Last Update : 20-Dec-2011,Tuesday
 
સરપંચ બનવા ખરાખરીનો મુકાબલો

 

જિલ્લાની ૪૪૧ પંચાયતોમાં સરપંચ માટે ૧૭૦૩ ઉમેદવારો વચ્ચે 'કાંટે કી ટક્કર'

મોડાસા,બાયડ,તલોદ,રાજેન્દ્રનગર,તા.૧૯
સાબરકાંઠા જિલ્લાની ૪૪૧ ગ્રામ પંચાયતોમાં ૨૯મીના રોજ યોજાનારી સરપંચ અને વોર્ડના સભ્યો માટેની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. ફોર્મ ભરવાની અને ખેંચવાની અંતિમ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જતાં હવે ૧૭૦૩ ઉમેદવારો વચ્ચે સરપંચ બનવા માટે ખરાખરીના મુકાબલાની શરૃઆત થઈ ગઈ છે અને પ્રચાર અભિયાન તેજ બની ગયું છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. ઠેર-ઠેર ખાટલા પરિષદોથી લઈ ચૂંટણી લક્ષી વાર્તાલાપો થઈ રહ્યા છે. કોણ જીતશે અને કોણ હારશે એ તો ૩૧મીના રોજ ખબર પડશે પરંતુ, અત્યારે જિલ્લામાં 'ચૂંટણી ફિવર'છવાઈ ગયો છે. એક તરફ શિયાળાની કાતિલ ઠંડીએ જમાવટ કરી છે તો બીજી તરફ ચૂંટણીના કારણે રાજકીય ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે અને સરપંચ બનવા માટે થનગની રહેલા ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર તરફથી તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ૧૩૭૫ મતદાન મથકો ઉપર ૧૫ હજારથી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા માટે ૧૫૪ અધિકારી અને ૧૫૪થી વધુ મદદનીશ અધિકારીઓને જોડવામાં આવશે. પોલીસ તંત્ર તરફથી પણ સંવેદનશીલ ગ્રામ પંચાયતોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.
વોર્ડના સભ્ય માટે ૬૯૨૧ ઉમેદવારો ઃ ૧૩૭૫ મતદાન મથકો ઉપર ૨૯મીએ બેલેટ પેપરથી મતદાન અને ૩૧મીએ પરિણામ ઃ કાતિલ ઠંડીમાં રાજકીય ગતિવિધીઓ તેજ બની
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૪૯૫ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હતી પરંતુ ફોર્મ પરત ખેંચી લેવાયા બાદ સ્પષ્ટ થયેલા ચૂંટણી ચિત્રને જોતાં અત્યાર સુધી ૫૪ ગ્રામ પંચાયતો સમરસ બનતાં હવે ૨૯ ડિસેમ્બરે જિલ્લાની બાકી રહેતી ૪૪૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત વોર્ડ માટેની ચૂંટણી યોજાનાર હોવાનું જાણવા મળેલ છે.
૪૯૫ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધીમાં ૫૪ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં હવે ૪૪૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે પૈકી જિલ્લાના છ તાલુકાઓની સાંપડેલી માહિતી મુજબ (૧) હિંમતનગર તાલુકો સરપંદપદના ઉમેદવારો-૨૨૩ વોર્ડના ઉમેદવારો-૭૭૬ (૨) ભિલોડા સરપંચના ઉમેદવારો ૨૧૭, વોર્ડના ઉમેદવારો ૧૨૬૩, (૩) મોડાસા સરપંચના ૧૨૬ ઉમેદવારો વોર્ડના ૩૪૦ (૪) ઇડર - સરપંચના ૨૧૪ ઉમેદવારો વોર્ડના ૯૧૪ (૫) વડાલી સરપંચના ૮૧ વોર્ડના ૨૭૩ (૬) ખેડબ્રહ્મા સરપંચના ૧૫૭ વોર્ડના ૮૪૩ (૭ માતાપુર સરપંચના ૮૨ વોર્ડના ૨૬૩ (૮) મેઘરજ સરપંચના ૧૩૦ વોર્ડના ૩૧૪ (૯) બાયડ સરપંચના ૧૪૫ વોર્ડના ૪૪૭ (૧૦) ધનસુપા સરપંચના ૩૬ વોર્ડના ૧૯૦ (૧૧) વિજયનગર સરપંચના ૧૧૪ વોર્ડના ૬૭૦ (૧૨) તલોદ સરપંચ ૯૦ વોર્ડના ૧૯૦ (૧૩) પ્રાંતિજ સરપંચના ૮૮ વોર્ડના ૩૩૩ આમ તેર તાલુકાની ૪૪૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદના કુલ ૧૭૦૩ ઉમેદવારો મેદાનમાં છે અને વોર્ડમાં કુલ ૬૯૨૧ ઉમેદવારો મેદાનમાં છે. અત્યાર સુધી સરપંચપદ માટે રદ અને પરત ખેંચાયેલા ફોર્મ ૭૬૦ છે અને વોર્ડમાં કુલ ૧૬૯૩ ફોર્મ રદ અને પરત થયાં છે. જિલ્લાની ૪૯૫ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી અત્યાર સુધી ૧૩ તાલુકા પૈકી બે તાલુકાને બાદ કરતાં બાકીના ૧૧ તાલુકાઓ પૈકી હિંમતનગર-૧૦, ભિલોડા-૦૫, બાયડ-૦૮, ધનસુરા-૦૧, માલપુર-૦૧, મેઘરજ-૦૩, તલોદ-૦૨, પ્રાંતિજ-૦૩, ઇડર-૧૩, વડાલી-૦૬ અને મોડાસા-૦૨ મળી કુલ ૫૪ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. જ્યારે વિજયનગર તથા ખેડબ્રહ્મા તાલુકામાં એકપણ ગ્રામ પંચાયત સમરસ થઈ નથી.

તલોદ તાલુકાની ૨૭ પંચાયતોમાં
સરપંચ બનવા ૯૦ ઉમેદવારો મેદાનમાં
તલોદ,તા.૧૯
સાબરકાંઠા જિલ્લામાં ૨૯મીના રોજ યોજાનારી ૪૪૧ પંચાયતોની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધીઓ તેજ થઈ છે જેના કારણે લોકોમાં પણ ભારે ઉત્સુક્તા જણાઈ રહી છે. તલોદ તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોમાં પણ સરપંચ માટે ચૂંટણી જંગ જામ્યો છે જેમાં ૯૦ ઉમેદવારો કિસ્મત અજમાવી રહ્યા છે. તલોદ તાલુકામાં ૨૭ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાનાર છે જેના કારણે તાલુકામાં કાતિલ ઠંડીમાં રાજકીય ગતિવિધીઓ તેજ બની ગઈ છે અને ઉમેદવારો ઠંડીમાં ગામડાઓ ખૂંદીને 'સારો'એવો પરસેવો પાડી રહ્યા છે. તાલુકામાં ૨૭ પંચાયતોમાં સરપંચ માટે ૯૦ ઉમેદવારો વચ્ચે 'કાંટે કી ટક્કર'સર્જાઈ છે તો વોર્ડમાં પણ ૨૬૫ ઉમેદવારો વચ્ચે કશ્મકશ મુકાબલો જોવા મળશે. તાલુકામાં એકપણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ નથી. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ચૂંટણી જંગમાં સરપંચ બનવા માટે તલપાપડ બનેલા ઉમેદવારો હરીફ ઉમેદવારોને પછાડી સત્તા કબજે કરવા કેટલા ઉત્સાહી બન્યા છે. તલોદ તાલુકામાં અત્યારે રાજકીય વાતાવરણે રંગ પકડયો છે સરપંચ બનવા માટે હાલ તો ૯૦ ઉમેદવારો ઘોડે ચડયા છે પરંતુ, એમાંથી કેટલા 'પરણશે'અને કેટલા 'લીલાતોરણે'પાછા ફરશે એ તો ૩૧મીના રોજ ખબર પડશે ત્યાં સુધી તરેહ-તરેહની ચર્ચાઓ સાંભળવા મળશે.

 

સરપંચની ચૂંટણીની સાથે સાથે
જિલ્લાની માત્ર ૫૪ પંચાયતો સમરસ
તલોદ,તા.૧૯
જિલ્લાની ૪૯૫ ગ્રામ પંચાયતોમાંથી માત્ર ૫૫ પંચાયતો જ સમરસ જાહેર થઈ છે. સરપંચ બનવા માટે દરેક તાલુકાની ગ્રામ પંચાયતોમાં હોડ લાગી છે અને કોઈપણ ભોગે સત્તા કબજે કરવા માટે ઉમેદવારો મેદાને પડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમરસ ગ્રામ પંચાયતને વસતિના ધોરણ પ્રમાણે રાજ્ય સરકાર તરફથી રોકડ ઈનામ આપવામાં આવતું હોય છે. કેટલાક સમજુ લોકો ગામમાં એકતાની ભાવના જળવાઈ રહે અને ગામનો ઉત્કૃષ્ટ વિકાસ થાય તે માટે નાત-જાતને બાજુ પર મૂકી લોકો નક્કી કરે તે ઉમેદવારને પસંદ કરતા હોય છે.
પૈસાથી લઈ નાસ્તા અને દારૃનાં પ્રલોભન
મોડાસા,તા.૧૯
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બની ગયો છે અને સરપંચ બનવા માટે ઉમેદવારો અંતિમ દિવસોમાં નાણાની કોથળી પણ ખૂલ્લી મૂકી દેશે ત્યારે પૈસાની સાથે-સાથે નાસ્તાથી માંડી વિદેશી દારૃ પહોંચાડવાની કામગીરી પણ શરૃ કરી દેવામાં આવશે.
ગામે-ગામ વિકાસના નામ પર મત માંગતા ઉમેદવારોને જોઈએ તેવો સત્કાર મળતો નથી પરંતુ, જ્યારે પૈસા અથવા નાસ્તાથી લઈ દારૃની ઓફર કરવામાં આવે ત્યારે કેટલાક મતદારો બેરોકટોક ઓફરને સ્વીકારી લેવાનું પણ ચૂક્તા નથી.
એક-એક પંચાયતમાં ચાર-ચાર ઉમેદવાર
બાયડ,તા.૧૯
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગ્રામ્યકક્ષાએ ખૂબ મહત્વ ધરાવે છે. સરપંચ બનવું દરેક ઉમેદવારને ગમે છે અને કદાચ તેના કારણે જ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક-એક પંચાયતમાં ચારથી પણ વધુ ઉમેદવારો ઉભા રહ્યા છે. હરીફ ઉમેદવારને કોઈપણ ભોગે પછાડવા અને સત્તા હાંસલ કરવા માટે ઉમેદવારોએ કમર કસી લીધી છે.
સરપંચ પદ માટેના 'મૂરતિયા'ગેલમાં
બાયડ,તા.૧૯
જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં સરપંચ બનવા માટે ઉભા રહેલા અનેક મૂરતિયા ગેલમાં આવી ગયા છે. સરપંચ બનવાનું કોણા ભાગ્યામાં લખાયેલું હશે એ તો ૩૧મીના રોજ ખબર પડશે પરંતુ, અત્યારે ઉમેદવારોને સરપંચ બનવા સિવાય કંઈ જ ખપતું નથી અને એટલે જ કેટલાક ઉમેદવારોએ તો પોતાની જીત પાક્કી માની લીધી છે. સરપંચના વરઘોડામાં ઘોડા પર તો અનેક ઉમેદવારો ચઢ્યા છે પરંતુ, કોણ પરણશે અને કોણ 'લીલાતોરણે'પાછા ફરશે તે જોવું રસપ્રદ બની રહેશે.
ખાટલા પરિષદોમાં જાત-જાતના ગણિત
મોડાસા,તા.૧૯
જિલ્લાની ગામોમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ થઈ રહી છે. સમી સાંજ થતાં જ ગામે-ગામ ખાટલા પરિષદોથી માંડી ગામના ઓટલેથી લઈ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં ઉમેદવારો કાતિલ ઠંડીમાં પરસેવો પાડી રહ્યા છે. ખાટલા પરિષદોમાં જાત-જાતના ગણિત માંડવામાં આવી રહ્યાં છે.
ક્યાંથી કેટલા મત મળશે અને ક્યાં શું થશે તેની ઉપરછલ્લી ચર્ચાઓના કારણે ઉમેદવારોમાં 'કહી ખુશી કહી ગમ'જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાની જીત કઈ રીતે થાય તે માટે તમામ તાકાત કામે લગાડવા ઉમેદવારો લાગી ગયા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved