Last Update : 21-Dec-2011,Wednesday
 

શેર બજાર.....

 

FIIની ભારતને અલવિદા ઃ બેંક, પાવર, મેટલ શેરોમાં અવિરત ધબડકો ઃ સેન્સેક્ષ ૧૫૧૭૫ સવા બે વર્ષના તળીયે
છેલ્લા કલાકમાં વ્હાઇટ દિગ્ગજનું મંદીનું તોફાન ઃ નિફ્ટી ૬૯ પોઇન્ટ તૂટીને ૪૫૪૪ ઃ સેન્સેક્ષ ૨૦૪ પોઇન્ટ તૂટીને ૧૫૧૭૫
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, મંગળવાર
ઔદ્યોગિક મંદીના એંધાણ આપતા ગત અઠવાડિયે જાહેર થયેલા ૫.૧ ટકા નેગેટીવ આઇઆઇપી વૃદ્ધિના આંકથી એક તરફ બેંકોની એનપીએમાં તોળાતો જંગી વધારો અને હવે સરકારે ચૂંટણીઓ પૂર્વે ખેડૂતો અને ગરીબોને વોટબેંકને નજરમાં રાખીને ફૂડ સિક્યુરિટી બિલને મંજૂરી આપીને દેશના અર્થતંત્ર પર જંગી સબસીડી બોજ લાદતા આગામી દિવસોમાં ખાધમાં જંગી વધારા સાથે આર્થિક- ઔદ્યોગિક વૃદ્ધિનું ચિત્ર વધુ ધૂંધળુ બનવાની પૂરી શક્યતા અને બેંકિંગ સિસ્ટમ ખાડે જવાના અંદાજોએ આજે સતત બીજા દિવસે બેંકિંગ શેરો સાથે કેપિટલ ગુડઝ- પાવર, મેટલ, ઓટો શેરોમાં ગાબડાં પડયાં હતાં, અને છેલ્લા કલાકમાં મંદીના મહાખેલાડી વ્હાઇટ એન્ડ વ્હાઇટ દિગ્ગજની સ્ટાઇલમાં હલ્લાબોલ કરીને સેન્સેક્ષને ૨૮ મહિનાના નવા નીચા તળીયે ૧૫૧૩૫.૮૬ લઇ જવાયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૫૩૭૯.૩૪ સામે આજે ૧૫૪૩૬.૧૨ મથાળે ખુલી આરંભમાં હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસી, ઓએનજીસી, એચડીએફસી બેંક, એચડીએફસી સહિતના શેરોમાં આકર્ષણે ક્ષણિક મજબૂતી બતાવી ૬૮.૭૯ પોઇન્ટ વધીને ૧૫૪૪૮.૧૩ની ઉંચાઇએ પહોંચ્યો હતો, પરંતુ આ સુધારો ક્ષણજીવી નીવડી લાર્સન, સ્ટેટ બેંક, ટાટા પાવર, હિન્દુલ્કો, ભારતી એરટેલ, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ બજાજ ઓટો, ભેલ સહિતના શેરોમાં વેચવાલીના દબાણે બપોરે બે વાગ્યે ૧૪૦થી ૧૪૫ પોઇન્ટનો ઘટાડો બતાવતો ફરી આ મોટાભાગનો ઘટાડો પચાવી બપોરે ૨.૪૦ વાગ્યે ૧૫થી ૨૦ પોઇન્ટનો મર્યાદિત ઘટાડો દર્શાવતો હતો. જે છેલ્લા કલાકના વ્હાઇઠ એન્ડ વ્હાઇટ દિગ્ગજના મંદીના તોફાને રિલાયન્સ, લાર્સન, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ડીએલએફ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં હેમરીંગ થતાં એક તબક્કે ૨૪૩.૪૮ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૫૧૩૫.૮૬ની ૨૮ મહિનાની નવી નીચી સપાટીએ (૨૦, ઓગસ્ટ, ૨૦૦૯ના ૧૫૦૧૧.૩૨) પહોંચી જઇ અંતે ૨૦૪.૨૬ પોઇન્ટના ઘટાડે ૧૫૧૭૫.૦૮ બંધ રહ્યો હતો આમ આજે સતત બીજા દિવસે છેલ્લા કલાકમાં હેવીવેઇટ- ફ્રન્ટલાઇન શેરોમાં વ્હાઇઠ એન્ડ વ્હાઇટ દિગ્ગજે મોટું હેમરીંગ કર્યું હતું.
નિફ્ટી સ્પોટ ૪૫૦૮ નજીકના સપોર્ટે ૪૫૩૧ થઇ ૪૫૪૪ ઃ વ્હાઇટ દિગ્ગજનું છેલ્લા કલાકમાં હલ્લા બોલ!
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૬૧૩.૧૦ સામે ૪૬૩૫.૮૦ ખુલી ઉપરમાં ૪૬૩૭.૨૫ થઇ નીચામાં ૪૫૩૧.૧૫ સુધી ખાબકી જઇ અંતે ૬૮.૯૦ પોઇન્ટ તૂટીને ૨૮ મહિનાની નવી નીચી સપાટીએ ૪૫૪૪.૨૦ બંધ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ આમ ઇલીયટ વેવ પ્રમાણે મંદીનો અંતિમ વેવ કાઉન્ટ ૪૫૦૮ અથવા ૪૪૨૩ નજીક પૂરો થવાની ગણતરીએ ૪૫૩૧.૧૫ થઇ હાલ તુરંત અટક્યો છે. વ્હાઇટ એન્ડ વ્હાઇટ દિગ્ગજે આજે છેલ્લા કલાકમાં હલ્લા બોલ કરી મંદીનો વેપાર કર્યાની ચર્ચા હતી.
નિફ્ટીને ટાટા સ્ટીલ, હીરો, બીપીસીએલ, રિલાયન્સ, હિન્દાલ્કોએ પછાડયો ઃ રેનબેક્સી, ઓએનજીસીમાં મજબૂતી
નિફ્ટી બેઝડ શેરોમાં જેપી એસોસીયેટસ, હીરો મોટોકોર્પ, લાર્સન, ટાટા પાવર, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજી, સેસાગોવા, બીપીસીએલ, હિન્દાલ્કો, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગાબડાં પડયા હતાં. જ્યારે રેનબેસ્કી લેબ., ઓએનજીસી, એચડીએફસી બેંક, આઇટીસી, સેઇલ, એચડીએફસી, ગેઇલ, કેઇર્ન ઇન્ડિયા, ભેલ, હિન્દુસ્તાન યુનીલીવરમાં મજબૂતી હતી.
૪૧૦૦ના પુટમાં સળવળાટ શરૃ! નિફ્ટી ૪૫૦૦ના કોલ ૧૦ લાખ, ૪૬૦૦ના કોલ ૧૫ લાખ વેચાયા!
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૪૬૧૪૨૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૫૮૮.૭૧ કરોડના ટર્નઓવરે ૪૬૨૩.૮૫ સામે ૪૬૩૦ ખુલી ઉપરમાં ૪૬૪૦ થઇ નીચામાં ૪૫૩૮ સુધી ખાબકી જઇ અંતે ૪૫૬૬.૮૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૪૧૦૦ના પુટમાં સળવળાટ શરૃ થઇ ૪૮૯૬૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૦૪.૫૩ કરોડના ટર્નઓવરે ૩.૪૫ સામે ૩ ખુલી નીચામાં ૧.૭૦થી ઉપરમાં ૩.૭૫ થઇ છેલ્લે ૨.૮૦ બોલાતો હતો. નિફ્ટી ૪૫૦૦ના કોલ આજે ૧૦ લાખ વેચાયાની ચર્ચા વચ્ચે ૯૭૪૭૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૨૫૫.૭૬ કરોડના ટર્નઓવરે ૧૬૭.૧૦ સામે ૧૬૪.૦૫ ખુલી ઉપરમાં ૧૭૨.૫૦ થઇ નીચામાં ૯૯.૩૫ સુધી ખાબકી અંતે ૧૧૫.૯૦ બોલાતો હતો. જ્યારે નિફ્ટી ૪૬૦૦ના કોલ ૧૫ લાખ વેચાયાની ચર્ચા વચ્ચે ૬૩૧૧૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૭૬૩.૧૩ કરોડના ટર્નઓવરે ૧૦૩.૯૫ સામે ૧૦૪ ખુલી ઉપરમાં ૧૦૭.૯૦થી નીચામાં ૫૨.૭૦ સુધી તૂટી અંતે ૬૨.૨૦ બોલાતો હતો.
નિફ્ટી જાન્યુઆરી ફ્યુચર ૪૬૫૯ થઇ ૪૫૮૫ઃ ૫૦૦૦નો કોલ ૭.૧૫થી તૂટીને ૩.૧૫
નિફ્ટી જાન્યુઆરી ફ્યુચર ૪૦૦૭૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૨૩.૪૦ કરોડના ટર્નઓવરે ૪૬૪૪.૩૫ સામે ૪૬૪૬.૨૦ ખુલી ઉપરમાં ૪૬૫૯.૯૦ થઇ નીચામાં ૪૫૫૬.૧૦ સુધી જઇ છેલ્લે ૪૫૮૫ બોલાતો હતો. નિફ્ટી ૪૭૦૦નો કોલ ૫૮.૮૦ સામે ૫૯.૪૫ ખુલી ઉપરમાં ૬૧.૩૦થી નીચામાં ૨૫.૩૦ સુધી ખાબકી જઇ છેલ્લે ૩૧.૪૫ બોલાતો હતો. નિફ્ટી ૫૦૦૦નો કોલ ૭.૫૫ સામે ૮ ખુલી નીચામાં ૨.૫૫ સુધી ગબડી છેલ્લે ૩.૧૫ હતો. બેંક નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૮૫૮૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૬૮૩.૯૦ કરોડના ટર્નઓવરે ૭૯૨૪.૪૦ સામે ૭૯૫૧.૬૦ ખુલી ઉપરમાં ૭૯૭૧થી નીચામાં ૭૭૫૦ સુધી ખાબકી જઇ છેલ્લે ૭૮૨૧.૬૦ બોલાતો હતો.
બેંક શ ેરો તળીયાની શોધમાં ઃ સ્ટેટ બેંકે ૧૬૦૦ની સપાટી ગુમાવી ઃ યુકો, સિન્ડિકેટમાં ગાબડાં
બેંકિંગ ક્ષેત્રે હવે અનેક બેંકોની એનપીએ- લોન ડીફોલ્ટરોની સંખ્યામાં જંગી વધારો થવાના એંધાણે બેંક શેરોમાં સતત ગાબડાં પડયા હતા. સ્ટેટ બેંક નીચામાં રૃા. ૧૫૭૬ સુધી ખાબકી અંતે રૃા. ૪૮.૭૫ તૂટીને રૃા. ૧૫૮૨.૮૦, આઇસીઆઇસીઆઇ બેંક નીચામાં રૃા. ૬૪૮.૬૦ થઇ અંતે રૃા. ૪.૭૫ ઘટીને રૃા. ૬૫૨.૪૦, યુકો બેંક રૃા. ૬.૧૫ તૂટીને રૃા. ૪૯.૮૫, સિન્ડિકેટ બેંક રૃા. ૬.૫૫ તૂટીને રૃા. ૩૬૧.૭૫, બેંક ઓફ બરોડા રૃા. ૩૯.૯૦ તૂટીને રૃા. ૬૩૯.૬૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૫.૫૫ તૂટીને રૃા. ૨૭૯.૨૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૧૨.૦૫ તૂટીને રૃા. ૨૨૧.૭૫, આઇડીબીઆઇ બેંક રૃા. ૪.૪૫ તૂટીને રૃા. ૮૩.૧૦, દેના બેંક રૃા. ૨.૫૫ તૂટીને રૃા. ૫૩.૬૫, યુનાઇટેડ બેંક રૃા. ૨.૪૦ ઘટીને રૃા. ૫૧.૨૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૧૫ તૂટીને રૃા. ૨૩૧.૨૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૨૨.૯૫ તૂટીને રૃા. ૪૪૫.૪૦, યશ બેંક રૃા. ૧૨.૩૦ તૂટીને રૃા. ૨૪૨.૭૫, એક્સીસ બેંક રૃા. ૨૯.૩૦ તૂટીને રૃા. ૮૧૮.૯૫, ફેડરલ બેંક રૃા. ૬.૮૦ ઘટીને રૃા. ૩૫૧.૧૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ૧૫૫.૫૫ પોઇન્ટ તૂટીને ૮૯૭૫.૦૧ રહ્યો હતો.
લાર્સન ૧૦૦૦ની સપાટી ગુમાવી ૯૭૮ ઃ ટાટા પાવર રૃા. ૮૨ ઃ એનએચપીસી, પુંજ, બીજીઆર તૂટયા
કેપિટલ ગુડઝ- પાવર કંપનીઓની હાલત સૌથી વધુ કફોડી બની રહ્યાના અહેવાલે ટાટા પાવર રૃા. ૪.૫૦ તૂટીને રૃા. ૮૧.૬૦, લાર્સન એન્ડ ટુબ્રોએ ૧૦૦૦ની સપાટી ગુમાવી આજે નીચામાં રૃા. ૯૭૨.૦૫ સુધી જઇ અંતે રૃા. ૫૩ તૂટીને રૃા. ૯૭૯.૧૦, બીજીઆર એનર્જી રૃા. ૧૨.૫૦ તૂટીને રૃા. ૧૭૯.૩૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૪.૫૦ ઘટીને રૃા. ૧૧૦.૨૫, પુંજ લોઇડ રૃા. ૧.૪૦ ઘટીને રૃા. ૩૭.૪૫, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૧૦.૪૦ ઘટીને રૃા. ૩૭૨.૨૦, થર્મેક્સ રૃા. ૯.૯૫ ઘટીને રૃા. ૩૯૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૬.૫૦ ઘટીને રૃા. ૨૯૮.૩૫, સિમેન્સ રૃા. ૧૨.૩૫ ઘટીને રૃા. ૬૩૦.૯૦, સુઝલોન રૃા. ૧૭.૭૫, ભેલ રૃા. ૨૨૮.૭૫, અદાણી પાવર રૃા. ૨.૯૫ ઘટીને રૃા. ૬૮, રિલાયન્સ પાવર રૃા. ૨.૮૦ ઘટીને રૃા. ૭૦.૫૦, એનએચપીસી ૫૫ પૈસા તૂટીને રૃા. ૧૮.૫૦ નવા નીચા તળીયે, પીટીસી ઇન્ડિયા રૃા. ૧.૪૫ તૂટીને રૃા. ૪૦.૦૫, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૯૭.૨૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૪.૬૦ ઘટીને રૃા. ૩૪૫.૯૦ રહ્યા હતા. કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૨૮૪.૭૦ પોઇન્ટ તૂટીને ૭૮૪૮.૯૯ રહ્યો હતો.
મેટલ ઇન્ડેક્ષ ૩૩૪ પોઇન્ટ તૂટયો ઃ ટાટા સ્ટીલ રૃા. ૧૯ તૂટીને રૃા. ૩૪૪ ઃ જિન્દાલ શેરોમાં ગાબડાં
જર્મનીનો બિઝનેસ કોન્ફીડેન્સ અસાધારણ વધ્યા છતાં યુરો ઝોનની કટોકટીએ સ્વીડને વર્ષ ૨૦૦૯ બાદ પ્રથમ વખત વ્યાજ દર ઘટાડતા લંડનની નરમાઇએ મેટલ શેરોમાં પણ મોટાપાયે હેમરીંગે ટાટા સ્ટીલ રૃા. ૧૯.૧૫ તૂટીને રૃા. ૩૪૪.૨૦, હિન્દાલ્કો રૃા. ૫.૫૫ તૂટીને રૃા. ૧૧૯.૧૫, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૯.૮૫ તૂટીને રૃા. ૪૭૯.૩૦, સ્ટરલાઇટ રૃા. ૧.૮૫ તૂટીને રૃા. ૮૮.૧૫, સેસાગોવા રૃા. ૮.૪૫ તૂટીને રૃા. ૧૫૦.૧૦, એનએમડીસી રૃા. ૭.૫૫ તૂટીને રૃા. ૧૩૭.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૪.૫૦ તૂટીને રૃા. ૪૭૦.૦૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૩૩૩.૮૪ પોઇન્ટ તૂટીને ૯૨૭૫.૧૩ રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૭૦૯ના તળીયે ઃ ઓટો શેરોમાં ગાબડાં ઃ હીરો મોટોકોર્પ રૃા. ૯૮ તૂટયો
સેન્સેક્ષના તૂટનાર અન્ય શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં નવી નીચી સપાટીએ રૃા. ૭૦૯.૧૫ સુધી ખાબકી જઇ અંતે રૃા. ૨૨.૩૦ તૂટીને રૃા. ૭૧૩.૫૫, બજાજ ઓટો રૃા. ૩૯.૭૦ તૂટીને રૃા. ૧૬૦૪.૪૫, હીરો મોટોકોર્પ રૃા. ૯૮.૪૫ તૂટીને રૃા. ૧૮૧૧.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નીચામાં રૃા. ૬૩૩.૪૦ થઇ અંતે રૃા.૬૫૦.૯૫, ટાટા મોટર્સ રૃા. ૫ ઘટીને રૃા. ૧૭૪.૯૦ રહ્યા હતાં.
શેરો જેના ઘરમાં રહી ગયા તે રહી ગયા! વેલ્યુએશન ૬૦થી ૭૦ ટકા ધોવાયું ઃ ૨૯૯ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ, રોકડાના શેરોમાં ખરીદદાર શોધ્યા નહીં જડતા જેવી હાલતે ઓછા વોલ્યુમે અનેક શેરોના ભાવોમાં સતત ગાબડાં પડયા હતા. માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૫૫ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૭ અને વધનારની સંખ્યા ૮૬૨ હતી. રોકડાના અનેક શેરોમાં રોકાણ કરી ચૂકેલા રોકાણકારોના પોર્ટફોલીયોનું ૬૦થી ૭૦ ટકા જેટલું ધોવાણ થઇ ગયું છે. ૨૯૯ શેરોમાં આજે ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી. જ્યારે ૧૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
યુરોપમાં લંડનમાં નરમાઇ ઃ જર્મની, ફ્રાંસ વધ્યા ઃ એશીયામાં સાંકડી વધઘટ
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૪૦.૩૬ પોઇન્ટ વધીને ૮૩૩૬.૪૮, હોંગકોંગનો હેંગસેંગ ૯.૯૯ પોઇન્ટ વધીને ૧૮૦૮૦.૨૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨.૩૧ પોઇન્ટ ઘટીને ૨૨૧૫.૯૩, તાઇવાન વેઇટેજ ૨૯.૩૧ પોઇન્ટ વધીને ૬૬૬૨.૬૪ રહ્યા હતા. યુરોપમાં ૧૦થી ૪૫ પોઇન્ટની વધઘટ રહી હતી.
એફઆઇઆઇની વધુ રૃા. ૫૨૬ કરોડના શ ેરોની વેચવાલી ઃ ઇન્ડેક્ષ ફ્યુચરમાં રૃા. ૧૦૦૬ કરોડનું વેચાણ
એફઆઇઆઇએ આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા. ૫૨૬.૨૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૯૭૬.૧૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૫૦૨.૪૦ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૮૬.૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે એફઆઇઆઇએ ગઇકાલે સોમવારે ઇન્ડેક્ષ ફ્યુચર્સમાં રૃા. ૧૦૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved