Last Update : 21-Dec-2011,Wednesday
 

વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા

 

સોનામાં આંચકા પચાવી રૃ.૨૦૦નો ઉછાળો ઃ ચાંદી પણ ઉંચકાઈ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૨૦૦થી ૨૦૫ વધ્યા હતા જયારે ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૪૧૫ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૫૯૨.૮૦ ડોલર વાળા ફરી ઉછલી ૧૬૦૦ ડોલરની સપાટીને પાર કરી ૧૬૦૮ ડોલર થઈ સાંજે ૧૬૦૬.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૭૩૭૦ વાળા રૃ.૨૭૪૮૫ ખુલી રૃ.૨૭૫૭૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૪૯૫ વાળા રૃ.૨૭૬૧૫ ખુલી રૃ.૨૭૭૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૨૨૬૦ વાલા રૃ.૫૨૨૮૦ ખુલી રૃ.૫૨૬૭૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૨૮.૮૬ ડોલર વાળા ૨૮.૭૦ થયા પછી વધી ૨૯.૪૧ થઈ સાંજે ૨૯.૨૭ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધી આવતાં તથા ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો પણ ઉંચા રહેતાં સોના-ચાંદીની આયચાત પડતરો વધી હતી અને તેના પગલે હાજર બજારમાં સોના-ચાંદીમાં આજે ટાંચી આવકો વચ્ચે ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવોે રૃ.૫૨૮૦૦થી ૫૨૮૨૫ તથા કેશમાં ભાવો રૃ.૫૨૬૦૦થી ૫૨૬૨૫ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૨.૮૦ વાળા આજે ઉંચામાં રૃ.૫૩.૧૧ રહ્યા પછી છેલ્લે રૃ.૫૨.૮૮થી ૫૨.૮૯ રહ્યા હતા. વિશ્વના વિવિધ દેશોમાં આર્થિક નબળી સ્થિતિ તથા માથે નાતાલ વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં આજે ઘટાડો લેવાલી વધ્યાના સમાચારો હતા
કોપરમાં મિશ્ર હવામાન ઃ લંડન એક્સ.માં એલ્યુ.નો સ્ટોક બે દિવસમાં લાખ ટન વધ્યો !
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપરમાં હવામાન મિશ્ર રહ્યું હતું. જયારે અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. લંડન મેટલ એક્સ.માં આજે એલ્યુ.નો સ્ટોક વધુ ૪૯૭૭૫ ટન વધતાં ત્યાં બે દિવસમાં સ્ટોકમાં ૧ લાખ ટનથી વધુનો વધારો (૧૦૦૦૭૫ ટન) થયાના સમાચારો હતા, ત્યાં આજે જસતનો સ્ટોક પણ ૪૩૭૦૦ ટન વધ્યો હતો. મુંબઈ હાજર બજારમાં આજે કિવ.દીઠ ભાવો કોપર વાયર બારના રૃ.૪૭૧૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપ તથા બ્રાસ સ્ક્રેપમાં અમુક જાતોમાં ભાવો રૃ.૧૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા, લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૩૧૦૦ ટન ઘટયો હતો અને ત્યાં ૩ મહિનાના ભાવો ૭૩૨૨ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ટીન, નિકલ, જસત સીસાના ભાવોે ટકેલા રહ્યા હતા, એલ્યુ. ઈન્ગોટના ભાવો રૃ.૨૦૦ ઘટી રૃ.૧૨૮૦૦ રહ્યા હતા. જયારે સ્ક્રેપના ભાવો રૃ.૧૦૭૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા, લંડન એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો એલ્યુ.ના ૧૯૮૩ ડોલર, ટીનના ૧૮૭૨૫ ડોલર, નિકલના ૧૮૪૭૦ ડોલર, જસતના ૧૮૪૩ ડોલર તથા સીસાના ૧૯૩૯ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે નિકલનો સ્ટોક ૨૫૨ ટન તથા જસતનો ૧૫૭૫ ટન ઘટયો હતો જયારે ટીનનો સ્ટોક જળવાઈ રહ્યો હતો.
ખાંડની નિકાસ માટે ૫૪૨૨૦ ટનના રિલીઝ ઓડર્સ ૨૮ મિલોને અપાયા
ખાંડમાં ૧ ઓકટો.થી અત્યાર સુધીના ગાળામાં કેન્દ્ર સરકારે નિકાસ માટે ૫૪૨૨૦ ટનના રિલીઝ ઓર્ડરો ઈસ્યુ કર્યા હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આશરે ૨૮ ખાંડ મિલોને આવા નિકાસના રિલીઝ ઓર્ડરો ઈસ્યુ કરવામાં આવ્યા છે. નવેમ્બરની ૨૨મી તારીખે કેન્દ્ર સરકારે ૧૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાની ચૂટ આપી હતી.
એરંડા વાયદો ફરી તૂટયો ઃ મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ૧૦.૫૦ ટકા ઘટી
મુંબઈ તેલ-બિયાં બજારમાં ઓ એરંડા વાયદા બજારમાં ભાવો વધતા અટકી ફરી ઘટાડા પર રહ્યા હતા. મુંબઈ એરંડા માર્ચ વાયદાના ભાવો રૃ.૩૭૩૦ વાળા આજે રૃ.૩૭૩૬ ખુલી રૃ.૩૬૮૬ બંધ રહ્યા હતા ૧૦૦ ટનના વેપારો થયા હતા જે સોમવારે ૮૦ ટનના થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદા બજારમાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૨૫ વાળા રૃ.૪૧૫૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૫ વધી અનુક્રમે કોમર્શિયલના રૃ.૮૬૦ તથા એફએસજીના રૃ.૮૭૦ રહ્યા હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૦ પોઈન્ટ તૂટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૩૦ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા જયારે મલેશિયામાં આજે પામતેલનો વાયદો ટકેલો બંધ રહ્યો હતો. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૮૪.૭૦ વાળો રૃ. ૬૮૦.૩૦ રહ્યાના સમાચારો હતા, મુંબઈ હાજર બજારમાં આજે સિંગતેલના ભાવો ઉછળી રૃ.૯૬૫ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો ઉછળી રૃ.૯૮૦ તથા ૧૫ કિલોના રૃ.૧૫૦૦ રહ્યાના સમાચારો હતા. સિંગદાણામાં મથકોએ નિકાસકારોની ધૂમ ખરીદી ઉપરાંત વાવેતરની તથા સ્ટોકિસ્ટોની પણ ખરીદી સારી રહેતાં ભાવો ઉછળતા રહ્યા છે ઉપરાંત હાજરમાં સારા માલોની પણ અછત રહી છે. મુંબઈમાં આજે હાજરમાં ભાવો પામતેલના રૃ.૫૮૪, સોયાતેલ રિફા.ના રૃ.૬૫૭, સન ફલાવરના રૃ.૬૫૫, રિફા.ના રૃ.૭૨૦, કપાસિયા તેલના રૃ.૬૩૧ તથા કોપરેલના રૃ.૮૦૦ રહ્યા હતા. ખોળ બજારમાં ભાવો અથડાતા રહ્યા હતા. દરમિયાન, મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં ૧૦.૫૦ ટકા વધીને ૯૨૪૮૧૧ ટન થઈ છે જે ગયા મહિને આ ગાળામાં ૧૦૩૩૪૫૪ ટન થયાના સમાચારો હતા. મલેશિયાથી ભારત તરફ નિકાસ આ ગાળામાં ઘટી ૬૭૮૦૦ ટન થઈ છે જે ગયા મહિને આ ગાળામાં ૧૧૩૧૫૩ ટન થઈ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved