Last Update : 20-Dec-2011,Tuesday
 
નાણાવટી પંચને વધુ એક વખત એક્સટેન્શન અપાય તેવી શકયતા
 
અત્યાર સુધીમાં પંચને ૧૭ વખત એક્સટેન્શન અપાઇ ચૂકયાં છે

અમદાવાદ,સોમવાર
ગોધરાકાંડ અને તેને પગલે ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના મામલાની તપાસ ચલાવી રહેલા નાણાવટી તપાસ પંચને વધુ એક વખત એક્ષ્ટેન્શન અપાય તેવી શકયતા છે. નાણાવટી પંચની મુદત તા.૩૧મી ડિસેમ્બરે પૂરી થાય છે અને ત્યાં સુધીમાં તે પોતાનો ફાઇનલ રિપોર્ટ જારી કરે તેવી પણ શકયતા નહીવત્ છે. ગુજરાત હાઇકોર્ટે આ સમગ્ર મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છ, જેથી સરકાર ગંભીરતાપૂર્વક આ મુદ્દે નિર્ણય લેવા મજબૂર બની છે.
મુદત પૂરી થાય છે તે તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં પંચનો ફાઇનલ રિપોર્ટ આવવાની શકયતા નહીવત્
ગુજરાત સરકાર દ્વારા સીલ કવરમાં આજે ગુજરાત હાઇકોર્ટને આ મામલે ઔપચારિક જાણકારી પણ અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. નાણાવટી પંચના મામલે તાબડતોબ નિર્ણય લેવાની રાજય સરકારને એટલા માટે ફરજ પડી કે, તાજેતરમાં હાઇકોર્ટમાં થયેલી એક જાહેરહિતની રિટ ડબલ્યુપી(પીઆઇએલ)નં-૧૭૨/૨૦૧૧માં ખુદ કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે પણ સરકાર પાસેથી નાણાવટી પંચની મુદત તા.૩૧મી ડિસેમ્બરે પૂરી થાય છે તો ત્યાં સુધીમાં સરકાર તેને એક્ષ્ટેન્શન આપવાની છે કે કેમ? અને શું પંચ દ્વારા તેનો ફાઇનલ રિપોર્ટ અપાવાનો છે કે કેમ? તે મુદ્દે જવાબી ખુલાસો માંગ્યો હતો. એ પછી જનસંઘર્ષ મંચ તરફથી રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને બોલાવવા માંગણી કરતી અપીલના અન્ય એક કેસમાં જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીની ખંડપીઠે રાજય સરકારે પાસેથી નાણાવટી પંચના એક્ષ્ટેન્શનના મુદ્દે જવાબ માંગ્યો હતો અને તે તા.૧૯મીએ સીલ કવરમા જણાવવા તાકીદ કરી હતી.
જેને પગલે રાજય સરકારને નાણાવટી પંચના મુદ્દે તાકીદે નિર્ણય લેવાની તજવીજ હાથ ધરવી પડી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સરકાર દ્વારા નાણાવટી પંચને વધુ એક વખત એક્ષ્ટેન્શન આપવાનો નિર્ણય લેવાઇ ગયો છે. જેથી હવે પંચ દ્વારા તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં તેનો ફાઇનલ રિપોર્ટ અપાય તેવી પણ શકયતા નહીવત્ વર્તાઇ રહી છે. જનસંઘર્ષ મંચની અપીલના કેસમાં આજે રાજય સરકાર દ્વારા ભારે ગુપ્તતાપૂર્વક હાઇકોર્ટને આ મામલે બંધ કવરમાં જાણકારી આપવામાં આવી હતી. આ કેસની વધુ સુનાવણી તા.૨૬મીએ છે, જો કે, તે પહેલાં ગુરુવારે એટલે કે, તા.૨૨મી ડિસેમ્બરે ઉપરોકત પીઆઇએલની સુનાવણી હાથ ધરાશે, તેમાં પણ સરકાર દ્વારા નવા ડેવલપમેન્ટની જાણ કરવામાં આવશે!
ગોધરાકાંડ બાદ તા.૨૮-૨-૨૦૦૨ના રોજ રાજય સરકાર દ્વારા નાણાવટી પંચની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને અત્યારસુધીમાં કુલ ૧૭ વખત એક્ષ્ટેન્શન આપવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબુ ચાલેલું આ તપાસ પંચ છે કે જેની પાછળ અત્યાર સુધીમાં રુ.૬.૩૬ કરોડ જેટલો ખર્ચ થયો છે. પંચે ગોધરાકાંડના સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચના આગના બનાવ અંગે તપાસ કરી ૨૦૦૮માં પોતાનો વચગાળાનો અહેવાલ આપ્યો હતો. જેમાં પંચે જણાવ્યું હતું કે, ટ્રેનમાં લાગેલી આગ આકસ્મિક નહી પરંતુ માનવસર્જિત હતી. નાણાવટી પંચે કેન્દ્રના બેનરજી પંચે આપેલા તારણોથી વિરુદ્ધ અહેવાલ આપ્યો હતો. બેનરજી પંચે તેના તારણોમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગને અકસ્માત ગણાવી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved