Last Update : 20-Dec-2011,Tuesday
 
વલસાડમાં કાર લઇ બકરા ચોરવા આવેલી ટોળકીનો સભ્ય પકડાયો
 

મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં બે શખ્સ આવ્યા હતા ઃ ખડકી ભાગડા અને આસપાસના વિસ્તારમાંથી મહિનામાં ૨૦૦થી વધુ બકરા ચોરાયા
કારની નંબર પ્લેટ પર ''શિવસેના''નો સિમ્બોલ લગાવેલો છે
લોકોએ એક સભ્યને પકડી મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો
વલસાડ, સોમવાર
વલસાડ શહેરનાં ખડકીભાગડા વિસ્તારમાં મહારાષ્ટ્ર પાર્સિંગની એસ્ટીમ કાર લઇને બકરા ચોરવાં આવેલાં બે શખ્સો પૈકી એકને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડયો હતો. ખડકી ભાગડા તથા આસપાસનાં વિસ્તારોમાંથી છેલ્લા ૧ માસમાં ૨૦૦થી વધુ બકરાં ચોરાયા હોવાનો સ્થાનિકોનો અંદાજ છે.
વલસાડ શહેરનાં ખડકીભાગડા વિસ્તારમાં રહેતાં પાલીબેન પુનાભાઇ રાઠોડના ઘરેથી ગત શનિવારે બે બકરા ચોરાયાં હતા. તેના અઠવાડિયા પહેલાં નજીકમાં રહેતાં ચીનાકાકાનો એક બકરો ચોરાયો હતો. આ ઉપરાંત ધોબીતળાવમાં રહેતાં નજાકતઅલી સૈયદનાં ૩ બકરા ૧૫ દિવસ પહેલાં ચોરાયા હતાં.
ખડકી ભાગડા તથા આસપાસનાં વિસ્તારોમાં બકરા ચોરાવાની ઘટના વારંવાર બનતાં લોકો આ બકરાચોરોને ઝડપી પાડવાની ફિરાકમાં જ હતાં. દરમિયાન આજે બપોરે ૧.૩૦ વાગ્યે ખડકીભાગડામાં આવેલાં બિપીનભાઇ પ્રજાપતિનાં ઇંટના ભઠ્ઠા પાસે એક મરૃન રંગની એસ્ટીમ કાર (નં.એમએચ ૦૪ એએચ ૧૮૮૯) આવીને ઉભી રહી હતી. આ કારમાંથી ઉતરીને એક શખ્સ બકરીને ઘઉં ખવડાવવા જતાં કોઇકે એને જોતાં આ શખ્સ બકરાચોર હોવાની શંકા ગઇ હતી. આ શંકા આધારે તેણે અન્ય લોકોને જાણ કરતા આસપાસનાં યુવાનો દોડી આવ્યા હતા.
લોકોને જોઇ આ બંને શખ્સ કાર મુકીને ભાગી છુટયા હતા. પરંતુ એક શખ્સ નજીકમાં આવેલી ગટરમાં પડી જતાં પકડાઇ ગયો હતો. લોકોએ આ શખ્સને બરાબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. આ શખ્સે પોતાનું નામ મારૃ વાસીમખાન (રહે.થાણા, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથેના શખ્સનું નામ મુન્નાભાઇ હોવાનું પોલીસને જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર પાર્સિંગની આ કારમાંથી આર.સી.બુકની નકલ મળી આવી હતી. જેમાં કાર સુદેશ આર. ગાયકવાડ (રહે.અટગરગાંવ, ખડોલી, મહારાષ્ટ્ર)ના નામ પર હોવાનુ જણાયુ હતું. મુંબઇથી બકરા ચોરવા આવેલાં શખ્સોએ કારની નંબર પ્લેટ પર ''શિવસેના''નો સિમ્બોલ લગાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

બકરાચોર ટોળકી એકસાથે ૨ થી ૩ કાર લઇને આવે છે
વલસાડ, સોમવર
વલસાડના જુદા જુદા વિસ્તારમાં બકરાચોર ટોળકી સક્રિય હોવાનું અને તે એકસાથે ૨ થી ૩ કાર લઇને આવતી હોવાનું ગ્રિનપાર્કના રહીશ યુસુફ કાઝીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલાક દિવસો પહેલાં તેના ઘરેથી ૮ બકરાં ચોરાયા હતા. તે જ દિવસે આસપાસના વિસ્તારોમાંથી કુલ ૨૩ બકરાં ચોરાઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બકરાચોર ટોળકી મહદઅંશે શનિવારે અને સોમવારે બપોર દરમિયાન એકસાથે સક્રિય બની જતી હોવાનું તેમણે જણાવ્યું હતું. એક બકરાની સરેરાશ કિંમત રૃ।. ૨૦૦૦ ગણવામાં આવે તો પણ આ બકરાચોર એક જ દિવસમાં ૬૦ થી ૭૦ હજારની કમાણી કરી લે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved