Last Update : 20-Dec-2011,Tuesday
 
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
 
નારાજ ફ્લેચરે મેચમાંથી ખસી જવાની ધમકી ઉચ્ચારી હતી

વરસાદને લીધે મેચ લંચ બાદ શરૃ થઇ ઃ માત્ર ૫૦ જ ઓવર શક્ય બની ઃ કેનબરામાં વરસાદની આગાહી હોવાથી ફ્લેચર ટીમ સાથ મેલબોર્ન પહોંચવા વિચારતા હતા
કેનબરા,તા.૧૯
વરસાદના વિધ્નને કારણે વિલંબથી શરૃ થયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન સામે પ્રથમ દિવસે ૫૦ ઓવરમાં ૪ વિકેેેટે ૧૬૨ રન કર્યા હતા. મેદાન ભીનું હોવાથી મેચ શરૃ થવામાં મોડુ થતાં ભારતીય કોચ ફ્લેચર રોષે ભરાયા હતા અને એક તબક્કે તો તેમણે પ્રેક્ટિસ મેચમાંથી ખસી જવાની ધમકી ઉચ્ચારી હતી.
મોડેથી શરૃ થયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. સેહવાગ, રહાને અને લક્ષ્મણ સસ્તામાં આઉટ થયાં હતા. જ્યારે કોહલીએ અણનમ ૫૫ રન ફટકારતાં ફોર્મ સાબિત કર્યું હતુ. વોર્નરની કેપ્ટન્સી હેઠળની ચેરમેન ઇલેવન તરપથી જ્યોર્જ, બેહ્રેન્ડોર્ફ, લાલોર, હોલેન્ડે ૧-૧ વિકેટ ઝડપી હતી.
માનુકા ઓવલ મેદાન વરસાદને કારણે ભીનું હોવાથી મેચ નિર્ધારિત સમય પ્રમાણે શરૃ થઇ શકી નહતી. મેચ શરૃ થવાની રાહ જોઇ જોઇને કંટાળેલા ફ્લેચર ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ પડતી મુકીને ટીમને લઇને સીધા મેલબોર્ન પહોંચી જવાની તૈયારી કરી લીધી હતી. તેમને ભય હતો કે આ સપ્તાહમાં કેનબરામાં મોટાભાગે વરસાદ જ પડવાની આગાહી છે. જો કે માનુકા ઓવલના પીચ ક્યુરેટર વાન ડામે તેમને ભરોસો અપાવ્યો હતો કે, વરસાદ જતો રહેવાનો છે અને અમે બને તેટલી જલ્દી પીચ તૈયાર કરી આપીશું.
ડામે કહ્યું કે, નારાજ ફ્લેચરે મને અકળાઇને પુછ્યું કે, તમને ક્યાં સુધી મેદાન તૈયાર કરી આપશો. તો મેં જવાબ આપ્યો કે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને બંને તેટલી જલ્દી અમે મેદાન તૈયાર કરીશું. મેચ શરૃ થવાનો સમય તો અમ્પાયર્સ જ કહી શકશે. જે પછી મેદાન બપોરે ૧.૪૦ વાગ્યે તૈયાર થયું ત્યારે તેઓ અમારા પ્રયાસથી સંતુષ્ઠ જણાતા હતા. ડામે એમ પણ ઊમેર્યું કે, કોઇએ તેમને કહ્યું હતુ કે, કેનબરામાં તો આ સપ્તાહમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે અને તેના કારણે તેઓ ચિંતિત હતા.
ભારતે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં તેંડલકર અને દ્રવિડને આરામ આપ્યો હતો. જ્યારે સેહવાગ, ધોની, અશ્વિન અને ઝહીર ટીમ સાથે જોડાયા હતા. ગંભીર અને સેહવાગની જોડીએ ૨૦ રનની ભાગીદારી કરી હતી. સેહવાગ ૧૨ બોલમાં ૧ ચોગ્ગા સાથે ૧૨ રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. જે પછી રહાણે સતત બીજી પ્રેક્ટિસ મેચમાં કોઇ કમાલ કરી શક્યો નહતો અને ૧૫ રને આઉટ થયો હતો.
ગંભીર ૨૪ રને ક્લીન બોલ્ડ થયો હતો. જ્યારે લક્ષ્મણ પણ ૧૫ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. ભારતે તેની ચાર વિકેટ ૮૪ રનમાં ગુમાવી હતી. જે પછી કોહલી અને રોહિત શર્માએ અણનમ ૭૮ રનની ભાગીદારી કરી હતી. કોહલીએ ૯૩ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે અણનમ ૫૫ રન કર્યા હતા. જ્યારે રોહિત શર્માએ ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૩ બોલમાં અણનમ ૩૮ રન કર્યા હતા.
ભારતની પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગંભીર બો.બેહ્રેન્ડોર્ફ

૨૪

૬૯

સેહવાગ કો.ડૂલાન બો.જ્યોર્જ

૧૨

૧૨

રહાને કો.ખ્વાજા બો.લાલોર

૧૫

૩૫

કોહલી રમતમાં

૫૫

૯૩

૧૦

લક્ષ્મણ બો.હોલેન્ડ

૧૫

૩૯

આર.શર્મા રમતમાં

૩૮

૫૩

વધારાના (વાઇડ ૧,નોબોલ ૧, બાય ૧)

૦૩

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૪ વિકેટે

૧૬૨

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૨૦ (સેહવાગ ૩.૬), ૨-૫૨ (રહાને ૧૭.૪), ૩-૫૩ (ગંભીર ૨૦.૪), ૪-૮૪ (લક્ષ્મણ ૩૨.૪). બોલિંગ ઃ બોલીંજર ૭-૧-૩૦-૦, જ્યોર્જ ૧૨-૨-૪૨-૧, બેહ્રેન્ડોર્ફ ૯-૫-૮-૧, લાલોર ૭-૩-૯-૧, હોલેન્ડ ૯-૦-૩૭-૧, બોયસ ૬-૦-૩૫-૦.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved