Last Update : 21-Dec-2011,Wednesday
 
અન્ના હઝારેના સમર્થનમાં ભાવનગરમાં છાવણી શરૃ થશે
 

મજબુત લોકપાલ બીલ માટે

ભાવનગર, મંગળવાર
લોકસભામાં મજબુત લોકપાલ બીલની માંગ જો નહિ સંતોષાય તો આગામી તા. ૨૭થી સામાજિક કાર્યકર અન્ના હઝારેના સમર્થનમાં ભાવનગર લોકલડત સમિતિ દ્વારા ઘોઘાગેઈટ ખાતે અનશન કરવામાં આવશે તેવો નિર્ણય તાજેતરમાં મળેલી એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં શહેરના યુવાનો અને નાગરિકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
તા.૨૭થી ઘોઘાગેઈટ ખાતે અનશન આંદોલન સવારે મેરેથોન દોડનું વિશીષ્ટ આયોજન
લોકસભાના ચાલુ સત્ર દરમ્યાન જનલોકપાલ બીલ સાંસદમાં પાસ કરાવવા સંદર્ભ અણ્ણા હઝારે દ્વારા આગામી તા. ૨૭થી દિલ્હીના રામલીલા મેદાન અથવા મુંબઈના આઝાદ મેદાન ખાતે શરૃ કરવામાં આવનાર ઉપવાસ દરમ્યાન ટીમ અણ્ણાને પ્રોત્સાહક બળ પુરૃ પાડવા અને જનલોકપાલ બીલની તરફેણમાં લોક જુવાળ ઉભો કરવા ઈન્ડીયા અગેસ્ટ કરપ્શન મુવમેન્ટ ભાવનગર સમિતી તેમજ તેની સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઈ હતી.
જેમાં અણ્ણાજીના સમર્થનમાં જન જાગૃતિ અભિયાનના ભાગરૃપે તા. ૨૭થી શહેરના ઘોઘા ગેઈટ ખાતે છાંવણી નાખી, જ્યાં સુધી અણ્ણાના અનશન ચાલુ રહે ત્યાં સુધી ધરણાં કાર્યક્રમ યોજવાનું નિયત કરાયું છે. આ કાર્યક્રમમાં સામેલ થવા તમામ રાજકીય પક્ષો, સામાજીક, શૈક્ષણિક અને વ્યાપારીક સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી.
તા.૨૭નાં રોજ શ્રી અણ્ણા સમર્થનમાં ભ્રષ્ટાચાર વિરૃધ્ધ ભાવેણા વિકાસ દોડ બેનર નીચે મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ધરણાં કાર્યક્રમો દરમ્યાન, નિયત દિવસોએ શેરી નાટકો, મહાઆરતી, મીણબત્તી પ્રજ્વલન, મશાલ સરદાર અને જનતા લેખિત અભીપ્રાયોના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
વિવિધ વિભાગોમાં કાર્યરત પ્રમાણીક, કાર્યક્ષમ, અને નિતિવાન કર્મચારીઓના નામ અને હોદ્દા ભાવનગરના ૪૮ જેટલા ખાતાકીય વડાઓ પાસેથી મંગાવી - આવા કર્મચારીઓનો પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમ દરમ્યાન સમ્માનવાનું નિયત કરેલ. પરંતુ આ અંગેના પત્રો લખ્યાને એક માસનો સમય થવા છતાં ૪૮ ખાતાકીય વડાઓ પૈકી એક પણનો યોગ્ય પ્રતિભાવ ન મળતાં હવે આમ જનતા પાસેથી પ્રમાણીક અને અપ્રમાણીક કર્મચારીઓ સાથેના કામના અનુભવો સાથેનો અભિપ્રાય મંગાવી, પ્રજાને પ્રમાણીક અને નિષ્ઠવાન કર્મચારીઓને જાહેરમાં સમ્માનવનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી અણ્ણાનું ઉપવાસ આંદોલન જેટલા દિવસ ચાલશે તેટલા દિવસ ભાવનગર સમિતી સાથે જોડાઈને અણ્ણા ફેઈમ-ભાવેણાના ધરતીપુત્ર લલ્લુભાઈ બેલડીયા ભાવનગર છાંવણી ખાતે બેસીને અનશન કરશે તેવું લલ્લુભાઈએ વ્યક્તિગત રીતે નિયત કરી જાહેર કરેલ છે. અણ્ણાજીના સમર્થનમાં શરૃઆતમાં આવનાર આ જન જાગૃતિ અભીયાનમાં જોડાવા ભાવનગર સમિતી તેમજ તેની સહયોગી સંસ્થાઓએ જાહેર અપીલ કરેલ છે ધરણા કાર્યક્રમમાં જોડાનાર સર્વે તા. ૨૭ના રોજ સવારે નવ વાગે ક્રેસન્ટ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરી ઘોઘા દરવાજા ખાતે છાવણીમાં ધરણા પર બેસવા જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved