Last Update : 18-Dec-2011,Sunday
 
યુવાને પોતાની જાતને આગ ચાંપી... સયાજીમાં સ્ટ્રેચર પરથી દોટ મુકી

 

નશામાં ધુત થઇ ગામમાં અને હોસ્પિટલમાં પણ તમાશો

ઈંટોલાના યુવકે પરિવારજનો ઉપરાંત સયાજી હોસ્પિટલના સ્ટાફ અને પોલીસતંત્રને પણ માથે લીધુ
(પ્રતિનિધિ દ્વારા) વડોદરા,શનિવાર
ંનશામાં ધુત ઇંટોલાના યુવકે કૌટુંબિક તકરારમાં પોતાને શરીરે જાતે કેરોસીન રેડી જાતે આગ ચાંપી દીધા બાદ તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ ત્યાં પણ તે કોઇ દરકાર લેનારું નહીં હોવાનું બહાનું બતાવી સ્ટ્રેચર પરથી ભાગી છૂટયો હતો. આ યુવકે તેના પરિવાર, સયાજી હોસ્પિટલના સ્ટાફ તથા પોલીસને દોડધામ કરાવી દીધી હતી. વરણામા પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઈટોંલાની નિજાનંદ સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષિય સુનિલ વિઠ્ઠલભાઈ પટેલ જમીન લે-વેચનો કમિશનનો ધંધો કરે છે.તેઓના પરિવારમા પત્ની પ્રિતી તથા બાળકોમા એક પુત્ર અને એક પુત્રી છે. સુનિલને ે કેફી પદાર્થો લેવાની આદત પડી હતી.ગુરૃવારે બપોરે તે કેફી પદાર્થ ખાઈને આવ્યો હતો.નશામાં ધૂત સુનિલે ઘરની બહાર બબડાટ શરૃ કરી દેતા તમાશો સર્જાયો હતો.નશામાં ચકચૂર સુનિલે તેની પત્ની પ્રિતિને ઢોરમાર મારવો શરૃ કર્યો હતો. તેની પત્ની રિસાઇને જતી રહી હતી. આ તબકકે સુનિલે જાતે પોતાની પર જાહેરમાં કેરોસીન રેડી આગ ચાંપી દિધી હતી. ભડભડ સળગતા સુનિલને લોકોએ બચાવી લીધો હતો.અને ૧૦૮ એમ્બ્યુલ્નસમાં અત્રે સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ખસેડયો હતો.
સુનિલનો તમાશો આટલેથી અટકયો ન હતો. લગભગ એંસી ટકાથી વધુ પ્રમાણમાં દાઝી ગયેલા સુનિલેસયાજી હોસ્પિટલમાં પણ બુમરાણ મચાવી હતી,તેને ૧૦૮ ની એમ્બયુલ્ન્સમાથી સીધો સયાજી હોસિપટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર સ્ટ્રેચર પર મુકી તેઓ ચાલ્યા ગયા હતા. બીજીતરફ દાઝી ગયેલા સુનિલ તરફ સયાજી હોસ્પિટલના તબીબી સ્ટાફે ધ્યાન આપ્યુ ન હતુ.કેફી પદાર્થના નશામાં ચકચૂર સુનિલ આટલી હદે દાઝી ગયેલો હોવા છતાયે જાતે સ્ટ્રેચરમાંથી ઉઠીને સયાજી હોસ્પિટલના મુખ્ય દરવાજા તરફ દોડયો હતો.આખા શરીરે દાઝેલા લગભગ વિકૃત હાલતમાં દોટ મારતા ભાગેલા સુનિલને રોકવા માટે સિકયરીટી જવાનો પણ તેને પકડવા તેની પાછળ દોડયા હતા.પરંતુ સુનિલ હાથ લાગ્યો ન હતો.
સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કહયાવગર ચાલુ સારવારે ભાગી જાય અને તંત્રના પેટનુ પાણી પણ ના હલે તેવુ અદ્દલ વલણ દાઝેલી હાલતમાં ભાગેલા સુનિલના કિસ્સામાં પણ દાખવ્યુ હતુ.રાવપુરા પોલીસની સયાજી હોસ્પિટલ ચોકીના સ્ટાફની નજરમાં સુનિલનો કેસ પહેલા આવ્યો હોય,આ સિવાય સુનિલ તેઓની ચોકી સામેથી ભાગી ગયો હતો..તેમ છતાંયે કોઈ પગલાં લેવાયા ન હતા.
સયાજી હોસ્પિટલમાંથી દાઝેલી હાલતમાં ભાગેલો સુનિલ માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો.ત્યાં તેને કવચિત સારવાર મોંઘી પડતા પરત સયાજી હોસ્પિટલમાં આજે બપોરે ૧૨ઃ૫૫ વાગ્યે પાછો મોકલાયો હતો. વરણામા પોલીસના કર્મચારી હનીફભાઈ અને ચિરાગભાઈએ વધુ તપાસ હાથ ધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved