Last Update : 18-Dec-2011,Sunday
 
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત

 

૧૪ લાખ યુરોનું નુકસાન પહોંચાડયું હતું

(પીટીઆઇ) પેરીસ, તા. ૧૫
ફ્રાંસના ભૂતપૂર્વ લોકપ્રિય રાષ્ટ્રપતિ જેકસ શિરાક સત્તાના દુરૃપયોગના કેસમાં ગુનેગાર ઠર્યા છે. જોકે તેઓ જેલમાં જતા બચી ગયા છે. તેમની સામે તેઓ જ્યારે પેરીસના મેયર હતા ત્યારે તેમના મિત્રો સીટી હોલમાં ભૂતિયા નામો પર નોકરીએ રાખીને પગાર ચુકવી, કરદાતાઓના નાણાનો દુરૃપયોગ કર્યાનો આક્ષેપ હતો. જોકે તેમની નાદુરસ્ત તબીયતના કારણે તેઓ જેલમાં જવાથી બચી ગયા છે. તેમના ડોકટરોનું કહેવું છે કે તેઓ ભૂલી જવાની તેમજ હૃદયની તકલીફથી પીડાય છે. તેઓ કેસમાં પણ ઉપસ્થિત રહેતા ન હતા.
ઉંમર અને તબિયતના કારણે જેલમાં સજા મોકૂફ પેરિસના મેયર પદનો દુરુપયોગ કરેલો
પોતાના ચુકાદામાં ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે શિરાકના વર્તનનો પેરીસના કરદાતાઓને ૧૪ લાખ યુરો (૧.૮ મીલીયન ડોલર) ખર્ચ ભોગવવો પડયો છે. તેમણે, પ્રજાએ તેમના મુકેલા વિશ્વાસનો દ્રોહ કરીને પોતાના હોદ્દાની રૃએ જાહેર નાણાનો ગેરવહીવટ કર્યો છે. જેમના પર કેસ ચલાવાયો હોય તેવા શિરાક ફ્રાંસના પ્રથમ પ્રમુખ છે. નાઝીકાળ દરમ્યાન જોડાણવાદી નેતા ફીલીપ પેટેઇન સામે રાષ્ટ્રદ્રોહનો ખટલો ચલાવાયો હતો જ્યારે ઈ.સ. ૧૭૯૩માં દેશના છેલ્લા રાજા લૂઈ સોળમાનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. આ ચુકાદા સાથે ન્યાયના લાંબા નાટક (ડ્રામા)નો અંત આવ્યો હતો. ફ્રાંસના વર્તમાન વિદેશ પ્રધાન પણ આ કેસમાં ૨૦૦૪માં ગુનેગાર ઠર્યા હતા પણ તેઓ ફરી ચૂંટાયા હતા અને હાલ રાષ્ટ્રપતિ સર્કોજીના વિશ્વાસપાત્ર વ્યક્તિઓમાં ગણાય છે.
આજનો ચુકાદો પણ આશ્ચર્યજનક હતો. સરકારી વકીલે (સ્ટેટ પ્રોસીક્યુટર) શિરાક સામેના આખા મામલાને વ્યવસ્થિત ચલાવી, સાબીત કરીને છેલ્લે જણાવ્યું હતું કે આ ચુકાદાથી એ બાબતમાં કોઇ જ પરિવર્તન ગણવામાં ન આવે કે ફ્રાંસના લોકો આજે પણ દિલથી ન્યાયને ચાહે છે. પણ સાથોસાથ શિરાક પ્રત્યે પણ તેમને માન છે તેથી આ મામલો પૂર્ણ ગણી લેવામાં આવે. આમ શિરાકને બે વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવવામાં આવી હતી. જેનો અર્થ કાનૂની પરીભાષામાં એવો થાય છે કે કાનૂની રીતે આ સજા તેમની કારકિર્દીમાં ગણી લેવાશે પણ તેમને કોઇ સજા ભોગવવી નહીં પડે કે જેલમાં જવું નહીં પડે.
શિરાકને અપીલ કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે કોર્ટના નિર્ણય સંદર્ભે શિરાકની દત્તક પુત્રી આન્હ દાઓએ ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ચુકાદો ખૂબ જ કડક છે.

શિરાક સામે કયા આરોપો?
પેરિસ, તા. ૧૫
ફ્રાંસની કોર્ટે તેમના ઐતિહાસિક ચુકાદામાં પ્રજાનાં નાણાને પક્ષના નાણા તરીકે લાંબા સમય સુધી વાપરતા રહેવાનો આક્ષેપ સાબિત ગણવામાં આવ્યો હતો. શિરાક કન્ઝર્વેટીવ પાર્ટીના સદસ્ય હતા. પેરિસના મેયર પદે તેમણે નિકટના માણસોના ભૂતિયા ખાતાં નિભાવીને તેમને પગાર આપતા રહેવાનો આક્ષેપ સાબિત માનવામાં આવ્યો હતો. તેઓ ૧૯૭૭થી ૧૯૯૫ સુધી પેરિસના મેયર પદે રહ્યા હતા.
બીજો આરોપ તેમની સામે જાહેર નાણાંનો પદના જોરે દુરૃપયોગ કરવાનો મુકાયો હતો. તેમાં તેમણે સત્તા સ્થાને હતા ત્યારે જાહેર નાણાં પક્ષના હિતમાં વાપર્યા હતા. આ આરોપ મેયરપદના આરોપ જેવો જ હોવા છતાં તેઓ ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાનનો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved