Last Update : 21-Dec-2011,Wednesday
 
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
 
રખિયાલની ફેક્ટરીમાંથી ચોરી કરનારા ૧૯ વર્ષના

અમદાવાદ, મંગળવાર
સામાન્ય સંજોગોમાં ગોરખધંધા કરનારા લોકો પોલીસને જોઇને મુંઝવણ અનુભવતા હોય છે. પરંતુ, રખિયાલ પોલીસે એક ફેક્ટરીમાં ચોરી કરનારા ૧૯ વર્ષના 'ઘરફોડ ચોર'ને લઇને મુસીબતમાં મુકાઇ છે. આ ચોર બહેરો-મુંગો હોવાથી પોલીસ તેને કાંઇ કહી શક્તી નથી અને તે પણ પોલીસને કાંઇ બોલીને કહી શક્તો નથી. વાત એટલેથી નથી અટકતી, આ ચોર ઇશારા કરીને પોલીસને જે સમજાવવા માંગે છે તે પોલીસ સમજતી નથી. અંતે પોલીસે આ ચોરની પુછપરછ માટે આશ્રમ રોડ પર આવેલી બહેરા-મુંગા શાળાના એક શિક્ષકને બોલાવીને આ પુછપરછ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ચાર વર્ષ અગાઉ પકડાયેલા આ જ ચોરે શાહીબાગ પોલીસને પણ મૂંઝવણમાં મૂકી હતીઃ વિગતો જાણવા એક્સપર્ટ બોલાવાયા
બે માસ અગાઉ રખિયાલના ગુજરાત બોટલીંગ વિસ્તારની પંઢરીનાથ ફાઉન્ડ્રી નામની ફેક્ટરીમાંથી તાળું તોડીને ૧.૪૫ લાખ રોકડ રૃપિયા તથા બે મોબાઇલ ફોન મળીને કુલ ૧.૫૧ લાખની મતાની ચોરી થઇ હતી. આ અંગે નરોડાના કર્ણાવતી પાર્કમાં રહેતા ફેક્ટરીના માલીક જયવંત શીરકરે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન રખિયાલ પી.આઇ એ.બી સૈયદને બાતમી મળી હતી કે રખિયાલની ફેક્ટરીમાંથી ચોરી કરનારો શખ્સ કેવલ કાંટા વિસ્તારમાં ફરી રહ્યો છે. જેને સ્ટાફના સભ્યોએ વોચ ગોઠવીને પકડી પાડી પોલીસ મથક લઇ આવી હતી. જો કે આ ચોર બહેરો મુંગો હોવાથી પોલીસ તેને લઇને તેના ઇશારા દ્વારા બતાવવામાં આવેલા ઘરે પહોંચી હતી. જ્યાં તેના પરિવારની પુછપરછ દરમિયાન તેનું નામ નરેન્દ્ર વિજયભાઇ બાથમ (ઉં.૧૯, રહે. કુબેરપુરા, અસારવા)હોવાનું જાણવા મળ્યું હતુ.
પોલીસે નરેન્દ્રના ઘરમાંથી ચોરીની રકમથી ખરીદાયેલુ એક એલ.સી.ડી ટીવી, તીજોરી, ફ્રિઝ અને ૫૦ હજારની રોકડ મળી કુલ ૭૦ હજારની મતા કબ્જે લઇ પરત તેને પોલીસ મથક લઇ આવી હતી. જો કે આ ચોરની પુછપરછને લઇને પોલીસ મુંઝવણમાં મુકાઇ હતી. અંતે પોલીસે આશ્રમરોડ પરની બહેરા-મુંગા શાળાના એક શિક્ષકની મદદથી તેની પુછપરછ હાથ ધરીને તેણે અગાઉ ચોરી કરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ 'એચ'ડીવીઝનના એ.સી.પી જે.એન પરમારે જણાવ્યું હતુ કે નરેન્દ્ર અગાઉ વર્ષ ૨૦૦૮માં એટલે કે ૧૫ વર્ષની ઉંમરે શાહીબાગ વિસ્તારમાં ઝડપાયો હતો. ત્યારે પણ પોલીસ સમક્ષ આવો જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved