Last Update : 20-Dec-2011,Tuesday
 

ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ

 

સોનામાં પણ ફરી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૬૦૦ ડોલરની અંદર જતા રહેલા ભાવો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં શનિવારના ઉછાળા ઉભરા જેવા નિવડી ભાવો ફરી તૂટી ગયા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૭૦ ઘટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૦૦.૫૦તી ૧૬૦૧ ડોલર વાળા આજે ઉંચામાં ૧૬૦૫ તથા નીચામાં ૧૫૮૩.૫૦ થઈ સાંજે ૧૫૯૨.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૪૪૦ વાળા રૃ.૨૭૩૯૫ ખુલી રૃ.૨૭૩૭૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૫૬૫ વાળા રૃ.૨૭૫૨૦ ખુલી રૃ.૨૭૪૯૫ બંધ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૩૨૩૦ વાળા રૃ.૫૨૧૯૦ ખુલી રૃ.૫૨૨૬૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૨૯.૭૧ વાળા નીચામાં ૨૮.૬૧થી ૨૮.૬૨ ડોલર રહ્યા પછી ૨૮.૮૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધ્યા ભાવથી નીચી આવતાં મુંબઈ બજારમાં આજે કિંમતી ધાતુઓની આયાત પડતરો ઘટી હતી અને તેના પગલે હાજર બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં ઉછાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના બાવો રૃ.૫૨૧૫૦થી ૫૨૨૦૦ તથા કેશમાં રૃ.૫૨૦૦૦થી ૫૨૦૫૦ રહ્યા હતા. દિલ્હી ઝવેરી બજારમાં આજે ચાંદીના હાજર ભાવો રૃ.૩૫૦ ઘટી રૃ.૫૨૬૫૦ તથા કેશમાં ભાવો રૃ.૮૫૫ ઘટી રૃ.૫૨૮૪૫ રહ્યાના સમાચારો હતા, ત્યાં સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૭૬૯૦ તથા ૯૯.૦૯૦ના રૃ.૨૭૮૩૦ રહ્યા હતા. મુંબઈમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઘટતા અટકી ફરી ઉછળી એક તબક્કે રૃ.૫૩ની સપાટીને પાર કરી ઉંચામાં રૃ.૫૩.૨૫ રહ્યા પછી ફરી ઘટી છેલ્લે રૃ.૫૨.૮૦થી ૫૨.૮૧ આસપાસ રહ્યા હતા.
ખાંડમાં આરંભિક નરમ હવામાન પછી મોડી સાંજે મક્કમ રહેલા આંતરપ્રવાહો
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે બપોર સુધી હવામાન નરમ રહ્યા પછી બપોર પછી ભાવો મક્કમ રહ્યા હતા. બપોર સુધી બજારમાં ડિમાન્ડ ધીમી રહી હતી. જો કે બપોર પછી મિલોની વેચવાલી ધીમી પડયાના અને કોલ્હાપુર લાઈનમાં ટેન્ડરો ઓછા હોવાના નિર્દેશોએ સાંજે બજારના આંતરપ્રવાહો મક્કમ રહ્યા હતા. હાજરમાં આજે ભાવો કિવ.ના રૃ.૨૯૩૧થી ૩૦૦૦ તથા સારાના રૃ.૩૦૦૦થી ૩૧૧૨ રહ્યા હતા જયારે નાકાના ભાવો રૃ.૨૯૦૦થી ૨૯૪૦ તથા સારાના રૃ.૨૯૮૦થી ૩૦૬૦ આરંભમાં રહ્યા પછી બપોરે ભાવો રૃ.૨૮૯૫થી ૨૯૨૦ તથા સારાના રૃ.૨૯૬૦થી ૩૦૩૦ આસપાસ નાકામાં રહ્યા હતા. મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવો કરતાં રૃ.૮૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. અને સાંજે બજારનો અંડરટોન મક્કમ રહ્યાની ચર્ચા હતી.
હિન્દુસ્તાન ઝીંકે જસત તથા સીસાના ભાવો ટનના રૃ.૮૦૦થી ૧૬૦૦ ઘટયા
લંડન મેટલ એકસચેન્જમાં એલ્યુમિનિયમનો સ્ટોક ૫૦૩૦૦ ટન વધ્યો ઃ કોપર તથા ટીનના ભાવોમાં નરમ હવામાન
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૯
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર તથા ટીનના ભાવો નરમ રહ્યા હતા. જયારે એલ્યુ.માં હવામાન મિશ્ર રહ્યું હતું. અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. દરમિયાન હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવો ટનના રૃ.૮૦૦ તથા સીસાના ભાવો ટનના રૃ.૧૬૦૦ ઘટાડયાના સમાચારો હતા. મુંબઈ હાજર બજારમાં આજે ભાવો કિવ.દીઠ કોપર વાયર બારના રૃ.૨૦૦ ઘટી રૃ.૪૭૧૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦થી ૨૦૦ નરમ રહ્યા હતા. જો કે બ્રાસ સ્ક્રેપના ભાવો રૃ.૨૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. એલ્યુ. સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૦૭૦૦ રહ્યા હતા જયારે ઈન્ગોટના ભાવો રૃ.૨૦૦ વધી રૃ.૧૩૦૦૦ રહ્યા હતા. ટીનના ભાવો રૃ.૫૦૦ ઘટી રૃ.૧૩૨૫૦૦ રહ્યા હતા જયારે નિકટના ભાવો રૃ.૧૦૯૦૦૦, જસતના રૃ.૧૨૨૦૦ તથા સીસાના રૃ.૧૧૩૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો કોપરના ૭૨૯૮ ડોલર, ટીનના ૧૮૬૦૧ ડોલર, નિકલના ૧૮૩૬૬ ડોલર, એલ્યુ.ના ૧૯૮૧ ડોલર, જસતના ૧૮૫૯ ડોલર, સીસાના ૧૯૪૬ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે કોપરનો સ્ટોક ૭૩૦૦ ટન, નિકલનો ૩૭૨ ટન ઘટયાના સમાચારો હતા. જો કે ત્યાં એલ્યુ.નો સ્ટોક ૫૦૩૦૦ ટન, જસતનો ૬૭૨૫ ટન તથા સીસાનો ૪૫૭૫ ટન વધ્યાના સમાચારો હતા.
રૃમાં મથકોએ આવકો વધી ઃ સ્પોટ પર મિલો તથા નિકાસકારોની જળવાઈ રહેલી ખરીદી
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા. મથકોએ આવકો જો કે વધી રહી છે અને આજે ઓલ ઈન્ડિયા સ્તેર દોઢ લાખ ગાંસડીથી વધુની આવકો થયાના સમાચારો હતા. જો કે સામે મિલોની તથા નિકાસકારોની છૂટીછવાઈ ખરીદી પણ જળવાઈ રહ્યાના સમાચારો હતા. સ્પોટ પર આજે ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૪૮૦૦થી ૩૫૧૦૦ રહ્યા હતા જયારે મધ્ય-પ્રદેશ અને મહારાષ્ટ્ર બાજુ ભાવો રૃ.૩૩૮૦૦થી ૩૪૦૦૦ રહ્યા હતા. ર્ના્થ બાજુ નરમાના ભાવો મણદીઠ જાતવાર રાજસ્થાન બાજુ રૃ.૩૨૩૦થી ૩૩૩૦, હરિયાણા બાજુ રૃ.૩૩૩૦થી ૩૩૬૦ તથા પંજાબ બાજુ રૃ.૩૩૬૦થી ૩૪૧૦ રહ્યાના સમાચારો હતા.
સોયાતેલ તથા એરંડા વાયદામાં ફરી ઉછાળો ઃ સોયાખોળના ભાવો રૃ.૨૦૦ વધ્યા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં આંચકા પચાવી ભાવો ફરી વધી રૃ.૩૭૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. મુંબઈ એરંડા માર્ચના ભાવો રૃ.૩૬૬૫ વાળા આજે રૃ.૩૬૬૫ ખુલી ઉંચામાં રૃ.૩૭૩૦ બંધ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો થયા હતા જે શનિવારે ૪૦ ટનના થયા હતા અને મથકો પાછળ મુંબઈ એરંડા વાયદામાં આજે ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. ડોલરના ભાવો ફરી વધતાં તેની અસર પણ એરંડા વાયદામાં આજે તેજીની રહી હતી. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૭૬.૫૦ વાળો આજે ઉછળી રૃ.૬૮૮.૩૦ થઈ છેલ્લે રૃ.૬૮૪.૭૦ રહ્યાના સમાચારોની પણ એરંડા વાયદા બજાર પર આજે તેજીની અસર રહી હતી. શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન આજે સાંજે ૩૩ પોઈન્ટ પ્લસમાં રહ્યું હતું. જયારે મલેશિયામાં પામતેલનો વાયદો છેલ્લે ૩૬ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૫૦ વાળા રૃ.૪૧૨૫ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૫ ઘટી અનુક્રમે કોમર્શિયલના રૃ.૮૫૫ તથા એફએસજીના રૃ.૮૬૫ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવો રૃ.૫૮૦ વાળા રૃ.૫૮૫ જયારે સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૬૫૨ વાળા રૃ.૬૫૫ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૯૪૦ના મથાળે ટકેલા રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો રૃ.૯૩૫ તથા ૧૫ કિલોના રૃ.૧૪૩૫ રહ્યા હતા. મુંબઈમાં કપાસિયા તેલના ભાવો રૃ.૬૩૨ જયારે કોપરેલના ભાવો રૃ.૮૧૫ વાળા રૃ.૮૦૫ રહ્યા હતા. સનફલાવરના ભાવો રૃ.૬૬૦ અને રિફા.ના રૃ.૭૨૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવો રૃ.૨૦૦ વધી રૃ.૧૭૯૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળો અથડાતા રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved