉપર મડ આકર્ષક મડ પ્રિન્ટીંગ કરતા હતા. તેઓ ગાયજ ગામનાં તળાવમાંથી ચિકણી માટી ઉલેચી લાવતા હતા.
આ માટીમાં પાણીમાં ઓગાળેલા ગૂગળનું દ્રાવણ ઉમેરતા અને તેમાં હિરાકસી તથા ગુંદર નાંખતા હતા. ત્યારપછી લાકડાનાં બ્લોકની નીચે નિશ્ચિત આકારમાં ખીલ્લીઓ ઘોંચીને ડાઈ બનાવતા હતા. આ ડાઈને ગૂગળ અને અન્ય દ્રવ્યો ભેંગા કરેલી માટીમાં ઝબોળતા હતા અને ત્યારબાદ એક કોરા માદરપાટ ઉપર તેની પ્રિન્ટ છાપતા હતા. યોગ્ય અંતરે અને નિશ્ચિત કરેલી જગ્યાએ માટીથી છાપકામ કર્યા બાદ આ કાપડને રંગવામાં આવતુ હતુ. ત્યારબાદ તેને ધોવાથી માટીની પ્રિન્ટ નીકળી જતી હતી અને કાપડ ઉપર ટપકા વાળી આકર્ષક ડિઝાઈન ઉપસી આવતી હતી.
આ કપડાને આદિવાસી સ્ત્રીઓ સાલ્લા તરીકે પહેરતી હતી. વર્ષો પહેલા પાદરાનાં આવા સાલ્લાની આદિવાસી મહિલાઓમાં બોલબાલા હતી. કેરી અને ફુલોની ડિઝાઈન વાળા આવા સાલ્લા પહેરવાની ફેશન હતી. પરંતુ, બદલાતા સમય સાથે આદિવાસી સ્ત્રીઓએ પોતાના પહેરવેશમાં બદલાવ લાવ્યો હતો અને તેને પરિણામે પાદરાનાં મડ પ્રિન્ટીંગ વ્યવસાયને મરણતોલ ફટકો પડયો હતો. આખરે, મડ પ્રિન્ટીંગ સાથે સંકળાયેલા છીપા કારીગરોએ પોતાની પરંપરાગત કળાને ત્યજીને નોકરીઓ શોધી લીધી હતી. કેટલાક છીપા કારીગરો પરિવાર સાથે શહેરી વિસ્તારોમાં સ્થાયી થઈ ગયા હતા.
આમ, પાદરાની અનોખી મડ પ્રિન્ટીંગની કળા લુપ્ત થઈ ગઈ હતી. હાલમાં મડ પ્રિન્ટીંગનાં કાપડનાં નમૂના એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનિટી સાયન્સનાં ટેક્સાઈલ આર્ટ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે. ભૂતકાળની વાતો યાદ કરતાં પ્રોફેસર ડો. અમીતા પંડયાએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૧૯૭૯માં તેઓ મડ પ્રિન્ટીંગનાં અભ્યાસ માટે અનેક વખત પાદરાની મુલાકાત લીધી હતી. તે વખતે મડ પ્રિન્ટીંગનો બિઝનેસ મૃતપાય અવસ્થામાં હતો. ત્યારબાદ વર્ષ ૧૯૮૨માં જ્યારે તેમણે ફરી એકવાર મડ પ્રિન્ટીંગનાં કામ સાથે સંકળાયેલા છીપા કારીગરોની મુલાકાત લીધી તે સમયે તમામે આ બિઝનેસ બંધ કરી દીધો હોવાનું તેમને જાણવા મળ્યુ હતુ. આ વખતે મડ પ્રિન્ટીંગની અનોખી કળા નામશેષ થઈ ચુકી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved