Last Update : 20-Dec-2011,Tuesday
 
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
 

સેન્સેક્ષ ૧૬૦૦, નિફટી ૫૫૦ પોઈન્ટની કાતિલ વધઘટના અંતે બે વર્ષના તળીયેઃ ઓછા વોલ્યુમે વ્યાપક કડાકો
અંતે સેન્સેક્ષ ૧૧૨ પોઈન્ટ ઘટયોઃ બેંક શેરોમાં ગાબડાં ઃ પાવર શેરોની બત્તી ગુલઃ નિફટી ૪૫૫૦નું તળીયું દેખાયું

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત અઠવાડિયાના અંતે ઉદ્યોગોની કફોડી હાલત છતા ંહજુ ફુગાવા- મોંઘવારી મુદ્દે સાવચેતી બતાવી પ્રમુખ દરો ઘટાડવાને બદલે યથાવત રાખતા અને એનએસઈએ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં બ્રોકર- સભ્યો માટે ૧૫, ડીસેમ્બરથી જ કલાયન્ય માર્જીનની ચૂકવણી અને બુકસમાં નોંધણી ટી+૧ ધોરણે ફરજીયાત બતાવતા આ પગલાં નેગેટીવ અસરે ફાવી ગયેલા મંદીવાળાઓએ બજારમાં મોટાપાયે હેમરીંગ કરીને અનેકના માર્જીન કોલ્સ ટ્રીગર કરાવતા રહી મોટાપાયે શેરોની ડીલીવરી બજારમાં ઉતારવા ફરજ પાડીને શેરોમાં વ્યાપક કડાકો બોલાવ્યા બાદ આજે પણ સપ્તાહના આરંભે આ કડક નવા ધોરણોની અવળી અસરે ઓછા વોલ્યુમે અનેક શેરોમાં 'સેલ'ના ઓનલી સેલરના પાટીયાં ઝુલવાં લાગ્યા હતા. આ સાથે સેન્સેક્ષ- નિફટી બેઝડ કાતિલ વધઘટ કરતા રહી 'ગજની' પેટર્નમાં નિફટીને બે-તરફી ૫૫૦ પોઈન્ટ અને સેન્સેક્ષને ૧૬૦૦ પોઈન્ટ ફંગોળાવી ખેલંદાઓ- ઈન્વેસ્ટરોને ભયભીત કરી મૂક્યા હતા.
કાતિલ... વધઘટઃ સેન્સેક્ષમાં 'ગજની' પેટર્નમાં ૧૬૦૦ પોઈન્ટની અફડાતફડીઃ નીચામાં ૧૫૧૯૦ બે વર્ષના તળીયે
સેન્સેક્ષ આગલા બંધ ૧૫૪૯૧.૩૫ સામે ૧૫૪૪૦.૧૦ મથાળે ખુલીને બે-તરફી કાતિલ વધઘટમાં આખો દિવસ ચંચળતા બતાવતો રહી 'ગજની' પેટર્નમાં દર ૧૫ મીનિટે કંઈ તરફ જઈ રહ્યો છે, એ દિશા ભૂલીને વિપરીત દિશામાં ઘૂમરાતો રહી લાર્સન, ભેલ, ડીએલએફ, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, મહિન્દ્રા, ઓએનજીસી, મારૃતી સુઝુકી, હીરો મોટોકોર્પ સહિતમાં હેમરીંગે એક તબક્કે ૩૦૦.૬૧ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૫૧૯૦.૭૪ની બે વર્ષની નવી નીચી સપાટીએ ખાબકી જઈ છેલ્લા કલાકની અફડાતફડીમાં ઘટયા મથાળે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સમાં શોર્ટ કવરીંગ સાથે વેલ્યુ બાઈંગ અને હિન્દુસ્તાન યુનીલીવર, કોલ ઈન્ડિયા, આઈટીસી, સ્ટરલાઈટ, ભારતી એરટેલના ટેકાએ અંતે ૧૧૨.૦૧ પોઈન્ટના ઘટાડે ૧૫૩૭૯.૩૪ મથાળે બંધ રહ્યો હતો.
નિફટીમાં દિવસમાં ૫૫૦ પોઈન્ટની અફડાતફડીઃ નીચામાં ૪૫૫૫ સુધી ખાબકી જઈ અંતે ૪૬૧૩
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૪૬૫૧.૬૦ સામે ૪૬૨૩.૧૫ ખુલી બે-તરફી ભયંકર વધઘટની ચંચળતા બતાવી 'ગજની' પેટર્નમાં ૫૫૦ પોઈન્ટની અફડાતફડી બતાવી નીચામાં ૪૫૫૫.૯૦ સુધી ખાબકી જઈ અંતે ૩૮.૫૦ પોઈન્ટના ઘટાડે ૪૬૧૩.૧૦ બંધ રહ્યો હતો. નિફટી બેઝડ શેરોમાં એકસીસ બેંક, પીએનબી, લાર્સન, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, જિન્દાલ સ્ટીલ, ડીએલએફ, આઈસીઆઈસીઆઈ બેંકમાં ગાબડામાં પડયા હતા.
નિફટી બેઝડ ઈલીયટ વેવ પ્રમાણે મંદીનો અંતિમ વેવ કાઉન્ટ ૪૫૦૮ અથવા ૪૪૨૩ નજીક પૂરો થશે!
ડેરીવેટીવ્ઝમાં નિફટી ડીસેમ્બર ફયુચર ૪૯૫૮૬૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૩૯૨ કરોડના ટર્નઓવરે ૪૬૪૩.૧૫ સામે ૪૬૦૨.૩૫ ખુલી ઉપરમાં ૪૬૩૪.૪૦ થઈ નીચામાં ૪૫૬૧.૨૫ સુધી ખાબકી જઈને ફુલ ગજની પેટર્નના ફોર્મમાં રહી અંતે ૪૬૧૩.૭૫ બોલાતો હતો. નિફટીમાં હવે ઈલીયટ વેવ પ્રમાણે મંદીનો અંતિમ વેવ કાઉન્ટ ૪૫૦૮ અથવા ૪૪૨૩ પાસે પૂરો થાય છે. જેથી બજારનો અમુક વર્ગ આ લેવલ નજીકથી પ્રત્યાઘાતી ઉછાળો આપી નિરસતાના ઝોનમાં સરી પડવાની ધારણા મૂકી રહ્યો હતો.
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણોથી હવે ડબ્બા ટ્રેડીંગ વધશેઃ નિફટી ૪૪૦૦ના પુટ ૧૫ લાખ વેચાયા
નિફટી ૪૪૦૦ના પુટમાં ૧૫ લાખ વેચાયાની ચર્ચા વચ્ચે ૨૬૮૦૬૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૯૩૮.૪૩ કરોડના ટર્નઓળરે ૨૪.૯૫ સામે ૨૯ ખુલી નીચામાં ૨૨.૯૦થી ઉપરમાં ૩૭.૫૦ થઈ છેલ્લે ૨૪.૯૦ બોલાતો હતો. સેબી સાથે સલાહ મસલતમાં એનએસઈએ ફયુચર એન્ડ ઓપ્શન્સમાં કલાયન્ટ માર્જીન વસૂલાતની સમયમર્યાદા ૧૫, ડીસેમ્બરથી ટી+૨ને સ્થાને ઘટાડી ટી+૧ કરી દેતા ગત અઠવાડિયે શુક્રવારે મોટાપાયે ડીલીવરી બેઝડ સેલીંગ બાદ આજે પણ શેરોમાં ઓછા વોલ્યુમે અનેક શેરોના ભાવો તૂટયા હતા. સેબી- એનએસઈના માર્જીનના નવા કડક ધોરણોના અમલથી હવે એફએન્ડઓમાં સત્તાવાર કામકાજની કડાકૂટમાં અનેક ખેલંદાઓ નહીં પડીને ડબ્બામાં ટ્રેડીંગ કરવા તરફ ફંટાતા જોવાશે. એફએન્ડઓમાં ટ્રેડીંગ કરવા તરફ ફંટાતા જોવાશે. એફએન્ડઓમાં ટ્રેડીંગ કરવા ઈચ્છનારા ગ્રાહક પાસેથી બ્રોકર- મેમ્બરે હવે ટ્રેડીંગના દિવસે જ અથવા આગોતરી માર્જીનના ચેકની વ્યવસ્થા કરી લેવી જરૃરી બનતા એક તરફ ગ્રાહક આ વ્યવસ્થા ફિઝિકલ ડીલીવરી જેવી બની રહેવાની હોઈ બિનસતાવાર સિસ્ટમ ડબ્બા ટ્રેડીંગ તરફ વળતો જોવાશે.
નિફટી ૪૮૦૦નો કોલ નીચામાં ૨૧.૧૦ થઈ ૨૬.૫૫ઃ ૪૩૦૦નો પુટ ૧૯ થઈ ૧૨.૧૫
નિફટી ૪૫૦૦નો પુટ ૫૦૯૦૦૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૫૯૯.૪૨ કરોડના ટર્નઓવરે ૪૫.૭૦ સામે ૫૫.૫૦ ખુલી ઉપરમાં ૬૯ થઈ નીચામાં ૪૩.૭૦ સુધી જઈ છેલ્લે ૪૭.૫૦ બોલાતો હતો. નિફટી ૪૩૦૦નો પુટ ૧૬૯૧૯૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૩૬૫૦.૮૧ કરોડના ટર્નઓવરે ૧૩ સામે ૧૬.૨૦ ખુલી ઉપરમાં ૧૯ થઈ નીચામાં ૧૧.૪૫ સુધી જઈ છેલ્લે ૧૨.૧૫ બોલાતો હતો. નિફટી ૪૨૦૦નો પુટ ૭.૪૫ સામે ૯ ખુલી ઉપરમાં ૯.૯૫ થઈ નીચામાં ૫.૬૦ સુધી જઈ છેલ્લે ૬ હતો. નિફટી ૪૭૦૦નો કોલ ૫૦૬૪૨૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૨૦૩૧.૪૪ કરોડના ટર્નઓવરે ૭૦.૬૦ સામે ૪૮.૧૦ ખુલી નીચામાં ૪૧.૨૫ થઈ ઉપરમાં ૬૨.૫૫ સુધી જઈ છેલ્લે ૫૩.૧૦ બોલાતો હતો. નિફટી ૪૮૦૦નો કોલ ૩૮.૨૫ સામે ૩૦.૩૦ ખુલી નીચામાં ૨૧.૧૦ થઈ ઉપરમાં ૩૨.૨૦ સુધી જઈ છેલ્લે ૨૬.૫૫ બોલાતો હતો.
ઔદ્યોગિક મંદી સાથે હવે શેરોમાં કડાકોઃ પ્રમોટરોના ગીરો શેરો બેંકોના ગળામાં! બેંકોની એનપીએ જંગી વધશે
ઔદ્યોગિક મહામંદીના એંધાણ અને હવે અનેક કંપનીઓના શેરોના ભાવોમાં ૫૦થી ૬૦ ટકા ગાબડાં પડી જતાં બેંકો, નાણાસંસ્થાઓ પાસેથી અગાઉ પ્રોપર્ટી- શેરોના ઊંચા વેલ્યુએશને જંગી લોન લેનારા પ્રમોટરોના ગીરવે શેરો બેંકો- નાણા સંસ્થાઓના ગળામાં આવી ગયાની અને શેરો વેચી શકવાની અસમર્થતાએ હવે બેંકોની એનપીએ- નોન પરફોર્મીંગ એસેટસમાં જંગી વધારો થવાના જોખમે બેંક શેરોમાં ગાબડાં પડયા હતા.
હવે બેંકોના ઉઠમણાં થશે! એકસીસ બેંક રૃ.૫૨ તૂટયોઃ અલ્હાબાદ બેંક રૃ.૧૦, યુનીયન રૃ.૧૨ તૂટયા
બેંકોની એનપીએમાં આગામી વર્ષ રૃ.૫૦૦૦૦ કરોડના જંગી વધારો થવાની અટકળો અને બેંકિંગ શેરોમાં એકસીસ બેંક રૃ.૫૨.૨૦ તૂટીને રૃ.૮૪૮.૨૫, યુનીયન બેંક રૃ.૧૧.૭૦ તૂટીને રૃ.૧૭૫.૮૫, કેનેરા બેંક રૃ.૨૦.૯૦ તૂટીને રૃ.૩૮૬.૪૦, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૫.૦૫ ઘટીને રૃ.૨૯૪.૭૫, ફેડરલ બેંક રૃ.૧૭.૩૫ ઘટીને રૃ.૩૫૭.૯૦, પીએનબી રૃ.૩૨.૩૦ તૂટીને રૃ.૭૯૯.૨૫, બેંક ઓફ બરોડા રૃ.૨૪.૭૫ તૂટીને રૃ.૬૭૯.૫૫, સ્ટેટ ેબંક ઓફ ઈન્ડિયા રૃ.૪૮.૯૦ તૂટીને રૃ.૧૬૩૧.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૧૮.૯૦ ઘટીને રૃ.૬૫૭.૧૫, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૩ ઘટીને રૃ.૪૬૮.૩૫, એચડીએફસી બેંક રૃ.૯.૯૦ ઘટીને રૃ.૪૦૬.૦૫, અલ્હાબાદ બેંક રૃ.૧૦.૩૦ ઘટીને રૃ.૧૩૧.૪૦, દેના બેંક રૃ.૩.૦૫ તૂટીને રૃ.૫૬.૨૦, આઈઓબી રૃ.૪.૩૦ તૂટીને રૃ.૮૦.૮૦, આંધ્ર બેંક રૃ.૪.૫૦ તૂટીને રૃ.૮૪.૮૫, સિન્ડિકેટ બેંક રૃ.૪ તૂટીને રૃ.૮૫.૦૫, સેન્ટ્રલ બેંક રૃ.૩.૫૦ તૂટીને રૃ.૧૭૭.૮૫, ઓરિએન્ટલ બેંક રૃ.૯.૮૦ તૂટીને રૃ.૨૩૨ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૯૦.૨૯ પોઈન્ટ તૂટીને ૯૧૩૦.૫૬ રહ્યો હતો.
સુઝલોન માત્ર રૃ.૧૮, એનએચપીસી રૃ.૧૯ ઓલટાઈમ નવા તળીયેઃ લાર્સન રૃ.૪૪, ભેલ રૃ.૯ તૂટયા
કેપિટલ ગુડઝ પાવર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલીએ બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૨૯૩.૪૮ પોઈન્ટ તૂટીને ૮૧૩૩.૬૯ રહ્યો હતો. સુઝલોન એનર્જી રૃ.૧.૦૫ તૂટીને રૃ.૧૮, બીજીઆર એનર્જી રૃ.૯.૮૫ તૂટીને રૃ.૧૯૧.૮૦, ભારત ઈલેકટ્રોનિક્સ રૃ.૭૧.૮૫ ઘટીને રૃ.૧૪૦૨, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃ.૧૩.૯૫ ઘટીને રૃ.૩૦૪.૮૫, લાર્સન રૃ.૪૩.૭૦ તૂટીને રૃ.૧૦૩૨.૧૦, ભેલ રૃ.૮.૯૦ તૂટીને રૃ.૨૩૧.૫૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૪.૩૫ તૂટીને રૃ.૧૧૪.૭૫, લક્ષ્મી મશીન રૃ.૫૨.૫૦ તૂટીને રૃ.૧૪૫૦.૮૫, થર્મેક્સ રૃ.૧૨ તૂટીને રૃ.૩૯૯.૯૫, એનએચપીસી ૯૦ પૈસા તૂટીને નવા નીચા તળીયે રૃ.૧૯.૦૫, ટોરન્ટ પાવર રૃ.૮.૭૦ ઘટીને રૃ.૧૮૮.૦૫, પીટીસી ઈન્ડિયા રૃ.૧.૪૦ ઘટીને રૃ.૪૧.૫૦, ટાટા પાવર રૃ.૨.૧૫ ઘટીને રૃ.૮૬.૧૦ રહ્યા હતા.
સેન્સેક્ષ, નિફટીને ઘટાડે રિલાયન્સ, લીવર, ભારતી એરટેલ, આઈટીસી, ટાટા મોટર્સનો ટેકો
સેન્સેક્ષને ઘટયા મથાળે ટેકો આપનાર શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૭૧૫.૪૦ના નીચા લેવલથી પાછો ફરી અંતે રૃ.૧૨.૮૫ વધીને રૃ.૭૩૫.૮૫, ભારતી એરટેલ રૃ.૩૨૧.૪૫ નીચા તળીયેથી પાછો ફરી અંતે રૃ.૩૩૬.૪૦, ટાટા મોટર્સ રૃ.૭.૬૫ વધીને રૃ.૧૭૯.૯૦, આઈટીસી રૃ.૧.૮૫ વધીને રૃ.૧૯૭.૩૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૪.૨૦ વધીને રૃ.૩૯૬.૨૫ રહ્યા હતા.
ઓછા વોલ્યુમે અનેક શેરોમાં ગાબડાં ઃ ૩૦૭ શેરોમાં ઓનલી સેલરઃ ૨૦૬૬ શેરો ઘટયા
શેરોમાં આજે સ્મલો- મિડ કેપ શેરોમાં ઓછા વોલ્યુમે અનેકના ભાવો તૂટતા માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૮૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૬ અને વધનારની માત્ર ૭૨૬ હતી. ૩૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૩ શેરોમાં તેજીની સર્કિટ હતી.
એફઆઈઆઈની રૃ.૪૫૦ કરોડના શેરોની વેચવાલીઃ રોકાણકારોના રૃ.૬૩૦૦૦ કરોડ ધોવાયા
એફઆઈઆઈ દ્વારા આજે કેશ સેગ્મેન્ટમાં રૃ.૪૫૦.૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરાઈ હતી. કુલ રૃ.૨૨૫૦.૧૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૭૦૯.૫૪ના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ માત્ર રૃ.૧૮.૬૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. શેરોમાં વ્યાપક વેચવાલીએ આજે એક દિવસમાં રોકાણકારોની સંપતિનું રૃ.૬૩૦૦૦ કરોડનું ધોવાણ થઈ માર્કેટ કેપ. રૃ.૫૩.૪૮ લાખ કરોડ રહી ગયું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved