Last Update : 20-Dec-2011,Tuesday
 

હવે રંગબિરંગી ટેક્સ !!

 

સરકાર કહે છે કે, પેટ્રોલના વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે એટલે હવે પેટ્રોલ ઉપર લિટરે બે રૂપિયા ‘ગ્રીન ટેક્સ’ નાંખવામાં આવશે !
બોલો, કમાલ છે ને ? આપણે દર છ મહિને ૫૦ રૂપિયા આપીને ‘પ્રદૂષણ અંડર કંટ્રોલ’નું સર્ટી. શું જખ મરાવવા લઈએ છીએ ? હવે ઉપરથી ‘ગ્રીન ટેક્સ’ પણ ભરવાનો ?
જો આમ જ ચાલ્યું તો ‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’ જેવી આ નીતિને કારણે નવા ‘રંગબિરંગી’ ટેક્સો આવશે. જેમ કે...
* * *
‘વ્હાઇટ’ ટેક્સ ઃ
દેશમાં કાળાનાણાં વધી ગયા છે. કાળા નાણાં વિદેશથી પાછા પણ લાવી શકાતા નથી. તેથી આ બન્ને ટાઇપના કાળા નાણાં પર ‘ટેક્સ’ જ લઈ શકાતો નથી.
તો કરવું શું ? કંઈ નહિ, જ્યાં જ્યાં વ્હાઇટ નાણાંથી વ્યવહાર ચાલે છે એમના પર ચાર ચાર ટકા ‘વ્હાઇટ’ ટેક્સ નાંખો !
(હા ! એટલે શાકભાજી ખરીદો તો ય ટેક્સ ભરવાનો.)
* * *
‘યલો’ ટેક્સ ઃ
ફલાણી હિરોઇનનું ફલાણા સાથે લફરું ચાલે છે, ફલાણો ક્રિકેટર ફલાણી સાથે બિન્દાસ અફેર ચલાવે છે, ફલાણાએ ફલાણીને જાહેરમાં કિસ કરી અને ફલાણી ફલાણા સાઘુ બાવા જોડે લગ્ન કરવા માંગે છે...
આ પ્રકારનું યલો જર્નાલિઝમ જે ન્યુઝ ચેનલ કે જે છાપામાં ‘નથી આવતું’ એના પર રોજના ૫૦ પૈસાનો ‘યલો ટેક્સ’ લાગશે !
(શું કહ્યું ? એવી કોઈ ચેનલ કે છાપું જ નથી ? તો એક કામ કરો. દરેક ‘સંસ્કારી’ માણસે આ યલો ટેક્સ ભરવો પડશે !)
* * *
‘બ્લુ’ ટેક્સ ઃ
હજી યે કેટલીક એવી વેબસાઇટો છે જેના પરથી અશ્વ્લીલ ફોટા, બિભત્સ વિડિયો, ગંદી વિચાર સામગ્રી, ડર્ટી જોક્સ કે વલ્ગર ગેઇમ્સ, ઇરોટિક સેક્સ ટોયઝ વગેરે ડાઉનલોડ કરી શકાતા ‘નથી.’
આવી શુદ્ધ (બોચિયા) વેબસાઇટો પાસેથી સરકાર ‘બ્લુ’ ટેક્સ ઉઘરાવશે.
* * *
‘વ્હાઇટ-પિસ’ ટેક્સ ઃ
જે લોકો આતંકવાદ ફેલાવે છે, બેન્કો લૂંટે છે, રમખાણો કરે છે, ખૂન-ખરાબા કરે છે એનો તો સરકાર વાળપણ વાંકો કરી શકતી નથી. એટલે...
જે લોકો બિચારા શાંતિથી જીવે છે એમણે જ આ ‘વ્હાઇટ-પિસ’ (શાંતિ) ટેક્સ ભરવો પડશે !
* * *
‘ટ્રાઇ-કલર’ તિરંગા ટેક્સ
આ દેશના દેશદ્રોહીઓને જલસા છે. એમને નથી સજા થતી, નથી જેલ થતી કે નથી એમની સંપત્તિ છિનવાતી તો બિચારી સરકાર પૈસા ક્યાંથી લાવશે ?
એટલે જ હવે દેશપ્રેમીઓ ઉપર ‘તિરંગા’ ટેક્સ નાખવાનો સમય પાકી ગયો છે ! અણ્ણાના સમર્થકો, જાગો ! ખિસ્સા ખાલી કરો અને દેશને ‘મદદ’ કરો...

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved