Last Update : 20-Dec-2011,Tuesday
 
રાજકોટ સિંગતેલ નવો ડબ્બો ઔરૃા. ૧૫૯૦ની સર્વોચ્ચ સપાટીએ
 
સિંગતેલમા એક દિ'માં વધુ ઝડપી રૃા. ૪૦નો ઉછાળો

રાજકોટ, સોમવાર
મગફળીની ઓછી આવક સામે સિંગતેલમાં ખાવાવાળાની માંગ રહેતાં રાજકોટ સિંગતેલમાં આજે ડબ્બે વધુ રૃા. ૪૦ના ઝડપી ઉછાળા સાથે રાજકોટ સિંગતેલ નવા ડબ્બો રૃા. ૧૫૯૦ની ઓલટાઇમ હાઇની સપાટીએ પહોંચી ગયું છે. છુટક ૧ કિલોના ભાવ પણ રૃા. ૧૦૫ બોલાતા ગૃહિણીઓમાં દેકારો મચી ગયો છે.
આઠ દિ'માં સિંગતેલ ડબ્બે રૃા. ૧૨૦નો તોતીંગ વધારો પરપ્રાંતમાં બેનંબરમાં સિંગદાણાનું ધૂમ વેચાણ
ગત વરસે તા. ૧૭ જૂન ૨૦૧૧ના રોજ રાજકોટ સિંગતેલના ભાવ રૃા. ૧૫૮૫થી ૧૫૯૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું. આ વરસે મગફળીનું ઓછુ ઉત્પાદન થતાં અને ગત વરસની ખાધના કારણે મગફળીની આવકોનો ગણાતા ડિસેમ્બર મહિનામાં જ સિંગતેલમાં તેજી ભભૂકી ઉઠી છે.
રાજકોટ સિંગતેલ નવા ટીનમાં આજે વધુ રૃા. ૪૦ના કમ્મરતોડ વધારો થતાં રૃા. ૧૫૯૦ની ટોચની સપાટીએ પહોંચી ગયુ છે. છુટક એક કિલોમાં રૃા. ૩ વધી રૃા. ૧૦૫ રહ્યા હતાં. રાજકોટ સિંગતેલ લુઝ ૧૦ કિલોમાં રૃા. ૯૭૫થી ૯૯૦ સુધીના ભાવે ૧૫થી ૨૦ ટેન્કરના કામ થયા હતાં.
ગત ડિસેમ્બર ૨૦૧૦ના મહિનામાં સિંગતેલના ડબ્બાના ભાવ રૃા. ૧૨૬૦થી ૧૨૬૫ અને સિંગતેલ લુઝ ૧૦ કિલોના રૃા. ૭૨૫-૭૩૦ના ભાવ હતાં તેની સામે આ વરસે ડબ્બે રૃા. ૩૦૦ ઉંચા રહ્યા છે.
આમ ચાલુ વરસે ડિસેમ્બર મહિનામાં જ તેલના ભાવમાં આગ ઝરતી તેજી ફાટી નીકળી છ ત્યારે હજુ મગફળીની ઓફ સીઝન એવા જુન - જુલાઇ મહિનામાં શું હાલત થશે? જો કે આ વરસે સિંચાઇની સગવડો હોવાથી ઉનાળુ મગફળીનું વાવેતર વધશે તો થોડી રાહત થશે. હાલ સિંગતેલના ભાવ બેકાબુ બન્યા છે.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં દેશ-વિદેશની પુષ્કળ માંગ રહેતા સીંગદાણાના ભાવમાં છેલ્લાં દસ દિવસમાં કિલોએ રૃા. ૬થી ૭નો ભાવ વધારો થયો છે. કેશોદ બાજુ સીંગદાણા ૪૦ થી ૫૦ કાઉન્ટના રૃા. ૫૭૦૦૦, ૫૦ થી ૬૦ કાઉન્ટના રૃા.૫૫૫૦૦ અને ૬૦ થી ૭૦ કાઉન્ટના રૃા. ૫૪૫૦૦ના ભાવ રહ્યા છે. મગફળીમાં પણ ખાંડીદીઠ રૃા.૧૦૦૦ વધી મિલબર મગફળીના રૃા.૧૪૫૦૦ અને દાણાબર મગફળીના રૃા.૧૬૫૦૦ના ભાવ રહ્યા છે. એચપીએસ સીંગદાણા ૫૦ થી ૬૦ કાઉન્ટના ૫૮૦૦૦ થી ૫૮૫૦૦ અને ૪૦ થી ૫૦ કાઉન્ટના રૃા.૬૦૫૦૦ના ભાવ રહ્યા હતા. સીંગદાણા જીટુ (ટીજે) ૮૦ થી ૯૦ કાઉન્ટના રૃા. ૫૭૫૦૦ અને ૫૦ થી ૬૦ કાઉન્ટના રૃા.૬૨૦૦૦ના ભાવ રહ્યા હતા. કચ્છના સ્પેશ્યલ સીંગદાણા ૮૦ થી ૯૦ કાઉન્ટના રૃા. ૬૧૦૦૦ અને ૫૦ થી ૬૦ કાઉન્ટના રૃા.૬૭૦૦૦ના ટોચના ભાવ રહ્યા હતા.
સીંગદાણામાં નિકાસી માંગ સાથે અન્ય રાજ્યોની પણ ડિમાન્ડ રહી છે. સૌરાષ્ટ્રમાંથી બે નંબરમાં સીંગદાણા બોર્ડર ક્રોસ કરી પંજાબ-હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઢસડાઇ જતા હોવાથી ભાવ વધુ ભડકયા છે. સૌરાષ્ટ્રના તેલમિલરો પણ તેજીના પવનમાં કમાઇ લેવા ઉંચા ભાવે એકાદ ટેન્કરનો સોદો કરી ભાવ ઉચકાવાનો હિન પ્રાસ કરી રહ્યા છે. મૂઠીભર બ્રાન્ડવાળાના કારણે છેલ્લા ૧૦ દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૃા.૧૨૦ અને એક કિલોમાં રૃા.૧૨ વધી ડબ્બાના રૃા.૧૫૯૦ અને છુટક એક કિલોના ભાવ રૃા.૧૦૫ની ટોચની સપાટીએ પહોંચી ગયા છે. નવી મગફળીની આવકોના દિવસોમાં તેલના ભાવ ઘટવાના બદલે કુદકે ને ભુસકે વધી રહ્યા છે તેની પુરવઠાતંત્રે તપાસ કરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved