Last Update : 20-Dec-2011,Tuesday
 
ઢોર છોડાવવા હિંસક પથ્થરમારો, પોલીસમેન-મજુરને ઈજા,ફાયરીંગ
 
રાજકોટ ગોંડલરોડ ચોકડીએ માથાભારે માલધારી શખ્સોએ મચાવ્યું તોફાન

રાજકોટ,સોમવાર
અહીંના બી.આર.ટી.એસ.રૃટ પરથી ઢોર પકડીને છેલ્લે ગોંડલરોડ ચોકડી પાસે એક ઢોર ડબ્બે પૂરીને પસાર થઈ રહેલા મ્યુનિ.અને પોલીસ સ્ટાફ પર માથાભારે માલધારી શખ્સોએ એકસંપ કરીને હિંસક પથ્થરમારો કરતા એસ.આર.પી.પોલીસમેન તથા એક મજુરને ઈજા પહોંચી હતી જ્યારે એસ.આર.પી.મેને હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરીને જીવ બચાવ્યાનું જાહેર થયું છે.
કોર્પો.ના મજુરને પણ ઈજાઃ વીસ ઢોર પકડીને છેલ્લે એક ખૂંટિયો પકડયો અને હુમલો કરી ઢોર છોડાવી ગયા, કર્મચારીઓની હડતાળ
રાજકોટ આખામાં રખડતા ઢોરનો અનહદ ત્રાસ વર્ષોથી છે અને તેનો નક્કર ઉપાય રાજ્ય સરકારથી માંડીને મહાપાલિકા કોઈ લાવતું નથી ત્યારે હાલતુરંત માત્ર ૧૩ નક્કી કરેલા મુખ્યમાર્ગો પર ઢોર પકડવાની છેલ્લા ઘણા દિવસોથી ચાલતી કામગીરી અંતર્ગત આજે મ્યુનિ.કોર્પો.ની યુટીલીટી વાહન નં.જી.જે.૩એવી ૯૦૭૧માં સેનેટરી સબ ઈન્સપેક્ટર, બે એસ.આર.પી.પોલીસમેન, બે ચોકીદાર સહિતનો સ્ટાફ સવારથી જામનગર રોડ પર માધાપર ચોકડીથી નીકળીને ૧૦.૭ કિ.મી.લાંબા આ રૃટ પર રસ્તે નજરે પડતા ઢોર પકડીને પસાર થઈ રહ્યો હતો.
બપોરે આ સ્ટાફ જ્યાં તીવ્ર ટ્રાફિક જામ હોય છે તે બી.આર.ટી.એસ.ના છેડે ગોંડલરોડ ચોકડીએ પહોંચતા ત્યાં એક ખુંટિયો પકડીને કૂલ બે વાહનોમાં દસ-દસ ઢોર (મુખ્યત્વે ગાયો) લઈને આગળ ઢોરડબ્બા તરફ વાહન હંકારી રહ્યા હતા ત્યારે આ ચોકમાં ગેરકાયદે દબાણો કરીને પડયા પાથર્યા રહેતા તત્વોએ કાયદો હાથમાં લીધો હતો અને મ્યુનિ.વાહનને અટકાવીને ઢોર છોડવા પ્રથમ ઉગ્ર ગાળાગાળી-બોલાચાલી કરીને હિંસક રીતે પથ્થરમારો કર્યો હતો.
મ્યુનિ.તથા પોલીસસૂત્રોએ જણાવ્યા મૂજબ રસ્તા પર ચાલતા કામના કાળમીંઢ પથ્થરોના ઘા થતા એસ.આર.પી.જવાન પોપટભાઈ ભુરાભાઈ ટોળીયા (ઉ.વ.૪૩ એસ.આર.પી.ગુ્રપ-૮,ગોંડલ)ને એક પથ્થર લાગતા માથામાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. આ અન્વયે તેણે ટોળાને વિખેરવા હવામાં ફાયરીંગ કર્યું હતું. ઘટનામાં સતીષ દેવશીભાઈ સોલંકી (ઉ.વ.૩૦ રહે.ભગવતીપરા) નામના કન્ઝર્વન્સી વિભાગના મજુરને પણ ઈજા થઈ હતી. બન્નેને હોસ્પિટલે ખસેડાયા છે જેમાં એસ.આર.પી.મેનને પાંચ ટાંકા આવ્યાનું જણાવાયું છે.
આ ઘટના અન્વયે મ્યુનિ.અને વિજીલન્સ સ્ટાફે સ્થળ પરથી જ વિહા ભરવાડ નામના એક શખ્સને પકડી લીધો હતો અને તેને પોલીસ મથકે લઈ ગયા હતા. ઢોર પક્કડ પાર્ટીના અધિકારી પ્રફુલ ત્રિવેદી તથા સેને.સબ ઈન્સ.ઉપાધ્યાયે જણાવ્યા મૂજબ પથ્થરમારો એટલો હિંસક હતો કે આ વખતે એક ટ્રાવેલ્સ બસ તથા ટ્રક ટોળા અને મ્યુનિ.સ્ટાફ વચ્ચે આવી જતા બસ પર પણ પથ્થર લાગ્યા હતા. દોઢસો જેટલા શખ્સોના ટોળાએ અગાઉથી કાવત્રુ રચીને જ હુમલો કરીને એક વાહનમાંથી દસે દસ ઢોર છોડાવી ગયા હતા જ્યારે બીજા વાહનના નવેક ઢોરને ઢોર ડબ્બે પૂરવામાં આવ્યા છે.
આ ઘટના બાદ કન્ઝર્વન્સી વિભાગના મ્યુનિ.કર્મચારીઓએ ઢોર પકડવાની કામગીરી બંધ કરી દીધી હતી અને આવતીકાલે મ્યુનિ.કમિશનરને રજૂઆત કર્યા બાદ જ કામગીરી શરુ કરાશે તેમ જણાવ્યું હતું. આ ઘટના અંગે મ્યુનિ.કમિશનર અજય ભાદુએ જણાવ્યું કે આવી લુખ્ખાગીરી પાસે તંત્ર ઝૂકશે નહીં અને હવે અનેકગણા વધુ જોરથી ઢોર પકડવા સહિતની કામગીરી થશે.
આ ઘટના પછી આજે સાંજે એસ્ટેટ સહિતનો મ્યુનિ.સ્ટાફ ગોંડલરોડ ચોકડીએ પહોંચી ગયો હતો અને ત્યાં ચાના થડાં, છકડોરિક્ષા વગેરે આડેધડ પાર્ક કરીને દબાણ કરતા તત્વો પર ધોંસ બોલાવીને રેંકડીઓ,સામાન જપ્ત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતા એ.એસ.પી. તથા તાલુકા પોલીસના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને માલધારી તત્વો ભોંભીતર થઈ ગયા હતા. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં એસ.આર.પી.મેન પોપટભાઈ ટોળીયા ભરવાડ (ઉ.૪૩)ની ફરિયાદ પરથી આરોપીઓ કુકી છેલા, વહા કાના, સામત મીર, રઘુ કુકા તથા બીજા પચીસથી ત્રીસ માલધારી શખ્સો વિરુધ્ધ આઈ.પી.સી.ક.૩૩૩, ૩૩૨, ૩૫૩, ૧૮૬, ૧૪૩, ૧૮૮, ૧૨૦બી હેઠળ મહાપાલિકાએ ફરજના ભાગરૃપે પકડેલા ઢોર ટ્રેક્ટરમાંથી છોડાવવાનું પૂર્વયોજિત ગુનાહિત કાવત્રુ રચીને મંડળી રચી હુમલો તથા પથ્થરમારો કરીને ફરિયાદીને માથામાં ગંભીર ઈજા પહોંચાડીને તથા અન્ય મજુર સતીષભાઈને પણ ઈજા કરી ઢોર છોડાવી ગયાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની કડક પુછપરછ થતા ડઝનેક શખ્સોના નામ જાહેર થતા પોલીસે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved