Last Update : 20-Dec-2011,Tuesday
 

નાની-મોટી દમણ વચ્ચે કેબલ સ્ટેઇડ બ્રીજ બનાવાશેઃ પ્રશાસક

 

દીવ-દમણના ૫૧મા મુક્તિદિનની ઉજવણી

સરકારી ભરતીની પરીક્ષા માટે એક કલાક પહેલા જ પ્રશ્નપત્ર તૈયાર કરાશેઃ ટુરીસ્ટ સર્કિટ યોજના અંતર્ગત કાંઠાના વિસ્તારો જોડાશે
વાપી,સોમવાર
સંઘપ્રદેશ દમણના ગર્વમેન્ટ કોલેજ મેદાન ઉપર આજે સવારે પરંપરાગત રીતે દીવ-દમણના ૫૧મા મુક્તિદિનની ઉજવણીના ભાગરૃપે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રશાસકે જણાવ્યું કે, બંને પ્રદેશોમાં યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તે માટે સરકારી ભરતીની પરીક્ષા માટે એક કલાક પહેલા જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે. સાથે સાથે આગામી ૧૨મી પંચવર્ષીય યોજનામાં પ્રદેશના મહત્વકાંક્ષી યોજનાઓની સાથે સૌથી વધુ ભાર પર્યટન ક્ષેત્રને આપવામાં આવશે.
૫૧માં મુક્તિદિનની ઉજવણીના ભાગરૃપે દમણના બાંડોદકર સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સવારે ૯ઃ૩૦ કલાકે દીવ-દમણ અને દા.ન.હવેલીના પ્રશાસક નરેન્દ્રકુમારે ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ પોલીસ વિભાગ, આબકારી વિભાગ શાળાના વિદ્યાર્થીઓએ પરેડ કરી હતી. પ્રશાસકે સ્વાતંત્ર્ય સેનાનીઓને નતમસ્તક વંદન તેઓએ આ પ્રદેશના સર્વાગી વિકાસ માટે કેન્દ્ર સરકારે અગાઉના વર્ષો કરતા આ વેળા વધુ ગ્રાન્ટની ફાળવણી કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત બનેલી દમણગંગા નદીની સમસ્યા અંગે આગામી સમયમાં નદીનું શુદ્ધિકરણની કામગીરી હાથ ધરાશે. પર્યટન ક્ષેત્ર ઉપર ભાર મુકતા ઉમેર્યું કે, આગામી ૧૨મી પંચવર્ષિય યોજનામાં પ્રદેશમાં મહત્વકાંક્ષી યોજનાની સાથે ટુરીસ્ટ સર્કિટ યોજના ઉભી કરાશે જેને કારણે દમણથી દીવ અને ગુજરાતમાં આવતા દરિયાકાંઠાના વિસ્તારોને જોડાશે. ટુરીસ્ટ સર્કિટ અંતર્ગત ક્રુઝ શીપ મારફતે દમણથી દીવ અને દીવથી દમણ લાવવા લઈ જવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે, શૈક્ષણિક ક્ષેત્રે દમણમાં આવનારા દિવસોમાં દમણઈન્સ્ટીટયુટ ઓફ પોલી ટેકનિક એન્ડ ઈન્જિનિયરીંગ કોલેજ ઉભી કરાશે. જેમાં ઈન્જિનિયરીંગની વિવિધ ફેકલ્ટીઓ શરૃ થતાં સ્થાનિક વિદ્યાર્થીઓને લાભ મળશે. મરવડ સરકારી હોસ્પિટલમાં ટુક સમયમાં જ સીટી સ્કેનની સુવિધા ઉભી કરાશે. બંને પ્રદેશમાં સરકારી વિભાગોમાં ભરતી પ્રક્રિયામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાથવા ભરતી પરીક્ષા વેળા યોગ્ય ઉમેદવારોને લાભ મળે તે માટે પ્રશ્નબેંક યોજના ઉભી કરી પરીક્ષાના એક કલાક પહેલા જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી ૧૨૯ જગ્યા ઉપર ભરતી કરવા મંજુરી મળી ગઈ છે દમણના પાતાલીયા ખાતે રૃ. ૧૨ કરોડના ખર્ચે બ્રીજનું નિર્માણ અને મોટી દમણ અને નાની દમણ વચ્ચે કેબલ સ્ટેઈડ બ્રીજ ઉભો કરાશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે દીવ-દમણના સાંસદ લાલુ પટેલે વિદેશી શાસનમાંથી મુકિત અપાવનારા શહિદોને નતમસ્તક વંદન કરી લોકોને હાર્દિક શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે,દીવ-દમણમાં વધુને વધુ વિકાસના કામો માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી પ્રયાસો કરવામા આવ્યા છે. સરકારની બેટીબચાવ યોજના અંતર્ગત લાભની રકમ ૪૦ હજારને બદલે ૧ લાખ સુધી કરાવવામાં સફળતા મળી છે. દમણગંગા નદીમાં વાપીના ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના મુદ્દે લડત ચલાવી છે. દીવ-દમણમાં આગામી સમયમાં ત્રણ નવા બ્રીજો ઉભા કરાશે. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ વિવિધ શાળાના બાળકો અને કલાકારો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved