Last Update : 18-Dec-2011,Sunday
 
કાર ટ્રક સાથે ભટકાતાં દેસાઇ દંપતિ સહિત ત્રણનાં મોત

 

શીરડીથી પરત ફરતા નવસારી ખારા અબ્રામાની

કારચાલકની હાલત કટોકટ ઃ વાંસદા-વઘઇ પાસે અકસ્માતમાં કારમાં આગળ બેઠેલા આધેડની લાશ જેસીબીથી બહાર કાઢવી પડી
વાંસદા, શનિવાર
શીરડીથી દર્શન કરી પરત ફરતા નવસારીના ખારા અબ્રામા ગામના દેસાઇ પરિવારની કારને આજે બપોરે વાંસદા-વઘઇ માર્ગ પર મહુવાસ ગામની સીમમાં અકસ્માત નડતાં દેસાઇ દંપતિ સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતાં. કાર સાથે સામેથી ટ્રક ભટકાતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજા થતાં તેની હાલત કટોકટ હોવાનું જાણવા મળે છે. કારમાં આગળ બેઠેલા આધેડની લાશને કાઢવા માટે જેસીબી અને ટ્રેકટરની મદદ લેવી પડી હતી. અકસ્માત સર્જી ટ્રક પલ્ટી ગઇ હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર નવસારી નજીકના ખારા અબ્રામા ગામે રહેતા જયંતિભાઇ નાથુભાઇ દેસાઇ (ઉ.વ. ૬૬), તેમની પત્ની હર્ષાબેન દેસાઇ, મિત્ર રમેશચંદ્ર દયાળજીભાઇ નાયક (ઉ.વ. ૬૫, રહે. અમિત એપાર્ટમેન્ટ, માણેકલાલ રોડ, નવસારી) અને ડ્રાઇવર સંદીપભાઇ છનાભાઇ પટેલ (ઉ.વ. ૩૫, રહે. ખારા અબ્રામા) સાથે ઝેન એસ્ટીલો કાર (નં. જીજે-૨૧-એમ-૧૦૩૦)માં શીરડી સાઇબાબાના દર્શને ગયા હતા. સાઇબાબાના દર્શન કરી આજરોજ તેઓ પરત આવી રહ્યાં હતાં. વાંસદા-વઘઇ માર્ગ પરથી તેઓ પસાર થઇ રહ્યાં હતાં ત્યારે આજે બપોરના સમયે મહુવાસ ગામની સીમમાં રાજકોટથી નાસિક જતી પવન રોડવેઝની ટ્રક (નં. જીજે-૩-એડબલ્યુ- ૪૬૫૬)ના ચાલકે સામેથી આવતી ઝેન એસ્ટીલો કારને જોરદાર ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કરથી કાર ફંગોળાઇને રોડની રોંગસાઇડ પર નીચે ઉતરી ગઇ હતી, જયારે ટ્રક રોડની નીચે ઉતરી પલ્ટી મારી ગઇ હતી. અકસ્માત એટલો ગોઝારો હતો કે કારમાં સવાર જયંતિભાઇ દેસાઇ, તેમની પત્ની હર્ષાબેન અને મિત્ર રમેશચંદ્ર નાયકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જયારે કારના ડ્રાઇવર સંદીપ પટેલને ગંભીર ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જયાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેની હાલત કટોકટ હોવાનું જાણવા મળે છે.
કારમાં આગળ બેઠેલા રમેશચંદ્ર નાયકની લાશ ફસાઇ જતાં તેને કાઢવા માટે જેસીબી મશીન અને ટ્રેકટરની મદદ લેવામાં આવી હતી. દોઢ કલાકની જહેમત બાદ રમેશચંદ્ર નાયકની લાશને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં ખારા અબ્રામા ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ટ્રકના ડ્રાઇવર રામજીભાઇ રવજીભાઇ પરમાર (ઉ.વ. ૫૪, રહે. મનહરપરા, ભાવનગર રોડ, રાજકોટ) અને કલીનર કિશોરભાઇ ભીખાભાઇ ચૌહાણની સ્થળ પરથી ધરપકડ કરી હતી. બનાવ અંગે મોતને ભેટેલા જયંતિભાઇ દેસાઇના સંબંધી હેમંતભાઇ દેસાઇ (રહે. નવસારી)એ વાંસદા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved