Last Update : 20-Dec-2011,Tuesday
 
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા

 

 

એન.સી.બી.નું અસલાલી સર્કલ પાસે પરોઢિયે ઓપરેશન

પાંચ કરોડની આંતર રાષ્ટ્રીય કિંમત ધરાવતા 'કાશ્મીરી' ચરસને રાજકોટ, સુરત, ભૂજ અને વડોદરામાં પણ પહોંચાડવાનું હતુ

અમદાવાદ, સોમવાર
વારતહેવારે ગુજરાતમાં માત્ર ચોપડે પ્રતિબંધિત એવા દારૃની માંગમાં જબ્બર ઉછાળો આવે છે. એ કોઇ આશ્ચર્યની બાબત નથી, પરંતુ હવે મેગા સિટી બનેલા અમદાવાદ શહેરમાં મુંબઇ અને દિલ્હીની જેમ ઉજવણી માટે નશાનો શોખીન એવો કેટલોક યુવા વર્ગ ચરસનો પણ મોટા પાયે ઉપયોગ કરવા લાગ્યા હોવાનો ઘટસ્ફોટ એન.સી.બી (નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો)એ કર્યો છે. એન.સી.બીએ આજે, સોમવારની પરોઢે ચરસના ૧૦૫ કિલો જથ્થા સાથે અસલાલી સર્કલ પાસેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે ૫ કરોડ રૃપિયાના 'કાશ્મીરી' ચરસના જથ્થાને જમ્મુથી ટ્રક દ્વારા અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. જે બાદમાં રાજકોટ, સુરત અને વડોદરા સુધી પણ પહોંચાડવામાં આવનારો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
એન.સી.બીના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સરવૈયાને બાતમી મળી હતી કે એક ટ્રક દ્વારા અમદાવાદમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે એન.સી.બીની ટીમે અસલાલી સર્કલ પાસે વોચ ગોઠવીને પરોઢે ૪ વાગ્યે એક જમ્મુ કાશ્મીર પાસીંગની અને બટાકા ભરેલી ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકની ડ્રાઇવર સીટ પાછળ તથા ઉપરના ભાગે બનાવેલા કેટલાક ચોર ખાનામાંથી એક બે નહીં પરંતુ કુલ ૪૨ ચરસ ભરેલી પ્લાસ્ટીકની બેગ મળી આવી હતી. આ તમામ પેકેટનું કુલ ૧૦૫ કિલો ચરસ કબ્જે કરી પોલીસે ટ્રકના ડ્રાઇવર શેખ ફારૃક મહંમદ કાસીમ (ઉં.૨૭, રહે.માનકો જિલ્લો, પુંછ, જમ્મુ) તથા ક્લિનર ઇસ્તિયાક મહંમદ અઝીઝ (ઉં.૨૧, રહે. મેંદર ગામ, રાજોરી જિલ્લો, જમ્મુ)ની ધરપકડ કરી હતી.
સ્થળ પર જ એનસીબીની ટીમે ઉપરોક્ત બન્ને કાશ્મીરીઓની પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતુ કે આ જથ્થાને અસલાલી સર્કલ પાસે જ ઉતારવાનો હતો, તથા આ માલ શાહપુર વિસ્તારમાં રહેતો શેખ જુમેદ સાબીર હુસૈન (ઉં.૩૦) લેવા આવવાનો હતો. એન.સી.બીની ટીમે તાત્કાલીક જુમેદ શેખની પણ ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
એનસીબીના સુત્રોના જણાવ્યાં અનુસાર આ ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત પાંચ કરોડથી વધુ છે, એટલે કે એક કિલોના પાંચ લાખ રૃપિયા. જ્યારે ભારતમાં ચરસના એક કિલોના જથ્થાની કિંમત ૨થી ૨.૫૦ લાખ પ્રમાણે ગણીએતો તે ૨થી ૨.૫૦ કરોડની કિંમતનું ચરસ છે. સુત્રોએ ઉમેર્યું હતુ કે ચાલુ વર્ષે દેશમાં પકડાયેલા ચરસના જથ્થામાં આ જથ્થો સૌથી મોટો છે. જ્યારે ગુજરાતમાં પાછલા પાંચ વર્ષમાં પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પકડાયો હોવાનું એનીસીબીના સુત્રો કહી રહ્યાં છે.

'વટાણા' તરીકે ઓળખાતું ચરસ સિગારેટમાં ભરીને પહોંચાડે છે!
અમદાવાદ, સોમવાર
કોઇને શંકા ન જાય તે માટે ગોળી બનાવીને સિગારેટમાં પીવાતુ હોવાથી તેને મુખ્યત્વે એજન્ટો ગુજરાતી ભાષામાં 'વટાણા'તરીકે ઓળખે છે. જેને દલાલો જ સિગારેટમાં પેક કરીને વેચતા હોય છે. ઉપરાંત આ ચરસ ગુજરાતીઓ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં વધુ પીવાતુ હોવાનું પણ સુત્રો કહી રહ્યાં છે. હાલ પોરબંદરમાં એસ.ડી.પી.ઓ (સબ ડિવીઝનલ પોલીસ ઓફિસર) ફરજ બજવતા એસ.એમ પરમારના જણાવ્યાં અનુસાર,ચરસના જથ્થાને કાશ્મીરથી મુખ્યત્વે સફરજનોની પેટીઓમાં છુપાવીન ટ્રક દ્વારા ગુજરાત કે મહારાષ્ટ્ર સુધી ઘુસાડવામાં આવા છે. વર્ષ ૧૯૯૪માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ૧૧૭ કિલ્લો ચરસ સફરજ ભરેલી ટ્રકમાંથી ઝડપી પાડયું હતુ. તેમણે ઉમેર્યું હતુ કે વર્ષ અગાઉ ચરસ માટે શહેરના શાહપુર, જમાલપુર, જુહાપુરા તથા દાણીલીમડાની કેટલીક ચાલીઓ કુખ્યાત બની હતી. જે-તે સમયે પોલીસે આ વિસ્તારમાં સંખ્યાબંધ દરોડાઓ પાડીને અનેક મહિલા તથા પુરૃષ દલાલોને ઝડપી પાડયાં હતા.જ્યારે હાલમાં આ નેટવર્ક બદલાઇ ગયું છે અને સ્થાનીક એજન્ટો દ્વારા જ ચરસની ગોળીઓ બનાવીને તેને સિગારેટમાંથી થોડુ તમાકુ બહાર કાઢી ભરી દેવાય છે. આ સિગારેટના પેકેટોને અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું એક સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved