Last Update : 18-Dec-2011,Sunday
 
નવસારીના વેપારીનું ખાતું હેક કરી મુંબઇવાસીએ ૯૦ હજાર ઉપાડી લીધા
 
સાઇબર ક્રાઇમ હેઠળ છેરરપિંડીનો ગુનો દાખલ

બેંક ઓફ બરોડાની કોર્પોરેટરે ઓફિસથી બોલું છું કહી વિરેન્દ્ર ગુપ્તાએ સુરજભાઇ સાવલીયા સાથે ઠગાઇ કરીઃ ૨૫ હજાર ATMમાંથી ઉપાડી પણ લીધા
નવસારી, શનિવાર
નવસારીના કબીલપોર ખાતે રહેતા વેપારીએ નવસારી ફુવાલાપાસે આવેલી બેન્ક ઓફ બરોડામાં શરૃ કરાવેલું ઇ-બેકીંગ ખાતું અપડેટ કરવાના બહાને નવી મુંબઇ, બાન્દ્ર-કુર્લાના રહીશે કોમ્પ્યુટર પર હેકીંગ કરી વેપારીના ખાતામાંથી રૃ।. ૯૦ હજાર ઉપાડી પોતાના ખાતામાં જમા કરાવી છેતરપીંડી કરતાં ચકચા મચી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કબીલપોર ગામેજય જલારામ નગર ખાતે રહેતા સુરજભાઇ ડાહ્યાભાઇ સાવલીયા નવસારી ગ્રીડ નજીક પેટસન ફુડ પ્રા. લી. નામની ફેકટરીમાં અથાણા, રસનું ઉત્પાદન કરી વેચાણ કરે છે. સુરજભાઇ સાવલીયાએ નવસારી ફુવારા નંદીની કોમ્પલેક્ષમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં બે અલગ-અલગ ખાતા ખોલાવ્યા હતા અને એક ખાતા માટે ઇ-બેન્કીંગ સુવિધા શરૃ કરાવી હતી. તા.૨૮-૧૧-૧૧ના રોજ બપોરે ૧૨.૩૦ વાગ્યે સુરજભાઇના મોબાઇલ ફોન પર મુંબઇના ૦૨૨-૬૪૪૮૧૪૮૬ ફોન નંબર ઉપરથી વિરેન્દ્ર કાંતાપ્રસાદ ગુપ્તા (રહે. બી/૩૦૬, સહસ્યાર એપાર્ટમેન્ટ પ્લોટ નં. ૪૭-૪૮, કોપરખેડા, બાન્દ્રા-કુર્લા, નવી મુંબઇ)નો ફોન આવ્યો હતો. વિરેન્દ્ર ગુપ્તાએ સુરજભાઇને પોતે બેંક ઓફ બરોડાની કોર્પોરેટ ઓફિસ બાન્દ્રા મુંબઇમાંથી બોલું છું એમ કહ્યું હતું અને સુરજભાઇને ઇ-બેન્કીંગ સુવિધા અપડેટ કરવા માટે મોબાઇલ ઉપર એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ શું આવ્યો છે તે પોતાને વાંચી સંભળાવવાનું કહેતાં સુરજભાઇએ પોતાના મોબાઇલ ઉપર આવેલો મેસેજ વાંચી સંભળાવ્યો હતો.
જે મેસેજનો આઇડી પાસવર્ડ નંબર સુરજભાઇને વિરેન્દ્રને વાંચી સંભળાવ્યા બાદ વિરેન્દ્રએ કોમ્પ્યુટર પર હેકીંગ કરી સુરજભાઇના બે અલગ-અલગ બેંકના ખાતામાંથી કુલ રૃ।. ૯૦,૦૦૦ ઉપાડી લઇ વિરેન્દ્રએ પોતાના નામના બેંક ઓફ બરોડા, વાશી બ્રાન્ચ, નવું મુંબઇના સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા અને તે પૈકીના રૃ।. ૨૫,૦૦૦ એટીએમમાંથી વિરેન્દ્ર ગુપ્તાએ ઉઠાવી લીધા હતા.
સુરજભાઇ સાવલીયાના મોબાઇલ ફોન ઉપર પોતાના બેંકના ખાતામાંથી રૃ।. ૯૦,૦૦૦ ઉપાડવાના બેંક ઓફ બરોડા નવસારી શાખાનો મેસેજ આવ્યો હતો. મેસેજ આવતાં જ ચોંકી ઉઠેલા સુરજભાઇએ તાત્કાલિક નવસારી બેંક ઓફ બરોડાની શાખાના મેનેજરનો સંપર્ક કરી ઘટનાની હકીકતથી વાકેફ કર્યા હતા. બાદમાં સુરજભાઇ સાથે વિરેન્દ્ર ગુપ્તાએ કોમ્પ્યુટર પર હેકીંગ કરી રૃ।. ૯૦ હજારની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે સુરજભાઇ ડાહ્યાભાઇ સાવલિયાએ નવસારી ટાઉન પોલીસમાં વિરેન્દ્ર ગુપ્તા વિરુદ્ધ સાઇબર ક્રાઇમ ઇન્ફોર્મર ટેકનોલોજી એક્ટ મુજબ છેતરપીંડી- વિશ્વાસઘાતનો ગુના હેઠળ ફરિયાદ નોંધાવતાં પીઆઇ બી.વી. પંડયા તપાસ કરી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved