Last Update : 20-Dec-2011,Tuesday
 

પોલીસ સદ્ભાવના મિશનમાં તસ્કરોને ૩.૯૦ લાખની લોટરી

 
આખા શહેરની પોલીસ મુખ્યમંત્રી માટે બંદોબસ્તમાં મુકાતા રેઢા શહેરમા ંતસ્કરોએ ત્રણ સ્થળોને નિશાન બનાવી દીધા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સદ્ભાવના મિશનના કાર્યક્રમને પગલે સુરત પોલીસ શનિવારે રાત્રે વનિતા વિશ્રામ ખાતે બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે તસ્કરોએ નાના વરાછામાં કોમ્પ્યુટર વેપારીના ફલેટને નિશાન બનાવી દાગીના-રોકડ મળી રૃ।. ૩.૩૭ લાખની મત્તાની ચોરી કરી હતી. જ્યારે ઉધના દરવાજા નજીક એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સની ઓફિસમાંથી લેપટોપની તેમજ તે બિલ્ડીંગના પહેલા માળે રેસ્ટોરન્ટમાં પણ ચોરી કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નાના વરાછા સવજી કોરાટ બ્રીજ પાસે જલદર્શન સોસાયટીની બાજુમાં રીવર પેલેસ એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં. ૪૦૨માં રહેતા મહેશભાઇ કરશનભાઇ અસલાલીયા વરાછા પોદાર આર્કેડ ખાતે કોમ્પ્યુટરનો વ્યવસાય કરે છે.
ગત શનિવારે સાંજે મહેશભાઇ પરિવાર સાથે અડાજણમાં રહેતા મિત્રને ત્યાં ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાઇ ગયા હતા. ગત બપોરે તે ઘરે પાછા ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું ઇન્ટર લોક તૂટેલું હતું. તસ્કરો તેમના બેડરૃમમાં માર્બલના કબાટમાં ફીટ કરેલી લોખંડની તિજોરી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૃ।. ૩,૩૭,૫૦૦ની મત્તા સાથે ઉંચકી ગયા હતા. બનાવ અંગે તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ બી.એમ. રાઠવાએ તપાસ શરૃ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદ્ભાવના મિશનના કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસની ગેરહાજરીનો લાભ ઉઠાવતા તસ્કરોએ નાનાવરાછા ઉપરાંત ઉધના દરરાજા ખાતે મુખ્ય રોડ ઉપર આવેલા સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્ષમાં બે જગ્યાએ ચોરી કરી હતી.
તસ્કરોએ ત્રીજા માળે આવેલી એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીની બ્રાન્ચ ઓફિસની જાળીને મારેલું તાળું તોડી અંદર પ્રવેશી રૃ।. ૨૦,૦૦૦ની કિંમતના લેપટોપ અને ડેટા કેબલની ચોરી કરી હતી. જ્યારે પહેલા માળે સનસાઇન રેસ્ટોરન્ટમાં પણ ચોરી કરી હતી. આ અંગે અમરાભાઇ ભાસ્કરભાઇ દેસાઇ (રહે. એ/૧૧૦૧, સિલ્વર કેસ્ટ એપાર્ટમેન્ટ, અડાજણ)એ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એ.પી. પટેલે તપાસ હાથ ધરી હતી.
સચીન મગદલ્લા રોડ ઉપર ગભેણી ચોકડી પાસે શ્રીનાથ નગર સંતરામની ચાલ રૃમ નં. ૧માં રહેતા શત્રુધ્ન મદનપ્રસાદ ગોડને ત્યાં ગત બપોરે ત્રાટકેલા તસ્કરોએ પોલીસ મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત હોય તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવી સુટકેસમાં મૂકેલા રોકડા રૃ।. ૧૮,૦૦૦ તથા સના-ચાંદીના રૃ।. ૧૫,૦૦૦ની કિંમતના દાગીના મળી કુલ રૃ।. ૩૩,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે પીએસઆઇ બી.આર. સંગાડાએ વધુ તપાસ હાથ ધરી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved