Last Update : 18-Dec-2011,Sunday
 
દારૃની બદીને ડામવા પગલા નહીં લેનાર વાલોડનો જમાદાર સસ્પેન્ડ

 

ડીએસપી શરદ સીંઘલે વાર્ષિક ઇન્સ્પેકશન વખતે લખાભાઇ ચૌધરીને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ
બારડોલી, શનિવાર
વાલોડ પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેકશનમાં ગયેલા ડીએસપીએ એએસઆઇને ફરજમાં બેદરકારી દાખવવાના મામલે સસ્પેન્ડ કરતા તાપી જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો છે. સસ્પેન્ડ થયેલા એએસઆઇએ ફરજ દરમિયાન દારૃની પ્રવૃત્તિ રોકવાની કોઇ કામગીરી કરી ન હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ તાપી ડીએસપી શરદ સીંઘલએ વાલોડ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન શરૃ કર્યું છે. વાર્ષિક ઇન્સ્પેકશનના લોકદરબારમાં બૂટવાડા ગામના આગેવાનોએ રજૂઆત કરી હતી કે, ગામમાં દેશી દારૃ બનાવવાની અનેક ભઠ્ઠીઓ ચાલે છે અને અગાઉ દેશીદારૃની ભઠ્ઠીના નોંધાયેલા ગુનાના તહોમતદારોને પોલીસ પકડતી નથી. જે આધારે તપાસ કરતા એએસઆઇ લાખાભાઇ મંગળાભાઇ ચૌધરીએ પોતાની ફરજ દરમિયાન દેશી દારૃ બનાવવા સપ્લાય કરનારાઓને પકડવામાં બેદરકારી દાખવી હોવાનું બહાર આવ્યું હતું.
ઉપરાંત એક માસ અગાઉ ડીએસપી શરદ સીંઘલે દારૃની પ્રવૃત્તિ અટકાવવા માટે પગલા લેવાની સૂચના આપી હતી. તેમજ દારૃ બનાવવા માટે સામાન પુરો પાડનારાઓ તેમજ ભઠ્ઠી ચલાવતા મુખ્ય શખ્સો વિરૃદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં વાલોડના એએસઆઇ લાખાભાઇ ચૌધરી પોતાની ફરજ દરમિયાન દેશી દારૃની પ્રવૃત્તિ અટકાવવા તેમજ દારૃ બનાવવા સામાન સપ્લાય કરનારા શખ્સોને પકડવાના નિષ્ફળ જતા આજે શનિવારે સાંજે ડીએસપીએ એએસઆઇ લાખાભાઇ ચૌધરીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. દારૃની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ જમાદારને સસ્પેન્ડ કર્યા હોવાની જાણ થતાં તાપી જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ સાથે ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved