Last Update : 18-Dec-2011,Sunday
 

સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!

 

વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર થઈઃ જોકે અમેરિકામાં અર્થતંત્ર સુધરતા સોનાના ભાવો ફરી નીચા આવવાની બતાવાતી શક્યતા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો ઘટતા અટકી પ્રત્યાઘાતી ઉછળ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૮૫ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવો કિલોના રૃ.૬૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ૧૫૯૫.૭૦ ડોલરવાળા વધી ૧૬૦૦ ડોલરની સપાટીને પાર કરી ૧૬૦૦.૫૦થી ૧૬૦૧ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૨૫૫થી વધી રૃ.૨૭૪૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૭૩૮૦ વાળા રૃ.૨૭૫૬૫ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૧૭૦થી વધી રૃ.૫૩૨૩૦ રહ્યા હતા. વિશ્વબજારમાં જોકે ચાંદીના ભાવો ૨૯.૭૬થી ઘટી ૨૯.૭૦થી ૨૯.૭૧ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનામાં વિશ્વબજાર પાછળ ઘટયા મથાળે નવી વેચવાલી અટકી લગ્નસરાની મોસમ તથા માથે નાતાલના તહેવારોને અનુલક્ષીને માંગ ફરી વધ્યાના સમાચારો હતા. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૭૪૫૦, ૯૯.૯૦ના રૃ.૨૭૬૦૦ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો જે ગુરુવારે અને શુક્રવારના બે દિવસમાં રૃ.૧૫૦૦૦ જેટલા તૂટી ગયા પછી આજે ઘટતા અટકી રૃ.૩૨૦૦૦૦ વાળા રૃ.૨૫૦૦ વધી રૃ.૩૨૨૫૦૦ રહ્યા હતા. ચાંદીમાં વિશ્વબજારના સમાચારો જોકે નરમ રહ્યા હતા. પરંતુ મુંબઈમાં નીચા ભાવોએ ડિમાન્ડ રહેતાં મુંબઈમાં ભાવો ઉંચા બોલાતા થયા હતા. મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૫૩૨૫૦થી ૫૩૩૦૦ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવો રૃ.૫૩૦૫૦થી ૫૩૧૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં ચાલુ સપ્તાહમાં શરૃઆતના પાંચ દિવસમાં ભાવો તૂટતાં છેલ્લા ત્રણ મહિનાનો મોટામાં મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયા પછી ઘટાડો ફિઝીકલ ખરીદી વૈશ્વિક સ્તરે વધ્યાના સમાચારો હતા. ચાઈનિંગ કંપનીઓએ તાજેતરમાં સોનાના ભાવો ઘટતાં વેંચાણો કાપ્યાના સમાચારોએ પણ વિશ્વબજાર વધી આવી હતી.
દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના આંકડા ઘટીને સાડા ત્રણ વર્ષની નવી નીચી સપાટીએ પહોંચ્યા છે. ઉપરાંત ન્યુયોર્ક ફેકટરી ઉત્પાદનનો આંક પણ વધ્યો છે એ જોતાં ડોલરના ભાવો મજબૂત બનવાની અને વિશ્વબજારમાં નવા સપ્તાહમાં સોનાના ભાવો ફરી નીચા આવવાની શક્યતા જાણકારો બતાવતા હતા.
દરમિયાન, દિલ્હી ઝવેરીબજારમાં આજે સોનાના ભાવો રૃ.૭૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૭૭૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૭૮૪૦ રહ્યાના સમાચારો હતા જ્યારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૧૦૦ ઘટી રૃ.૫૩૦૦૦ જ્યારે વિકલી ડિલીવરીમાં રૃ.૧૦૦ ઘટી રૃ.૫૩૭૦૦ રહ્યા હતા.

ખાંડમાં આગળ વધતી મંદીઃ કુલ વૈશ્વિક ઉત્પાદન વધી ૧૭૭૧ લાખ ટનનો રેકોર્ડ સર્જે એવી આશા
વિશ્વબજારમાં ૬૦૦ ડોલરની અંદર ભાવો જતા રહ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૭
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં મંદી આગળ વધી હતી. તૂટતા ભાવોએ નવી ખરીદી નહિંવત્ રહી હતી. મિલોના સમાચારો ટેન્ડરોમાં ભાવો દબાણ હેઠળ રહ્યાની સ્થિતિ બતાવી રહ્યા હતા. નવી મુંબઈમાં આજે હાજર ભાવો કિવ.ના વધુ રૃ.૨૫થી ૩૦ તૂટી રૃ.૨૯૩૬થી ૩૦૧૧ તથા સારાના રૃ.૩૦૦૧થી ૩૧૨૨ બોલાઈ રહ્યા હતા. નાકા ડિલીવરીના ભાવો આજે વધુ રૃ.૧૦થી ૪૦ ઘટી રૃ.૨૯૦૦થી ૨૯૩૦ તથા સારાના રૃ.૨૯૭૦થી ૩૦૭૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૮૦થી ૨૯૨૦ તથા સારાના રૃ.૨૯૫૦થી ૩૦૭૦ રહ્યા હતા જ્યારે મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવોથી રૃ.૭૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. મિલોમાં માંગ પાંખી રહેતાં ચાલુ મહિનાના કુલ ક્વોટા પૈકી પ્રથમ ૧૫ દિવસમાં મિલો માંડ ૩૫ ટકા જેટલો ક્વોટા વેંચી શકી હોવાના નિર્દેશો હતા. વિશ્વબજાર નરમ રહેતાં ભારતની ખાંડમાં દરીયાપારની માંગ પણ ધીમી પડવાની શક્યતાએ ઘરઆંગણે ભાવો વધુ વધુ દબાણ હેઠળ આવ્યા છે. વિશ્વબજારમાં ભાવો ઘટી ૬૦૦ ડોલરની અંદર બોલાતા થયા છે. વૈશ્વિક સ્તરે ખાંડમાં માંગ કરતા પૂરવઠો ૬૧ લાખ ટન વધુ રહેવાનો અંદાજો બતાવાયો છે. અગાઉ આ આંકડો ૫૩ લાખ ટનનો બતાવાતો હતો. યુરોપના દેશોમાં ખાંડનું ઉત્પાદન વધુ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક કુલ ઉત્પાદન વધીને ૧૭૭૧ લાખ ટનની નવી રેકોર્ડ સપાટીએ પહોંચવાની આશા બતાવાઈ રહી છે.

કોપરમાં ધીમો સુધારોઃ નિકલના ભાવો રૃ.૧૦૦૦ વધ્યાઃ જસત તથા એલ્યુમિનિયમમાં પીછેહટ
મુંબઈ ધાતુબજારમાં આજે કોપર તથા નિકલના ભાવો વધી આવ્યા હતા જ્યારે જસતના ભાવો નરમ રહ્યા હતા. એલ્યુમિનિયમમાં હવામાન મિશ્ર હતું. અન્ય ધાતુઓ ટકેલી રહી હતી. હાજર ભાવો આજે કિવ. દીઠ કોપર વાયર બારના રૃ.૧૦૦ વધી રૃ.૪૭૩૦૦ રહ્યા હતા જ્યારે કોપર સ્ક્રેપ અને બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૩૦૦ વધ્યા હતા. નિકલના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૧૦૯૦૦૦ રહ્યા હતા જ્યારે ટીનના ભાવો રૃ.૧૩૩૦૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. એલ્યુમિનિયમ ઈન્ગોટના ભાવો રૃ.૨૦૦ ઘટી રૃ.૧૨૮૦૦ રહ્યા હતા. સામે સ્ક્રેપના ભાવો રૃ.૧૦૮૦૦ના મથાળે શાંત રહ્યા હતા. જસતના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૨૨૦૦ રહ્યા હતા જ્યારે સીસાના ભાવો રૃ.૧૧૩૦૦ આસપાસ અથડાતા રહ્યા હતા. દરમિયાન, લંડન મેટલ એક્સચેન્જમાં શુક્રવારે છેલ્લે કોપરના ત્રણ મહિનાના ભાવો ૭૩૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. અમેરિકાના અર્થતંત્રના આંકડાઓ પોઝીટીવ આવ્યા હતા જ્યારે યુરોપમાં કટોકટી ચાલુ રહ્યાના નિર્દેશો હતા. લંડનમાં છેલ્લે ત્રણ મહિનાના ભાવો ટીનના ૧૮૬૦૦ ડોલર, એલ્યુમિનિયમના ૨૦૦૦ ડોલર, જસતના ૧૮૭૩ ડોલર, સીસાના ૧૯૯૫ ડોલર તથા નિકલના ૧૭૯૦૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
એરંડા- દિવેલમાં ભાવો તૂટયાઃ સિંગતેલમાં આગેકૂચઃ સોયાતેલ વાયદો ફરી ઉછળ્યો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ઘટાડો આગળ વધ્યો હતો. મુંબઈ એરંડા માર્ચ વાયદાના ભાવો રૃ.૩૬૯૦ વાળા આજે રૃ.૩૬૭૫ ખુલી નીચામાં રૃ.૩૬૫૦ રહી છેલ્લે બંધ રૃ.૩૬૬૫ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો થયા હતા જે શુક્રવારે ૬૦ ટનના થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો આજે રૃ.૪૧૮૫ વાળા રૃ.૪૧૫૦ રહ્યા હતા જ્યારે દિવેલના હાજર ભાવો રૃ.સાત ઘટી અનુક્રમે કોમર્શિયલના રૃ.૮૬૦ તથા એફએસજીના રૃ.૮૭૦ રહ્યા હતા. ડોલરના ભાવો નીચા આવતાં તેના કારણે પણ એરંડામાં વધ્યા ભાવથી ઘટાડો આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. ડોલર ઘટતાં ભારતના દિવેલમાં નિકાસ માંગ વધવાની આશા ઘટયાનું સૂત્રોએ ઉમેર્યું હતું. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૮૦૦૦થી ૮૫૦૦ ગુણી આવી હતી અને ત્યાં મથકોએ એરંડાના હાજર ભાવો ગામડાના રૃ.૮૨૫થી ૮૩૦ રહ્યા હતા. રાજકોટ વાયદો રૃ.૩૬૭૮ ખુલી છેલ્લે રૃ.૩૬૬૯ રહ્યાના નિર્દેશો હતા. હૈદ્રાબાદ બાજુ આજે ૩૫૦૦થી ૩૬૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૬૪૦થી ૩૬૬૦ તથા દિવેલના રૃ.૮૨૦થી ૮૨૨ રહ્યાના સમાચારો હતા. વાયદામાં ઉછાળે તેજીવાળા હળવા થઈ રહ્યા હતા. ઈન્દોર સોયાતેલ વાયદો જોકે રૃ.૬૬૯.૯૦ વાળો આજે ઉછળી રૃ.૬૭૭.૮૦ થઈ છેલ્લે રૃ.૬૭૬.૫૦ રહ્યાના સમાચારો હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૭ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો. ઈન્દોર બાજુ આજે સોયાબીનની આવકો દોઢ લાખ ગુણી આવી હતી અને ત્યાં સીડના ભાવો રૃ.૨૨૬૦થી ૨૩૨૦ તથા સોયાતેલના ભાવો રૃ.૬૦૩થી ૬૦૫ તથા રિફાઈન્ડના રૃ.૬૩૨થી ૬૩૪ રહ્યાના સમાચારો હતા. રાજકોટ બાજુ આજે સિંગતેલ વધી રૃ.૯૩૦થી ૯૩૫ તથા ૧૫ કિલોના રૃ.૧૪૪૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવો રૃ.૫૯૦થી ૫૯૪ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં હાજર ભાવો આજે સિંગતેલના રૃ.૯૩૦ વાળા રૃ.૯૪૦ રહ્યા હતા જ્યારે પામતેલના ભાવો છેલ્લે રૃ.૫૮૦થી ૫૮૨ તથા સીપીઓના રૃ.૫૧૪ રહ્યા હતા. પામતેલમાં આજે ખાસ વેપારો ન હતા. મુંબઈ હાજર ભાવો છેલ્લે સોયાતેલ ડિગમના રૃ.૬૨૫ તથા રિફાઈન્ડના રૃ.૬૫૨ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો વધી રૃ.૬૩૨ રહ્યા હતા. સનફલાવરના ભાવો છેલ્લે રૃ.૬૫૫ તથા રિફાઈન્ડના રૃ.૭૧૫ રહ્યા હતા. મસ્ટર્ડ રૃ.૭૨૦ રહ્યું હતું. મુંબઈ ખોળબજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા.
રૃમાં ઘટયા ભાવથી તેજીનો સંચારઃ ખાંડીદીઠ રૃ.૧૦૦થી ૩૦૦નો ઉછાળો આવ્યો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો ઘટયા મથાળેથી ફરી વધી આવ્યા હતા. મથકોએ કપાસમાં ખેડૂતોની પક્કડ રહેતાં રૃમાં નવી વેચવાલી ધીમી રહી હતી. મથકોએ સ્પોટ પર મિલોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી છે જ્યારે નિકાસકારોની નવી ખરીદી પાંખી રહ્યાના સમાચારો હતા. ઓલ ઈન્ડિયા આવકો આજે દોઢ લાખ ગાંસડી આવી હતી. મથકોએ સ્પોટના ભાવો આજે વધી ગુજરાત સંકર-ચારના રૃ.૩૪૮૦૦થી ૩૫૦૦૦ રહ્યા હતા જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાજુ ભાવો ઉંચકાઈ રૃ.૩૩૮૦૦થી ૩૪૦૦૦ બોલાઈ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો વધી મણના જાતવાર રાજસ્થાન બાજુ રૃ.૩૨૪૦થી ૩૩૪૦, હરિયાણા બાજુ રૃ.૩૩૪૦થી ૩૩૬૦ તથા પંજાબ બાજુ રૃ.૩૪૨૦થી ૩૪૪૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો નજીકની ડિલીવરીમાં સ્થિરતા તથા દૂરની ડિલીવરીમાં ૭થી ૧૧ પોઈન્ટનો સુધારો બતાવી રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved