Last Update : 20-Dec-2011,Tuesday
 
૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડનો કબ્જો ડીઆરઆઇને સોંપવા હુકમ

 

વિદેશીઓ રોબાઈ હુશેન તથા યુસુફ ઓસેલીની સજામાં છ માસનો ઘટાડોઃ દંડની રકમ રૃા.૧ લાખથી વધારી રૃા.૨ લાખે
(પ્રતિનિધિ દ્વારા) સુરત,સોમવાર
વર્ષ-૨૦૦૮માં સુરત ડીઆરઆઈએ રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડ કેસમાં ઝડપેલા વિદેશી શકદાર યુસુફ ઓસેલી તથા રોબાઈ હુશેનને ચીફ કોર્ટે ફરમાવેલી સજાના હુકમ સામેની અપીલ તથા સુરત ડીઆરઆઈએ મુદ્દામાલ પેટે કબજે લીધેલા ડાયમંડનો કબજો માંગતી અપીલને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એ.વાઘેલાએ અંશતઃ મંજુર કરી નીચલી કોર્ટના વાદગ્રસ્ત હુકમમાં હસ્તક્ષેપ કરી સેટ એ સાઈડ કરતો હુકમ કર્યો હતો.
સુરત ડીઆરઆઈએ વર્ષ-૨૦૦૮માં બાતમીના આધારે રામપુરા મેઈન રોડ પર આવેલા અર્પણ એપાર્ટમેન્ટની ભાડાની દુકાનમાંથી રૃ.૩.૮૫ કરોડના કેપીસી વિનાના ડાયમંડ સાથે બે વિદેશી નાગરિકોને ઝડપી લીધા હતા. કસ્ટમ્સ એક્ટની જોગવાઈનો ભંગ કરીને કેપીસી વિનાના ડાયમંડ સાથે ઝડપાયેલા લેબેનોનના રોબાઈ હુશેન તથા ગુયેનાના નાગરિક યુસુફ ઓસેલીને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ગયા નવેમ્બર માસમાં ગુનેગાર ઠેરવી ચાર વર્ષની કેદ, દરેકને રૃ.૧ લાખ દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી.
જ્યારે સુરત ડીઆરઆઈએ બંને વિદેશીઓ પાસેથી ગુનાના કામે કબજે કરેલા ૩.૮૫ કરોડના ડાયમંડનો કબજો સોંપવાની માંગ ચીફ કોર્ટે નકારી કાઢી હતી. જ્યારે ફરિયાદી ઈન્ટેલિઝન્સ ઓફિસર મનિષ ભાર્ગવની હાજરીમાં માન્ય વેલ્યુઅર પાસે ડાયમંડની કિંમતનું મુલ્યાંકન કરાવી કોર્ટના નાઝરની ઉપસ્થિતિમાં જાહેર હરાજી કરાવી તેના નાણાં સરકારમાં જમા કરાવવા નિર્દેશ આપ્યો હતો. આથી સુરત ડીઆરઆઈએ તત્કાલીન ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટના ઉપરોક્ત હુકમથી નારાજ થઈને આરોપીઓને સજા તથા દંડમાં વધારો કરવા અને મુદ્દામાલ પેટે કબજે લીધેલા ડાયમંડનો કબજો ડીઆરઆઈની સોંપવા નીચલી કોર્ટના હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણી દરમિયાન ડીઆરઆઈ તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કસ્ટમ્સ એક્ટની કલમ-૧૨૬ હેઠળ વાદગ્રસ્ત મુદ્દામાલની માલિકી ડીઆરઆઈની ગણાય.જેથી નીચલી કોર્ટે મુદ્દામાલ સંબંધી કરેલા વાદગ્રસ્ત હુકમ કાયદાની ભુલ ભરેલો હોઈ તેને રદ કરવા માંગ કરી હતી.
જ્યારે બ્લડ ડાયમંડ કેસમાં ચીફ કોર્ટે ગુનેગાર ઠેરવેલા રોબાઈ હુશેન તથા યુસુફ ઓસેલીએ નીચલી કોર્ટે ફરમાવેલી સજા તથા દંડના હુકમ સામે અપીલ કરી તેમાં હસ્તક્ષેપ કરી રદ કરવા માંગ કરી હતી. બંને પક્ષકારો તરફેની દલીલો તથા રેકર્ડ પરના પુરાવા અને કાયદાકીય જોગવાઈને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના હુકમમાં અંશતઃ ફેરફાર કરતો હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટે બંને વિદેશી નાગરિકોને નીચલી કોર્ટે ફરમાવેલી ચાર વર્ષની કેદની સજા ઘટાડીને ત્રણ વર્ષ છ માસની કરવા તથા પ્રત્યેકને ફટકારેલા રૃ.૧ લાખના દંડની રકમમાં વધારો કરી રૃ.૨ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જ્યારે દંડ ન ભરે તો બંને વિદેશીઓને છ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
સુરત ડીઆરઆઈની મુદ્દામાલ પરત સોંપવા કરેલી અપીલને સેશન્સ કોર્ટે મંજુર કરીને નીચલી કોર્ટના હુકમને રદ કરતો હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની હાજરીમાં મુદ્દામાલની હરાજી કરવી જરૃરી નથી.રૃ.૩.૮૫ કરોડના ડાયમંડની હરાજીના નાણાં સરકારની તિજોરીમાં જમા થાય તે જરૃરી છે. જેથી અપીલ સમય વીત્યા બાદ મુદ્દામાલનો કબજો સુરત ડીઆરઆઈને સોંપવાનો હુકમ કર્યો હતો. વધુમાં માન્ય વેલ્યુઅર પાસે ડાયમંડનું મુલ્યાંકન કરાવી જાહેર હરાજીથી ઉપજેલા નાણાં સરકારમાં જમા કરાવી તેની એક નકલ અદાલતને સુપરત કરવા કોર્ટે નિર્દેશ આપ્યો હતો.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved