Last Update : 20-Dec-2011,Tuesday
 
ઉત્તર ગુજરાતની ૧૪૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૨૬૪ સમરસ બની

 

મહેસાણા,તા.૧૯
ઉત્તર ગુજરાતમાં ૨૯ ડિસેમ્બરે યોજાનાર ૧૪૯૯ ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ ૨૬૪ ગ્રામ પંચાયતો સમરસ બનતા મહેસાણા, બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં કુલ-૧૨૩૫ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે. જ્યારે મહેસાણા જિલ્લામાં ફોર્મ ચકાસણી સુધી ૪૧ સમરસ બની હતી.ત્યાર બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિન બાદ ૭૨ ગ્રામ પંચાયતો સમરસ બની હતી.
મહેસાણા - ૭૨, બનાસકાંઠા- ૮૬, પાટણ-૫૧ તથા સાબરકાંઠામાં-૫૫ ઃ ૧૨૩૫ પંચાયતોમાં ચૂંટણી
ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગરની કુલ ૧૪૯૯ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૨૬૪ ગ્રામ પંચાયતો સમરસ બનતા ૧૨૩૫ ગામોમાં ચુંટણીના પડઘમ વાગ્યા છે. જેનું ૨૯મી ડિસેમ્બરે મતદાન હાથ ધરાશે. હાલમાં ઉમેદવારો મત મેળવવા મતદારોને રિઝવવાના તથા જીતવા માટે બાજી લગાવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ૧૫૩ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૭૨ ગ્રામ પંચાયતો સમરસ બનતા જેમાં જિલ્લાના ૬૧૨ સરપંચો તથા ૨૨૯૨ સદસ્યો ચુંટણી જંગના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ફોર્મ ચકાસણી દરમીયાન ૧૫ સરપંચ તથા ૩૫ સદસ્યોના ફોર્મ રદ થયા હતા. જેથી મહેસાણામાં ૫૮૯ સરપંચ અને ૨૨૫૭ ઉમ દવારો મેદાનમાં રહેતા તેમના વચ્ચે ૨૯મીએ ચુંટણી જંગ ખેલાશે. જ્યારે બનાસકાંઠામાં ૬૬૨ ગ્રામ પંચાયતની ચુંટણીમાંથી ૮૬ ગ્રામ પંચાયત સમરસ બનતા ૫૭૯ ગ્રામ પંચાયતોમાં ચુંટણી ખેલાશે.અને પાટણ જિલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૫૧ સમરસ બનતા ૧૩૮ગ્રામ પંચાયતોની ચુંટણીનો જંગ જામશે જયારે સાબરકાંઠા જિલ્લાની ૪૯૫ ગ્રામ પંચાયતમાંથી ૫૫ સમરસ બનતા ૪૪૦ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે.
આમ ઉત્તર ગુજરાતમાં ૨૯મીના રોજ થનારી ચુંટણીમાં ગામે ગામ રાજકીય કાવાદાવાથી પોતાની જીત માટે ઉમેદવારો ખરેખરો જંગ ખેલાશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તર ગુજરાતમાં ૧૪૯૯માંથી ૨૬૪ જ સમરસ બનતા સમરસ બનાવવાના કોઈ કાઠું કાઢયુ હોય તેમ લાગતુ નથી. આ ચુંટણીના પરીણામો બાદ આગામી વિધાનસભાની ચુંટણીનો મદાર રહેશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved