Last Update : 20-Dec-2011,Tuesday
 
કતલખાને પશુઓને મોકલતા બે વ્યક્તિની પાસામાં ધરપકડ
 
બોડેલી નજીક ટેમ્પાનુ પાયલોટીંગ થતુ હતુ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
વડોદરા જિલ્લામા બોડેલી નજીકના માર્ગેથી ટેમ્પામા ગાયો તેમજ બળદ જેવા મુંગા પશુઓને કતલખાને ધકેલવાના ચકચારી બનાવમા જે તે સમયે ઝડપાઇ ગયેલા પંચમહાલ જિલ્લાના બે ખાટકીઓની જિલ્લાની એલસીબી પોલીસે ધરપકડ કરી બંનેને અનુક્રમે અમદાવાદ અને રાજકોટ જિલ્લા જેલમા પાસા હેઠળ મોકલી દેવામા આવ્યા છે.
ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામના ઇકબાલને અમદાવાદ અને ઇલમુદ્દીનને રાજકોટ જેલમા મોકલવામા આવ્યા
પ્રાપ્ત માહિતિ મુજબ બોડેલી નજીક તરગોળ જવાના રસ્તા પર કોતરમાતા ચોકડી નજીક તા.૨૮ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે એક ટેમ્પામા મુંગા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી થતી ઝડપી પાડવામા આવી હતી તેમજ ટેમ્પામા અતિ ક્રુરતાપુર્વક લઇ જવાતા રૃા.૩૯,૫૦૦ કિંમતની સાત ગાયો તેમજ બે બળદોને કતલખાને લઇ જવાતા બચાવી લેવામા આવ્યા હતા. જે-તે સમયે બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિરલ પટેલે મુગા પશુઓ ભરેલા ટેમ્પાનુ પાયલોટીંગ કરતા બે મોટરસાયકલ તેમજ ટેમ્પાચાલક સામે પશુ પ્રત્યે ઘાતકીપણાની ૧૯૫૪ની કલમ ૫ અને ૮ તેમજ ૧૯૬૦ની કલમ ૧૧ (૧) ડી તથા આઇપીસી ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા પોલીસ દ્વારા મુગા પશુઓને કતલખાને મોકલવાના બનાવથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા તત્વોમા ગભરાટ વ્યાપી ગયો હતો. દરમિયાન ગાય તેમજ બળદોની ગેરકાયદેસર હેરાફેરી ઉપરાંત કતલખાને મોકલવાનુ કૃત્ય કરનારાઓની પાસા હેઠળ ધરપકડ કરી જિલ્લા બહારની જેલમા મોકલવાની દરખાસ્ત તૈયાર કરી ક્લેક્ટરની મંજુરી માટે મોકલવામા આવી હતી. આ દરખાસ્તને ક્લેક્ટરે મંજુરી આપી દેતા જિલ્લાની એલસીબીના પીઆઇ જે.એન.પંચાલે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામમા રહેતા ઇકબાલહુસેન અબ્દુલહુસેન મકરાણી તેમજ ઇલમુદ્દીન શેરમહંમદ મકરાણીની ગઇકાલે બપોરે ધરપકડ કરી હતી અને બંનેને અનુક્રમે અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લામા મોકલી દેવામા આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે ઇકબાલહુસેન તેમજ ઇલમુદ્દીન બંને પશુઓ ભરેલા ટેમ્પાનુ મોટરસાયકલ પર પાયલોટીંગ કરતા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved