Last Update : 20-Dec-2011,Tuesday
 
હાલારના બંદરોની માઠી દશા જોડીયા બંદર બે દાયકાથી બંધ
 
આયાત-નિકાસથી ધમધમતા બેડી બંદરની પણ મૃતઃપ્રાય સ્થિતિ

જામનગર, તા. ૧૯
વ્યાપાર ઉદ્યોગ માટે મહત્વના પરિવહન સ્થાન ગણાતા એવા જામનગર જિલ્લાના બંદરોની જાણે માઠી બેઠી હોય તેમ છેલ્લા બે દાયકામાં ઉતરોતર પડતી થઇ છે અને કહેવાતા શુભચિંતકોએ દરકાર કરવાની તો કાળજી પણ લીધી નથી અને ઉપરથી બંદરો વધુને વધુ ડેમેજ થતા રહે તે દિશામાં પેરવી થતી રહી છે અને ઐતિહાસિક એ ગુજરાતના આ ૩૫૫ કિ.મી.ની લંબાઇ ધરાવતા દરિયા કિનારાની અને ખાસ કરીને જોડિયા, બેડી, સલાયા જેવા બંદરોની અવદશા હાલની સ્થિતિ જોતા તેની ચાડી પોકારી છે.
ઓખા, સિક્કા અને સલાયા બંદરો ઉપર પણ માળખાકિય સુવિધાનો અભાવ, બેડેશ્વરમાં ઓઇલમિલો અને ગોડાઉન સુધીની રેલવેલાઇનો પણ અદ્રશ્ય
અંદાજે ૧૦૦ વર્ષ અગાઉ ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાઇ વિસ્તારમાં ૩૫૫ કિ.મી. જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા હાલાર પંથકમાં બેડી, જોડિયા, ઓખા, સિક્કા, સલાયા જેવા બંદરો આવેલા છે. આ બંદરોમાં મુખ્યત્વે જોડિયા અને બેડી બંદર પર વહાણવટા દ્વારા ઓખા--કાપડ-સુકો મેવો- ખજુર- ખાંડ- મગફળી જેવી ચીજવસ્તુઓની આયાત-નિકાસ ઇરાન-ઇરાક અને ગલ્ફના દેશોમાં થતી હતી. બેડી અને જોડિયા બંદરને કારણે બન્ને બંદરોથી જામનગરની ઓળખ દેશ-વિદેશમાં થઇ હતી.
રાજાશાહીના સમય બેડી અને જોડિયા બંદરના વિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું અને બેડીમાં બેડેશ્વરમાં ઓઇલમીલો અને ગોડાઉનો સુધીની રેલવેલાઇન નાખવામાં આવી હતી. જે રેલવેલાઇન આજે ક્યાયં પણ જોવા મળતી નથી. તેમજ ૧૯૮૭ પછી સમયાંતરે બેડી બંદર ઉપર આયાત-નિકાસ ઓછી થતી ગઇ અને હાલ તો ફક્ત સલ્ફર અને કોલસો આયાત-નિકાસ થાય છે. તેમજ જોડિયા બંદર ૧૯૬૦ની સાલથી પડતી શરૃ થતા સમયાંતરે બંધ થતું ગયું અને હાલ જોડિયા બંદર બે દાયકાથી વધુ સમયથી બંધ છે.
સલાયા બંદરમાં મુખ્યત્વે વહાણવટાનો વ્યવસાય વધુ ફેલાયો હતો. તેમજ દાણચોરી માટે કુખ્યાત રહ્યું છે. જો કે હાલના સમયમાં માત્ર વહાણવટાનો વ્યવસાય અને તે પણ મંદ ગતિએ ચાલી રહ્યો છે. સિક્કા બંદરે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી આપેલી અને તેના માટે સીંગલ બોયામુરીયા (એસબીએન) ક્રુડ ઓઇલના જહાજો માટે ૨૫૦૦ કરોડના ખર્ચે ૨૦૦૮માં બનાવાયું છે. ઓખા અને બેડી બંદર પરથી બોકસાઇની નિકાસ અને માછીમારી કરવામાં આવતી હતી. જામનગરના રોઝી બંદરે બાજ બનાવવાનો ઉધ્યોગ આવેલો છે. સિક્કામાં દરિયાકિનારા નજીક તંત્રની મીઠી નજર હેઠળ બાજ બનાવવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે.
રાજ્ય સરકારના બંદરખાતાની ઢીલી નીતિને કારણે હાલારમાં ધમધમતા જોડિયા બંદર તો વર્ષોથી બંધ છે અને બેડીમાં પણ આયાત-નિકાસનું કામકાજ ઠપ્પ જેવી પરિસ્થિતિમાં છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved