Last Update : 21-Dec-2011,Wednesday
 
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
 
મુંબઈ, મંગળવાર
આ વર્ષે કાચા માલની કિંમતોમાં ભારે વધારાથી ભારતના આભૂષણ ઉદ્યોગને સંતોષ માનવો પડયો છે. સોના અને ચાંદીના ભાવ પણ પુષ્કળ પ્રમાણમાં વધ્યાં છે. બજારમાં હીરા-મોતી, માણેક, પન્ના અને બીજા રત્નોની માગ વધી છે. રફ જેમસ્ટોન્સના કટિંગ અને પોલિશિંગ માટે જયપુર મહત્વનું કેન્દ્ર છે અને ભારતમાંથી થતી નિકાસમાં વધારો થઈ રહ્યો છે.
પશ્ચિમ એશિયાઈ દેશોમાં લીલા રંગના પન્ના ખાસ માગ છે કેમ કે તેને ત્યાં ઈસ્લામી સંસ્કૃતિનો વારસો માનવમાં આવે છે
બજારના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં ભારે માગને પગલે સોના-ચાંદી અને રફ ડાયમંડ તેમ જ રંગીન મોતીઓના ભાવમાં ખાસ્સો એવો વધારો થયો છે. ખાસ કરીને લીલા રંગના પન્ના ભાવમાં મોટી વૃદ્ધિ થઈ છે અને તેની માગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
એક નિકાસકારના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં જ પન્નાની કિંમતમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો છે.
છેલ્લા એક વર્ષમાં ભારતીય રૃપિયો તૂટયો છે અને તેની સાથે કાચા કિંમતી રત્નોના ભાવમાં ઓછામા ઓછો ૩૦ ટકા સુધીનો વધારો થયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે આવા કિમતી રત્નો મોટાભાગે ઝામ્બિયા કોલંબિયામાં મળે છે અને તેની આયાત કરવા માટે ડોલરમાં રકમ ચુકવાય છે. ભારતીય ચલણ ડોલર સામે નબળુ પડયુ છે તેથી રત્નોની ખરીદી પેટે વધારે રકમ ચુકવવી પડે છે. સરવાળે ભારતમાં તેની કિંમતો ઉછળી ગઈ છે.
છેલ્લા છ મહિનામાં ડોલર સામે ભારતીય રૃપિયો ૨૦ ટકા જેટલો તૂટયો છે. ભારતમાં નાના કદના રત્નોના કટિંગ અને પોલિશિંગનું કામ મોટેભાગે જયપુરમાં આવેલા એકમોમાં થાય છે. નાના કદના રત્નોના આવા કામમાં ભારત દુનિયાભરમાં અગ્રણી છે. મોટા કદના રત્નોના કામકાજ સામાન્યરીતે કોલંબિયા અને ઈઝરાયેલમાં થાય છે.
ભારતમાં તૈયાર થતાં રત્નોની પશ્ચિમ એશિયા, તુર્કી, યુરોપ અને અમેરિકા વગેરે દેશોમાં થાય છે. નિકાસકારના કહેવા મુજબ આવા રત્નો અને ખાસ કરીને લીલા રંગના પન્ના મોટી માગ પશ્ચિમ એશિયાના દેશોમાં છે કેમ કે ત્યાં તેને ઈસ્લામી સંસ્કૃતિનો વારસો માનવામાં આવે છે.
ઝામ્બિયા અને કોલંબિયાની ખાણોમાંથી રત્નોની આયાતકર્તા કંપનીના સૂત્રોએ કહ્યુ હતું કે કુદરતી રીતે પેદા થતા આવા રત્નોમાં પન્નાની વિશેષ માગ છે. વિશ્વભરમાં રત્નોની માગ વધી હોવાથી તેના ભાવ વધ્યાં છે.
તેમના કહેવા પ્રમાણે કેટલાક લોકો તેને રોકાણ તરીકે ખરીદે છે અને પછીથી તેને આભૂષણ કે દાગીનામાં જડે છે. જ્વેલરીના ઉત્પાદકો તેમના ઘરેણાંના સુશોભન અને કિંમતને વધારવા માટે રત્નોનો ઉપયોગ કરે છે. મ્યાનમારથી આવતા રુબીની કિંમત વધી છે કેમ કે તેને સારી ક્વોલિટીના માનવામાં આવે છે.
ભારતના જ્વેલરી ઉદ્યોગમાં નાના કદના રુબીની પુષ્કળ માગ છે. સોના અને ચાંદી જેવી કિમતી ધાતુમાંથી બનતા ઝરઝવેરાતમાં મઢવા માટે તેનો ઉપયોગ થાય છે.
ભારતમાંથી રંગીન રત્નોની નિકાસ ક્રમશઃ વધી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન ૩૧૪.૫૪ મિલિયન યુએસ ડોલરના રત્નોની નિકાસ ભારતે કરી હતી જે વર્ષ ૨૦૦૧-૦૨માં કરાયેલી ૧૮૩ મિલિયન ડોલરની નિકાસ કરતાં વધારે હતી તેમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની વિગતો દર્શાવે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved