Last Update : 20-Dec-2011,Tuesday
 

ઉતાવળે લોકપાલ પાકે?

સંસદના શિયાળુ સત્રનો અંત નજીક આવે તેમ સરકારના માથે દબાણ અને અન્નામંડળનો ગોકીરો વધતાં જાય છે. અન્નાની રામલીલાયણ સામે સાષ્ટાંગ કર્યા પછી સરકારે જ નહીં, સંસદે ‘સેન્સ ઓફ હાઉસ’ના માઘ્યમથી લોકપાલ અંગે વચનો આપ્યાં હતાં. સ્ટેન્ડંિગ કમિટીમાં લોકપાલ ખરડો ગયા પછી રાહુલ ગાંધીચીંઘ્યા માર્ગે તેને બંધારણીય સ્વરૂપ આપવાથી માંડીને કંઇક વાતો થઇ. વચ્ચેના સમયગાળામાં અન્નામંડળનું દબાણ ચાલુ રહ્યું.
લોકપાલના મુદ્દાને સરકાર વિરુદ્ધ અન્ના કે નાગરિકસમાજ વિરુદ્ધ સરકાર જેવા સાદા ભાગમાં વહેંચી શકાય એમ નથી. કારણ કે આ બન્ને અને બીજા પક્ષો વિશે પણ ઘણું કહેવાનું થાય એમ છે. સૌથી પહેલાં સરકારની વાત કરીએ તો, તે આખા મુદ્દા પર યોગ્ય રીતે કામ કરવામાં અને તેની સાથે પનારો પાડવામાં સદંતર નિષ્ફળ ગઇ છે. પોતે શું કરવા માગે છે તેની જાણે પોતાને જ ખબર ન હોય અને રોજ સવારે જાગીને નીતિવિષયક નિર્ણયો નક્કી કરવાના હોય, એવું તેનું વલણ રહ્યું છે. કિસ્મતની જ નહીં, લોકપાલના અને એફડીઆઇ જેવા મુદ્દે પણ સરકારની હવા કભી નરમ, કભી ગરમ પ્રકારની રહી, એટલે સૌથી પહેલો દોષ તેનો કાઢવાનો થાય.
બીજો નંબર સગવડિયા વિપક્ષોનો. તેમની મૂંઝવણ ભારે છેઃ એક બાજુ અન્નામંડળની આત્યંતિક માગણીઓ. એ સ્વીકારે તો તેમને ખ્યાલ છે કે કાલે આપણી સરકાર બને ત્યારે આપણો વારો આવી શકે છે. બીજી બાજુ અન્નાને મળેલું પ્રચંડ જનસમર્થન અને તેના કારણે ઉભી થયેલી સરકારવિરોધી લાગણી વટાવવાની લાલચ છે. આ લાગણી અંકે કરી શકાય અને પોતાની તરફેણમાં વાળી શકાય તો સત્તા હાથવેંતમાં આવી જાય, એવું તેમને લાગી રહ્યું છે. વિપક્ષો ધારો કે અન્નામંડળ સાથે ન જોડાયા કે જાહેરમાં તેમની સાથે ન દેખાયા, તો સરકારવિરોધી લાગણીથી થનારો ફાયદો જાય અને ઉપરથી ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી દૂર- ભ્રષ્ટાચારી દેખાવાનું જોખમ તોળાતું રહે એ વધારામાં. આ ત્રિવિધ ભીંસમાં લાંબો સમય ભીંસાયા પછી છેવટે વિપક્ષો અન્નામંડળની સાથે હાથ મિલાવવાનો વિકલ્પ પસંદ કરે એ સમજાય એવું છે. ભવિષ્યના નુકસાન કરતાં વર્તમાન-રોકડું નુકસાન તેમને મોંધું પડી જાય એમ છે. એટલે જ સર્વપક્ષીય બેઠકમાં લોકપાલ વિશે એકમતી સધાઇ ન હોવા છતાં, પોતાના માથેથી દોષનો ટોપલો ટાળવા અને સરકારની સ્થિતિ કફોડી બનાવવા માટે તેમણે લોકપાલના મુદ્દે ફરી એક વાર સરકારને એકલી પાડવાનું પસંદ કર્યું છે.
અને બાકી રહ્યું અન્નામંડળ. અન્ના તો અન્ના જ છે. તેમણે કહી દીઘું છે કે યોગ્ય લોકપાલ ખરડો સંસદના શિયાળુ સત્રમાં પસાર કરવામાં નહીં આવે તો તેનો વિરોધ કરનાર દરેક સાંસદોના ઘરની સામે થનારા આંદોલનમાં, એ પોતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરશે. નવા વર્ષથી તેમણે જેલભરો આંદોલન ચાલુ કરવાની ચીમકી આપી, તેનાથી પણ સરકારને ડરવાનાં પૂરતાં કારણો છે. અન્નામંડળના મુખ્ય સભ્યોમાંના એક પ્રશાંત ભૂષણે કહ્યું છે કે અસરકારક લોકપાલ ખરડો સંસદના શિયાળુ સત્રમાં લાવવામાં આવે અને તેને બાંધી મુદતમાં, નક્કી કરેલી તારીખ પહેલાં પસાર કરવાની ખાતરી આપવામાં આવે તો આંદોલન મોકૂફ રહેશે. બાકી, આ વખતે દિલ્હીમાં ટાઢ નડે તો આંદોલન મુંબઇના આઝાદ મેદાનમાં કરવા માટે પણ અન્નામંડળની તૈયારી છે.
ત્રણ દિવસની રશિયા મુલાકાતે ગયેલા વડાપ્રધાન આવે પછી મંત્રીમંડળની બેઠકમાં નવો-સુધારેલો લોકપાલ ખરડો સ્વીકારાય અને તેને સંસદમાં રજૂ કરવામાં આવે એવી સંભાવના છે. ડિસેમ્બરની ૨૨ તારીખે પૂરા થનારા સત્ર પહેલાં ૨૦મી કે ૨૧મીએ લોકપાલ ખરડો લોકસભામાં મુકાય તો તેને પસાર કરવા માટે શિયાળુ સત્રની કાર્યવાહી એકાદ દિવસ લંબાવવામાં આવે, એવો સંકેત પણ સંસદીય બાબતોના મંત્રીએ આપ્યો છે.
લોકપાલ ખરડાની જરૂરિયાત પોતે ચર્ચામાં એક પાયાનો મુદ્દો હોવા છતાં, તેની આવશ્યકતા સ્વીકાર્યા પછી પણ નવા આવી રહેલા લોકપાલ અંતર્ગત તમામ સરકારી નોકરોને આવરી લેવા સહિતની અનેક બાબતો એવી છે, જેની વિશે વ્યાપક અને વાજબી મતભેદોને અવકાશ હોઇ શકે છે. આવા મતભેદો અન્નામંડળના દબાણને વશ થવા માટે વિસારે પાડી દેવામાં આવે અને ઝટપટ ખરડો પસાર કરી દેવામાં આવે, તે યોગ્ય નથી અને ઇચ્છનીય પણ નથી. સાથોસાથ, સાંસદોએ પણ ફક્ત અન્નાની જોહુકમી ટાણે સંસદની ગરીમા અને સાંસદોની ભૂમિકાનું રટણ કરવાને બદલે, લોકપાલ જેવા મુદ્દે પદ્ધતિસરની ચર્ચાવિચારણા કરીને પોતાનાં કદમાપ બતાવી આપવાની જરૂર છે. સંસદની ગરીમા પર હુમલા ગમે તે રીતે થાય, પણ તેને બચાવવાનો જ નહીં, તેને ઉજાગર કરવાનો છેવટનો કીમિયો સાંસદો પાસે છે અને એમણે પોતાના ઠરેલ વર્તનથી એ સિદ્ધ કરી બતાવવાનું છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved